લગ્ન પછી ગ્રહપ્રવેશ કરતી પુત્રવધૂ ને કુમકુમ ના પગલા પાડતી જોઈ એક પિતા એ વિચાર કર્યો કે આ પગલા કુમકુમ ના ભલે હોય, પણ હકીકત મા તો એ એક પિતા ના હૃદય મા વેહતા રક્ત ના પગલા છે.
-
આજે આંજી દઉં કાજળ, કાગળ જોને દુલ્હન જેમ સોહાય છે .
ક્યાંક નજર ના લાગી જાય,એટલો નમણો અને સુંદર વર્તાય છે..
ઓઢી રંગબેરંગી ઓઢણી શ્યાહી ભરેલી, મંદ મંદ મુસ્કાય છે...
સોનેરી શબ્દોના આભૂષણ સજાવી, અત્યંત તેજ છલકાય છે..
વેદના ભરેલી વિદાય નહિ કરું તારી,
.
.
.
સારું તું સમાજના નિયમોથી આઝાદ ગણાય છે...!!
-
તારી વિદાય દીકરી વસમી લાગશે,
તારા વિના ઘરમાં કંઈ કમી લાગશે,
હાથ થામી અહીંથી કાલ ચાલી જઈશ,
આંખો શું આ હૃદય માં નમી લાગશે,
સુનકાર વ્યાપી જશે ઘર-આંગણ માં,
આ જિંદગી ની રફતાર જામી લાગશે,
આંખનાં પલકારામાં તું મોટી થઈ ગઈ,
કન્યાદાનમાં નવો અવતાર જન્મી લાગશે,
તારાં પ્રતાપ એ જનક ને મળીતી જાનકી,
તારાં વિના અહીં આરતી માં ખામી લાગશે...-
દીકરી જયારે વિદાય કરીએ ત્યારે
એવું લાગે છે આપણો આત્મા
આપણા શરીર માંથી
અલગ થઇ રહ્યો છે.-
ખોબો માટી આણું તારૂં...! લે આ દીકરી,
વિદાય ટાણે આંસુ સારતી બોલી માઁ દીકરી ને
જાય સાસરી મારી લાડકી,વિદાય લાગે વસમી
આજ થી એ ઘર તારૂં, છોડજે પિયર ની માયા
સુખી થાજે એ ઘરમાં તું ,આશીષ વદને બોલી
ઘર ના ક્યારાની માટીમાં ભેળવી આ માટીને
સુંદર ઉપવન બનાવજે પ્રેમથી બાગબાની કરીને
સંસ્કાર મારા કુળના ત્યાં જઈ દીપાવજે
ફરિયાદ લઈને ના આવ કદી તું પિયરીએ
હળીમળીને રહેજે જેમ દૂધ માં સાકાર...
અમ તુજ સરખા માતાપિતા એ સંભાળજે તું જીવ થી
ના દેખાડીશ વૃધ્ધાશ્રમ એમને,અમ તુજ સરખા ગણજે
પારકાં ને પોતાના કરવા લાગે જરા એ વસમું
દુનિયા ની વાતો મરી મસાલો,ના મન પર લે જે
એક કાન થી સાંભળીને બીજા કાને થી કાઢજે
પ્રેમ થી જતન કરી ને એ ઘર ને કરજે પવિત્રપાવન..!
દીકરી...!મહેનત થી થયું હશે એ ઘર શુન્ય થી સર્જન
ખુશ થાજે જોઈ એ ઘર, ઝુંપડી ને મહેલ માનજે
ના કરીશ તું ક્યારેય સરખામણી,પિયર સાથે એની
ના કરીશ વખાણ પિયર ના સાસરિયા ની સામે
જતું કરવાની ભાવના મનમાં થોડી રાખજે
દુ:ખી ના રહીશ તું મનથી,હસતી રહેજે એ ઘરમાં...!
પતિ ની તું પ્રાણ પ્યારી , પુરજે હર ખ્વાઈશ એમની
આટલી શીખ ને માન્ય રાખીશ તો ઘર સ્વર્ગ સમું થઈ જાશે ...
સુખી જીવન થઈ જાશે....
ખોબો માટી આણું તારૂં....! લે આ દીકરી....!
વસિયત એને માનજે......!!!
-Bindu✍️
*******
-
લખે કાગળિયા દીકરી,બાપુ આજ પારકી થાય,
કેમ આ દુનિયામાં આવા ઉલટા આ વાયરા ફૂંકાય!
ઘટે ગાડું બાપુ ઘર તારું જો ને આખું ખાલી થાય,
દીધા ઘરેણાં,દીધી મેહલાતું તોય ઉણપ વરતાય,
હું નથી ઘરની લક્ષ્મી બાપુ લક્ષ્મી તો અભરે ભરાય,
તારી આ લાડકી જો આજ એનાં ત્રાજવે તોલાય,
ખમીરવંતો બાપુ મારાં સિદ આજ વિહ્વળ દેખાય,
ચકલીને તારી કેમ આજ આંગણે થી વિદા કરાય,
ત્રાડું નાખતા બાપુ મારાં કેમ આજ હિબકે ચડાય,
જાણો તો છો બાપુ દીકરી પારકી થાપણ કહેવાય,
રોતા મેલી બાપુ તમને મારા થી કેમ કરી ડગ મંડાય,
તારી દીકરી બાપુ જો તારા દીધેલ સોનામાં તોલાય..-
“વિદાય”
કેમ રે વેળા આટલું
તેજ તું ભાગે રે..?
જરાક ;
રોકાય જાને અમારા માટે,
હજુ તો યાદોની વાતો
બાંધવાનું બાકી છે..!
ચૂપ થયેલા શબ્દો
હજુ શોધવાના બાકી છે..!
થોડું હસીને હજુ
રડવાનું બાકી છે..!
જરાક રોકાય જાને
અમારા માટે..!
-
વિદાય...
ત્રણ અક્ષરનાં શબ્દ માં ઘણી વ્યથા સમાણી,
વિદાય શબ્દ બોલતા જ આજે આંખો છે રિસાણી,
સદીઓ સુધીના તૂટે એવો છે સંબંધ,
પ્રસંગ છે વિદાય નો એથી લાગણી છે ભરમાણી,
હકીકત માં તો વિદાય આપી છે સમયને,
સંબંધ તો છે ને રહેશે, એ જ જિંદગી ની કમાણી,
દરિયાએ પણ આપી હતી વિદાય કિનારા ને,
સમયની એ સાબિતી કે કિનારાની જગા નથી પુરાણી,
છૂટા પડવું એવો નથી અર્થ વિદાયનો "રિંકલ",
શબ્દો ની કરામત સમજ્યા ત્યારે જ લાગણી જીવાણી,
વાયદો કર્યો આવવાનો વરસાદે, રેતી રણની શરમાણી,
મળીશું હંમેશા એ વાયદા સાથે આજની કરીએ ઉજાણી.-