ઉમેશ   (પગલી)
15 Followers · 7 Following

Photographer
Joined 14 April 2019


Photographer
Joined 14 April 2019
26 AUG 2021 AT 19:19

એકાદ બે ખેલ રત્ન પુરસ્કાર એમને પણ આપો..
જેઓ બહુ સારું રમી જાય છે સંબંધો અને લાગણી સાથે !!..

-


14 AUG 2021 AT 22:54

ગુલામીની આજે ફરી આખર રાત છે, કાલે પાછી ફરી આઝાદીની વાત છે... એક દિવસ પૂરતી ભારતીય હોવાની વાત છે, પછી તો પાછી એજ ધર્મ ને વાત છે..

-


27 JUN 2021 AT 1:21


સહુને સુખ આપવાની તો મારા મા તાકાત ના હોય

પણ કોઇને દુખ ન આપવું એ તો મારા ડાબા હાથનો ખેલ...

-


15 JUN 2021 AT 18:26

મિલન બની ગયું સપનું અમારું અને
અમે બંધ આખોમાં મળતાં શીખી લીધું.

ના વરસ્યો ક્યારેય વરસાદ ધોધમાર,
તોય અમે ટીપે ટીપે પલળતા શીખી લીધું!

-


28 JAN 2021 AT 0:20

પ્રેમથી પોકારતી મને એ શબ્દો નો સાદ આવે છે,

હા મને આજે મમ્મી નાં ખોળા ની યાદ આવે છે.

-


22 JAN 2021 AT 11:09

આજ મારા દાદાએ એક વાત કહી...

જે ઉંમરમાં તમે ભેગુ કરવા જીવો છો ને,
એ ઉંમરમાં અમે ભેગા રહેવા જીવતા હતા..!

-


25 SEP 2020 AT 9:41

પ્રેમ થી માંગો તો હિસાબ શું , આખો ખજાનો આપી દઈએ...
ચરબી કરીને માંગો તો ખારી સીંગ ના ફોતરાં પણ નઈ મળે...

-


25 JUL 2020 AT 20:22

દુનિયાભર નું દુઃખ છે,
સાચા માણસ ની પરખ થઈ આ દર્દ માં
કોઈ તો મળ્યું કે કહ્યું "થઈ જશે તું મૂંઝાઈશ નહીં"
તો કોઈ એ કહ્યું કે કર્યું એ તો ભોગવુંજ પડશે, લખાણ છે.

-


12 JUN 2020 AT 0:01

અંદરના અહમને કદી જગાડવાનો નઈ,
ભૂખ્યો આવે દ્વારે તો, ભગાડવાનો નઈ.

તમને દીધું અઢળક કુદરતે અને તમે દીધું,
એક પડીકું દઈને ઢોલ વલગાડવાનો નઈ.

-


8 JUN 2020 AT 21:53

પુછશે ઘરે કે... કેમ પલળ્યા ?
કહીશ રસ્તામાં તમે મળ્યા હતાં.

-


Fetching ઉમેશ Quotes