Priyal Nakrani Vasoya   (Priyal Vasoya)
2.2k Followers · 251 Following

હું મારું મૌન લખું છું!
#microblogger
Joined 7 January 2017


હું મારું મૌન લખું છું!
#microblogger
Joined 7 January 2017
19 FEB AT 11:21

લીધું નથી મે
આ જીવન ગંભીરતાથી,
તે એણેય મને ક્યાં
ક્યારેય મહત્ત્વ આપ્યું છે!

-


18 FEB AT 19:28

જરાક જો શોધ્યું હોત મે ક્યારેક,
હું મારામાં જ ક્યાઈક મળી ગયો હોત મને.

-


17 FEB AT 21:45

સાવ સામાન્ય નામ છે મારું,

છતાંય તારા હોઠે આવે
તો ખાસ લાગે છે.

-


16 FEB AT 21:20

કેટલીય વાતો ભેગી કરું છું
તને કહેવા માટે.
તું મળે ત્યારે,
માત્ર તને સાંભળ્યા કરવાનું
મન થાય છે.

-


15 FEB AT 15:01

વાર્તા હતી તો ટૂંકમાં પત્યું
તારું મારું પ્રકરણ,
નવલકથા જો હોય તો કદાચ લાંબુ હોત.

-


14 FEB AT 8:24

ખારો છે, કહેતાં કહેતાં
દરિયો એ પીતાં રહ્યાં,
એ દિલ તોડતાં રહ્યાં,
અમે પ્રેમ કરતા રહ્યાં.

-


13 FEB AT 9:59

તને જે કેહવું છે
એ તારા સિવાય
બીજા બધાને કહી શકું છું.

તને નથી કહી શકાતું
એની જ તો મજા છે.

-


12 FEB AT 8:39

ગઈ ક્ષણે જેવો હતો,
આ ક્ષણે એથી વધુ થાય છે.
તને જ્યારે જ્યારે જોઉં છું
ત્યારે ત્યારે ફરી તારાથી પ્રેમ થાય છે.

-


11 FEB AT 8:09

તમે મળ્યાં મને
એની આ મેહેરબાની છે
કે ખુદને થોડું વધુ ચાહી શક્યા અમે.

-


10 FEB AT 7:39

નથી જ્યાં તું,
ત્યાં પણ તું જ હોય છે.
આ પ્રેમ છે પ્રીતમ!
તારી હાજરીમાં હોઈ છે અસર જેટલી
તારી ગેરહાજરીમાં એથી વધુ હોય છે.

-


Fetching Priyal Nakrani Vasoya Quotes