આંગળીના વેઢે ગણાય કંઈક એમ દિવસો ગણાય ગયા,
જેનાથી ભરેલું આખુ વર્ષ એ ફક્ત ક્ષણોમાં વણાય ગયા,
ને કશુંક બદલાઈ ગયું અને કશુક રહ્યું બસ પહેલા જેવું જ,
જોયા હતા જે સપનાઓ એ બધા ફરી પાછા ચણાઈ ગયા,
યાદ છે એ બધા જ વચનો જે આપેલા વર્ષની શરૂઆતમાં,
ફરી એક વાર મહેનત સામે લકીરોના પથ્થર ધોવાઈ ગયા,
થોડી ખુશી છે નવા વરશની અને થોડોઘણો અફસોસ પણ,
બસ લઇ આ જ સંતુલન અમે વરસે વરસે સચવાઈ ગયા..!-
Follow કરી Bell icon પર Touch કરો જેથી મારી નવી પોસ્ટ તમને નોટિફિકેશન માં... read more
આજે મેં એક બાપને લડખડાતા જોયો,
ટિફિનમાં નિસાસા સાથે પરત ફરતા જોયો,
ને ના એકલો નથી એ બે પુત્રો છે એને,
છતાં તહેવારમાં મજૂરીમાં મે'લો થતા જોયો,
આશ હોય ઢળતી ઉંમરે એક સહારાની પણ,
નિરાશ એ વ્યક્તિત્વને જર્જરિત થતા જોયો,
ખૂટી પડ્યું છે હાસ્ય હવે એની ઝોલીમાં,
મેં તો એને દુઃખોને શણગારતા જોયો,
શાને હશે ભરોસો એને પેલા ઈશ્વર ઉપર પણ,
મેં આજે સાક્ષાત ઈશ્વરને પણ રડતા જોયો..!-
મનની મનમાની ને સપનાઓ નાદાની,
પરાણે બનાવે મનુષ્યને અભિમાની,
પણ સ્વીકારી લીધી જો આ મિજબાની,
તો બનાવશે તમને સંપૂર્ણ ખાનદાની..!-
જનમ લઇ હવે આવો ઓ કનૈયા,
ગોપીઓને રાસ રમાડો ઓ કનૈયા,
ને તારા વિના લાગે છે બહુ એકલડું,
દાંડિયા સંગ હીંચ રચાવો ઓ કનૈયા,
સૂના છે નોરતા ને સુની રઢિયાળી રાત,
નટખટ મસ્તીની ધૂમ મચાઓ ઓ કનૈયા,
ને સ્વપ્ન છે તમ સંગ ગરબે ઘૂમવાનું,
આવી કોઈ તાલ ઝીલાવો ઓ કનૈયા,
જનમ લઇ હવે આવો ઓ કનૈયા,
ગોપીઓને રાસ રમાડો ઓ કનૈયા..!-
કરી જાય ઘર મનમાં અમુક વાતો,
પછી ત્યાંથી જ શરુ થાય સન્નાટો,
હતી કહાની તો એક લાંબી સફરની,
પછી ટૂંકમાં જ શાને તોડ્યો તે નાતો?
ને આમ તો સદાય રહેતો મસ્ત મગન,
આજે કેમ ચહેરાનો રંગ થયો રાતો?
અને સોંપ્યું હતું મેં મારું સર્વશ્વ તને,
લાવ હવે આપ મને મારો ચહેરો મલકાતો,
ને સિંચ્યું હતું જીવન ખુબ મહેનતથી,
છતાં ઉગ્યો સબંધ કેરો એક છોડ કરમાતો..!-
પીડાઈ રહ્યો છું કોઈ પીડાથી,
બચાવને કૃષ્ણ આ દ્વિધાથી,
ને જરાં કે'તો ખરા વાંક મારો,
નિકાળને મને આ દુવિધાથી,
બની શકે તો આપ સુદર્શન મને,
નથી રહ્યો મોહ કોઈ સુવિધાથી,
ને ક્યાં સુધી લડતો રહુ એકલો,
થાક્યો છું પણ કહું કેમ મૈયાથી,
તારું આપેલું બધું તને જ અર્પણ,
જીવ સાથે હવે જિંદગીનું સમર્પણ..!-
એક કિસ્સો મારો એની વાતમાં આવી ગયો છે,
મારાં હૃદયનો હિસ્સો એના હાથમાં આવી ગયો છે,
ને ધડકતો રહ્યો છે સતત આ જીવ ફક્ત એના માટે,
કહી દો એને કે એનો ફરીસ્તો હવે આવી ગયો છે..!-
આજ જો રાત મસ્તાની છે,
બાહોમાં મારી શહેજાદી છે,
રોમ રોમમાં ફૂટ્યું છે યૌવન,
વરસતા વરસાદની જુબાની છે,
ને મૌન રહ્યા છે અધર આજે,
હવે આતો કાયાની કહાની છે,
ઈશારા કરે છે એ પગથી અડકીને,
આંખો ખુદ એની ફરિયાદી છે,
ને ગરમાહટ છે એના શ્વાસમાં,
ઇશ્કની આ પહેલી ઉકરાટી છે..!-
ને પછી સુખ દુઃખમાં પડ્યો ભંગ,
લાગણીઓનો બદલાયો રંગ,
સૌ સૌએ રસ્તા માપ્યા ને,
જિંદગીનો બદલાયો ઉમંગ..!-