એકવીસમી સદીમાં..
ગુમરાહીના પંથે છું.
ખુદની વિચારક્ષમતાને
કરી સેલફોનને હવાલે..
દુર્દશા તરફ, અગ્રસર છું.
કુટુંબપ્રેમ, ઘર્મપ્રેમ, દેશપ્રેમ..
નાં પૂછશો મને..
અલિપ્ત દુનિયામાં, વિહરતી
નિસ્તેજ યુવાની છું.
ખુદની માનસિક ક્ષમતા બુઠી કરી
રાજનીતિ અને વ્યાપાર એષણાનું
એક સબળ હથિયાર છું.
માયાવી દુનિયા ને હકીકત નો અસ્વીકાર..
ભટકી રહેલ પૂરી પ્રજાતિનું..
હું સુકાન છું..
હું આજ નો યુવાન છું.-
ચોમેર અંધારને ચીરતાં ઉજ્જવળ પ્રકાશનું ફરમાન છું
ઉષા કિરણથી ઉજાસિત આભનું તપતું એક પ્રમાણ છું
હા, હું યુવાન છું...
આશા ને આકાંક્ષાઓનાં દ્વંદ્નની સતત એક રમખાણ છું
એકાગ્રતાથી મથવાને કોઈ લક્ષ્યપ્રાપ્તિનું એક પ્રયાણ છું
હા, હું યુવાન છું...
વીતી ચૂકેલાં શૈશવ સહિત ભાવિ ઘડપણનું હું સ્થાન છું
શમણાંઓ કાજ આ ઈચ્છાઓને શેકતી એક મશાલ છું
હા, હું યુવાન છું...
જિજ્ઞાસા ઉછેરતાં જ્ઞાનવૃક્ષને છાંયડે થઈ રહેલું ધ્યાન છું
ઈચ્છાઓના ભાડે વસેલી આશાનું હું જર્જરીત મકાન છું
હા, હું યુવાન છું...
બળબળતી બપોરે તપતી રે કોઈ વૃક્ષની એકલી ડાળ છું
મધ્યાહનની તપિશમાં ચળકતાં ઉબરાંનું એક નિશાન છું
હા, હું યુવાન છું...
ઝાંખી પડેલી યાદો વાગોળવા ધીમેથી ઉતરતી સાંજ છું
બળી ચૂકેલાં શમણાંઓની રાખે સુશોભિત સ્મશાન છું
હા, હું યુવાન છું...-
હું મુસીબતોને હરાવતો યુવાન છું,
લોકોનાં દિલમાં વસતો જવાન છું.
હું પ્રગતિનો હરહંમેશ સિદ્ધાંત છું,
લોકોનાં જ્ઞાનની દિશામાં વેદાંત છું.
હું દેશદાઝની ભળભળતી આગ છું,
લોકોનાં મનમાં આશાઓનો રાગ છું.
હું ભવિષ્યના ભારતનો પરિચય છું,
લોકોના દિલમાં શક્તિનો સંચય છું.-
હું જીવનના ઘડતરની
સૌથી શ્રેષ્ઠ કમાન છું
જેના પર નભે છે
ઘર પરિવાર દેશ દુનિયા
અને આખુંઆયખું
હું તેના આધાર સમાન છું
જેના કઠોર પરિશ્રમ થી
ધરતી હરિયાળી છે
હું તે કીસાન છું
કરે છે દેશની સેના જેનુ સન્માન
હું તેવા શૂરવીરોનુ શૂરાતન છું
જે હવે સિમીત નથી અને
અંતરીક્ષ સુધી પહોંચી ગયું
હા હું તે જ્ઞાન છું
હા હું યુવાન છું હા હું યુવાન છું...
-
આંખોમાં સ્નેહ દિલમાં ધગધગતો આગનો ગોળો રાખું છું
યુવાન છું દુનિયા જીતવાના સપના રાખું છું
કઈ દો સંકટોને દૂર રહે મારાથી સંકટોને મારવાનું સાહસ રાખું છું
યુવાન છું દુનિયા જીતવાના સપના રાખું છું
આંખોમાં સપના અને અડગ મન રાખું છું
યુવાન છું દુનિયા જીતવાના સપના રાખું છું-
ઘટના ઘોડા બેફામ હંકારતો હું યુવાન છું,
સતત ક્રાંતિ જે સુણી શકે હું એ કાન છું,
ગુલામી વિચારોની અમને ફાવે નહીં,
હરક્ષણ મનમાં ગુંજે, એવી આઝાદીનું હું ગાન છું,
ચંચળતા નું ઘર છે મારું હૃદય,
પણ સ્થિર લાગણીઓથી હું સભાન છું,
જોમ,જોશ,જુસ્સો હો જેની ડાળખીઓ,
એ અડગ વૃક્ષનું સાવ તાજું હું પાન છું,
દેશ ખાતર લાખ વાર ફના થઈ જઈએ,
ખાખી વરદી ને ખભે શોભતું હું સ્વમાન છું..-
દિલથી અને આત્માંથી,
હા, હું યુવાન છું
આત્મવિશ્વાસ થી,
હા, હું યુવાન છું
અને રહીશ છેલ્લા શ્વાસ સુધી.-
મળ્યો આ મહામૂલો માનવદેહ
ક્યાં સુધી વેડફાશે આ યુવાની...??
થોડો વિચાર કરી લે યુવાન...
પશ્ચિમી સંસ્કૃતિને અપનાવીને
શું આમ જ અભડાશે આ યુવાની...??
થોડો વિચાર કરી લે યુવાન...
ગુટખા, તમાકું, સિગારેટ ને દારૂ
શું આમ જ વીતશે આ યુવાની...??
થોડો વિચાર કરી લે યુવાન...
સિનેમા ને મોબાઈલની માયાજાળમાં
ક્યાં સુધી અટવાશે આ યુવાની...??
થોડો વિચાર કરી લે યુવાન...-
યુવાની ની આ ઢળતી સાંજે ,
બાળપણ ની યાદ લઈને બેઠો છું..
આ સ્વાર્થી અને છળકપટ ની દુનિયા માં,
બાળપણ ના એ નિસ્વાર્થ મિત્રતા ની યાદ લઈને બેઠો છું..
છે આજે મોટી ગાડી, ઘર અને દરેક સુખ સુવિધા,
છતાં પણ બાળપણ મા એ ચાવી થી ચાલતી ગાડી નો આનંદ મન મા લઈને બેઠો છું..
ઉડુ છું આજે આખા જગત થી ઉપર,
છતાં પણ કાગળ ના એ વિમાન ની મજા હૃદય મા લઈને બેઠો છું..
સમય વીત્યો અને ખોવાયો હું યુવાની ના દરિયા માં,
એ દરિયા માં પણ મારા બાળપણ ને શોધવા બેઠો છું..
રૂપિયા અને સફળતા ની આ મોહમાં મા એટલો મોટો થઈ ગયો,
કે એમાં મારું ચંચળ બાળપણ જ ખોવાઈ ગયું..-