🌳સ્લોગન🌳
'વૃક્ષ કાપી કુદરત સાથે ચેળા કરશો,
આત્મજનને હૉસ્પિટલ ભેળા કરશો.'
🌳🎋🌳🎋🌳
'પ્રેમથી વૃક્ષ વાવશે જો આજની પેઢી,
સારા ફળ ખાશે તો જ આપની પેઢી.'
🎋🌳🎋🌳🎋
'સોશિયલ મિડીયામાં જ ચારેકોર વૃક્ષ છે આજે,
એ જ તો અફસોસ ભારોભાર વૃક્ષને છે આજે.'
🌳🎋🌳🎋🌳
માનવ ચોક્કસ વાવ તું, કા વૃક્ષ કા વેલ,
નહીંતર સહેવા પડશે કુદરતનાં આકરા ખેલ.'-
લીલુંછમ થઈ વરસાદમાં ડોલે છે,
આજે ભીંજાતું આ ઝાડવું બોલે છે.-
ઝુકતી રહી ડાળ નિઃસ્વાર્થ જે વૃક્ષ પર,
ઉભો રહ્યો અડગ તે એના મરણ પર...!!!-
સૂર્યપ્રકાશની પૂરતી આપૂર્તિનાં અભાવમાં કરમાયેલો છોડ,
એટલે
છોડનું ડિપ્રેશન...!
તેમજ,
વાદળોની અવળચંડાઈ સામે મૂંગો વિરોધ.
માનવસ્વભાવની ચાડી ખાતો
આટલી હદે પ્રકૃતિમય દાખલો,
મને ' બીજે ' અને ' બીજો ' જડતો નથી !
-
"માનવી અને વૃક્ષ વચ્ચે કરાર"
જ્યાં સુધી જીવશે,
ત્યાં સુધી એકમેકને રાખશે..
જો વૃક્ષ મરશે,
તો માનવી એને કાપશે..
જો માનવી મરશે,
તો વૃક્ષ એને બાળશે..!!-
પવન તું ખેરવે રોજ સડસડાટ પાન મારા,
છતાં મે સંબંધ અકબંધ રાખ્યા તારાને મારા..-
છુપાવી ભીતર દર્દ કહી દઉં કે ઠીક છું હું,
કોક માટે પથ્થર તો કોક માટે અકીક છું હું.
ભણતરનાં ભાર તળે દબાયું માસુમ બચપણ,
ભારવિનાનું ભણતર કહોતો માત્ર ભ્રમિક છું હું.
છે નામ મારું 'તરૂ' ને શીતળતા બક્ષુ હું સૌને,
ડાળ મારી ભલે કાપો તોએ છાંવનું પ્રતીક છું હું.
ગઝલમાં સમાવી દીધાં છે દરેક ઘાવ દરેક પીડાને,
અનુભવો તો ભાવ નહીં તો શબ્દો ક્ષણિક છું હું.
પાંપણનો છાંયો કરી છુપાઈ બેઠું નમણુ શમણું,
ભળ્યું હકીકત થઈ તો લાગ્યું ઈશથી નજીક છું હું.-
ખુદ તાપ સહન કરી બીજા ને છાયડો આપે એટલાં એ પરગજુ છે....
કોઈ પથ્થર મારે તો એને એ ફળ આપે એટલાં તો ઉદાર છે ....
ફળ આવે ત્યારે નીચા નમે એટલાં તો એ નમ્ર છે....
માટે જ વૃક્ષોનું જતન કરીશું.
હે કાળા માથાના માનવી... તારા સુખદ પ્રસન્નતા નો મહત્તમ ભાગ છે....
"વૃક્ષ"-
એક પર્ણની કહાની,
રહે પાનખર સુધી,
એક પુષ્પની કહાની,
ફેલાતી સુગંધ સુધી,
એક ડાળની કહાની,
વાટ ભૂલેલા પારેવડાં સુધી,
એક થડની કહાની,
મળતાં આધાર સુધી,
એક મૂળની કહાની,
અપાતી પકડ સુધી,
એક વૃક્ષની કહાની,
ઘોડીયા થી લઈને નનામી સુધી
જીવનના આરંભ થી અંત સુધી.......
@sneh-