બીજું કશું સરખા ભાગે મળ્યું હોય કે નહીં પણ ભગવાને "બુદ્ધિ"
તો દરેકને સરખા ભાગે જ આપી છે,
કેમકે "ઓછી મળી છે"
એવી ફરિયાદ
આજ સુધી કોઈએ કરી નથી.
©Facts
રેખા મણવર-
હું છું એટલે સ્નેહ નથી,
"સ્નેહ" છે
એટલે જ "હું છુ"......
આપણું બધું દરેક વખતે બધાને સારું જ લાગે એ જરૂરી નથી. ઘણી વખત કોઈને ખોટું ન લાગે એ વિચારે પણ આપણાથી અટકી પડાતું હોય છે. પોતાની જાતને અને બીજાને લાડ ન કરીએ તો જ જીવનમાં કાંઈક સિદ્ધ કરી શકાય.અને કોઈને ખોટું ના લાગે એટલે આપણને લાગતું સાચું જ આપણે છોડી દઈશું તો પછી એક જ ઘરેડમાં જીવન વિતાવવાની તૈયારી રાખવી જ રહી કેમકે એકલી આળપંપાળથી તો દોસ્તી પણ નથી ટકતી તો પછી મહત્વનાં કે અનોખા કામ તો કેવી રીતે થશે....?
©Sneh
-
નવી ઈચ્છાઓ ક્યાં જન્મી જ છે,
મારે તો તારે સંગ,
"અધૂરી ઈચ્છાઓને"
નવો જન્મારો આપવો છે.......
©sneh-
ચાલો,નવલા વરસમાં એક નવો સંકલ્પ કરીએ,
જૂનું બધું હસતાં હસતાં ભૂલતાં શીખીએ,
ભીતરે ભલે કશું દબાવીને ના સંઘરીએ,
પણ મનનો ઉભરો સંભાળતા શીખીએ,
ભીંજાયેલ આંખને છાનેખૂણે કોરી કરીએ,
પણ કોઈની ભીંની આંખો માટે જરૂર સ્મિત બનીએ,
કળી ના શકે કોઈ એટલું કઠિન જરૂર રહીએ,
પણ કોઈના જીવન માટે કોયડો ક્યારેય ના બનીએ,
સહુ માટે સદભાવના કાયમ રાખીએ,
પણ અંગત માટે સમર્પણનો શ્વાસ જરૂર બનીએ,
માન્યું,મૌનનું મૂલ્ય અંકાય છે ઘણું ઊંચું પણ,
પણ શબ્દોની અભિવ્યક્તિ સરળતાથી કરતાં રહીએ,
વ્યક્ત કરતાં શીખીએ,વ્યક્ત થતાં રહીએ,
બસ,નવલાં વરસે આટલા સ્નેહાળ જરૂર બનીએ..
#Happy new year
©Sneh-
बात सिर्फ इतनी सी है,
हमारे दरमियाँ इस दूरी की,
उसे ख़ामोशी राज़ आती है,
और मुझे लफ्ज़ोंकी आशिकी,
उसे तन्हाई पसंद है
और मुझे ख्वाहिश उसकी मौजूदगी की।
©Sneh-
તમારી સાથે અસહમત હોય,
એ તમારું શત્રુ જ હોય,
એવું સમજી બેસવું એ
તમારી "મૂર્ખાઈ" છે.
©moodyzone
-
કોઈએ પૂછ્યું:- દુનિયામાં સૌથી વધુ
પ્રદૂષણ કોણ ફેલાવે?
મેં કહ્યું:- "માણસની જીભ"
©Pollution
-
આંખ એ ઝાડ પર ફળ દેખ્યું..લાલસા જાગી..
આંખ તો ફળ તોડી ન શકે તો
પગ ગયા ફળ તોડવા..
પગ તો ફળ તોડી ન શકે એટલે હાથ એ ફળ તોડ્યું અને મ્હો એ તેને ખાધું..
આમ, જેને દેખ્યું એ ગયું નહિ,
જે ગયો એને તોડ્યું નહિ અને જેને તોડ્યું એને ખાધું નહિ,
જેને ખાધું એને રાખ્યું નહિ,ફળ તો ગયું પેટમાં..
હવે જ્યારે માળી એ દેખ્યું તો દંડા પડ્યા પીઠ માં..
પીઠ કહે,
હાય..મારો શું વાંક?
પણ જ્યારે દંડા પડ્યા પીઠ માં
તો આંસુ આવ્યા આંખ માં..
કારણકે ફળ તો પહેલા આંખ એ જ જોયું હતું ને..
આ_છે_કર્મ_નો_સિદ્ધાંત..
©Karma
-
तसल्ली हैं,
की औरो की तरह नहीं हूँ में,
भले लड़खड़ाते हो कदम,
पर खुद संभालना जानती हूँ में,
दूसरों का साथ नहीं मिलता,
पर खुद की बात रखना जानती हूँ में,
ज़ुबाँ थोड़ी कड़वी है मेरी,
पर सच की राह पे चलती हूँ में,
इतनी अच्छी नहीं मानता मुझे कोई,
पर अपनो की नज़रो में सही हूँ में,
शायद नहीं बन सकती सबकी चहिती,
पर अपनी खुद की पसंदीदा हूँ में,
सही के साथ सही उसूल है मेरा,
ओर गलत को सही करने की,
"औकात भी" रखती हूँ में।
©sneh-
"મૈત્રી " હૈયાનો સાર લાગે છે,
કોઈ પોતાનું પણ છે,
એવો મીઠો અણસાર લાગે છે,
જિંદગી જીવવાનો અનેરો અવસર લાગે છે,
કડવાશમાં ઘણી મધુર,
આ "સ્નેહભરી મિત્રતા " લાગે છે....
©Sneh-