આંખો ઠંડી રાખો એટલે બધે હરિયાળી જ દેખાશે.
( read in caption 👇)-
જો આંખો થી તણાય ગયું હરિયાળું ઉપવન બની ગયું,
તુજ અસ્તિત્વ મહી સમાઈ ગયું એવું જીવન બની ગયું,
અપેક્ષા આકાંક્ષાઓ થી સારુંય એવું જાણે મેહકી ગયું,
રંગબેરંગી પુષ્પોનું શ્વાસ મહેકાવતું જાણે વન બની ગયું,
તારાં પ્રેમ ની લીલોતરી એટલી ઉગી મારી ચોતરફ જેમ,
હરિયાળા અસ્તિત્વ નું તારું મુજમાં એ દર્પણ બની ગયું,
રંગ લીલો ધારણ કર્યો 'ઈશ' મારાં શબ્દો એ આજ તો,
હરિત પહેરણ ધારણ કરેલું મારું સુંદર કવન બની ગયું..-
જ્યાં નજર ફેરવું ત્યાં સિમેન્ટ કોકરીટ દેખાય..
હવે મને ક્યાં એ હરિયાળી દેખાય...
જે જગ્યા પર જોયા હતા મેં ઉંચા ઝાડ..
તે જગ્યા પર મોટી - મોટી ઇમારત દેખાય...
જ્યારે આવતો ટાઢો પવન વડલા નીચે..
તે ટાઢક એસી કુલર માં શોધતા દેખાય...
કુદરતે ઓઢાડેલ લીલી ચાદર માં..
આજે માનવે પાડેલ કાણા દેખાય...
-
હરિયાળી ધરતી નું અલગ જ સૌંદર્ય છે ,
વાત લીલી સાડી ની જગ જાહેર છે ;
કાશ , ૧૫ દિવસ પહેલા મળ્યા હોત મને ,
પાનખર નું પીળું સૌંદર્ય બતાવત તમને ;
કુદરત છું સાહેબ મારી દરેક અવસ્થા અદ્ભુત છે ,
પણ જેને જે ગમે એના માટે એટલાની જ કિંમત છે ..-
મોટા મોટા આંબા, લીમડા, વડ વગેરે કાપી નાખીને ,
નાનકડા ઘરમાં મની પ્લાન્ટ ઊછેરતી
માનવજાત ને,
આ ધગધગતી ગરમી મુબારક.-
મનમાં વિચારોનો ઉદ્દભવ કદીયે ન અટકે
મારી રાખેલી આશાઓ મને જ ખટકે
થઈ ગયું છે. વાતાવરણ સાવ શાંત
મૌન પણ મારું કરી રહ્યું છે. વાત
તડકાથી થાકી રાહ જોવે છે. લીલાછમ ખેતરો
ક્યારે વરસાદ ના આગમનના આવે નોંતરા
જ્યાં જોવું ત્યાં વાયેલી છે વરિયાળી
છવાઈ ગયી છે . ચોતરફ હરિયાળી
*Njy...mst...lyf*-
ખૂબ તપ્યો તાપે બળ્યો ને અંતે પલળ્યો પણ એ માળી
લણનાર શું જાણે કેટ કેટલી જહેમતે દીઠી રે હરિયાળી
આ કોંક્રિટના જંગલમાં ચણતર રેતી માટી કે સંબંધોના
ચહેરાનું સ્મિત, હ્રદયનો ભાવ લઈ જિંદગી છે ખોવાણી
વાર તહેવાર બધા ઠીક છે માન્યું પણ મારે ન એનાથી લેણી
કોઈ જૂનો મિત્ર મળે સમી સાંજે ને સાથે ચા મારી ઉજાણી
બાહર લીલું છમ્મ હો, ભિતર ન હેતની ભાસે સરવાણી
જાણવાનું ચૂક્યો બસ વિના અર્થે રહ્યો જીવતરને માણી
થયા હવે આજ મોલ ઊંચા સ્વાર્થના ને ઝાંખી થઈ લાગણી
બન્યો માણસ મોંઘેરો આજે માણસાઈ થઈ રહી રે પાંગળી
ખૂટ્યાં અંતરના ભાવ ત્યાં સુધી પણ હતું વ્યાજબી કદાચ
ખૂટી માનવતા, ચેત જે, પછી ન પૂછીશ કુદરત કેમ રિસાણી
જગ તાત સિંચે લોહી સઘળું મહિનાઓ ખંતથી ને તો પણ
રીઝે જગદીશ વરસાવે હેત, ત્યારે જ તો પામે છે હરિયાળી
ગામડાંની હરિયાળી આજે શહેરોમાં પ્રદર્શનીમાં છે સમાણી
ક્યાંક જર્જરિત ઈમારતમાં સચવાતાં કરમાઈ છે રે હરિયાળી-
ખૂબ તનતોડ મહેનત કરી,
મેઘરાજાએ થોડી મહેર કરી,
લીલી વનરાજીએ દ્રષ્ટિ કરી,
અનમોલ પાક રૂપે મહેનત ફળી,
ખેડૂત ના જીવનની એ હરિયાળી ખરી.
વીસ વર્ષથી જતન જ કરી,
હૃદયની કૂંજ માં કુંજરવ કરી,
પારકા ના હાથમાં વિદાય કરી,
એની ખુશી રૂપે ઈચ્છાઓ ફળી,
માતા-પિતા ના જીવનની એ હરિયાળી ખરી.
પાળી પોષી ને જતન જ કરી,
ભણાવા ગણાવાની મહેનત કરી,
પુત્રવધૂ નુ ઘરમાં સ્વાગત કરી,
પુત સુપુત થાય તો મહેનત ફળી,
મા-બાપ ના જીવન ની એ હરિયાળી ખરી.
આજીવન બસ ચિંતા જ કરી,
ખુશાલી મળ્યાની ઉજાણી કરી,
દુઃખ માં કંઈક દુવા ઓ પણ કરી,
મૃત્યુ સુધર્યુતો જીવનયાત્રા ફળી,
મનુષ્ય ના જીવન ની એ હરિયાળી ખરી. 🙏🏻
-