કે તું આવે ને ટાઠક વળે,
અધૂરું કશુંક સળવળે,
મોહરે મનના મનોરથો,
હૈયે થોડી થોડી કળ વળે.
જીવન થોડું જળહળે,
અધૂરપ પોહચે તળે,
નિયમ એ જ જીવનનો,
શોધો કંઇક ને કંઈક મળે.
ઈચ્છા એ જ તું ગળે મળે,
ને અસ્તિત્વ મારું ઓગળે,
સફળ એનું જીવન ગણજો,
ભીંજાતા આવડે જે પળે....
વોરા આનંદબાબુ...અશાંત...-
Life's every chapter has its own significance,It's changing every moment,
It can not be true and constant in all phase.-
જીવનનો સાચો અર્થ આપ્યો ભીમરાવે,
સદીઓમાં એકાદ આવો વિરલો આવે,
ત્યાં પોહચાડ્યા અમને,જ્યાં ઘણા કહેતા તા,
આ આવશે અહીં તો અમને નહીં ફાવે,
ભલે તું તારા ભગવાનના મંદિર સોનાંથી મઢાવે,
ભલે તું એના ચરણોમાં છપ્પનભોગ ચડાવે,
અટકીશ જે દિવસે અસ્તિત્વની લડાઈમાં
સંવિધાન સિવાય કોઈ નહીં બચાવે.-
પાંગરે ઇમારત પ્રેમની ચાર પાયા પર,ત્યાગ,પ્રેમ,સમર્પણ,વિશ્વાસ...
તો બંધન તૂટે ના પ્રેમ નું,ભલે ને ખૂટે શ્વાસ.....
થઈ જાય જીવનસાથી જીવન સમસ્યાથી હતાશ કે નિરાશ,
હાથ પકડી કેજો એને,હું સદૈવ છું આસપાસ....
પ્રભાત પરોઢે જેમ પરોવ્યાતા શ્વાસ માં શ્વાસ,
એમ જીવન સંધ્યા એ પણ બનજો જીવન ની આશ....
છોડવું પડે તો છોડી દેજો એના માટે ઐશ્વર્ય નું આકાશ,
તો સાથ આપી એ પણ સફળ બનાવશે તમારો સહવાસ....
ભીતરમાં જો રહે ભવોભવ સાથે રેહવાની ભીનાશ,
તો કોઈ દી નૉ થાય તમારા સુખી દામ્પત્યનો વિનાશ....
ખોટી ઈચ્છાઓ,અપેક્ષાઓ છોડી કરશો એકમેકના હૃદયમાં વાસ,
તો રચાશે ઈશ્વરના દરબારમા તમારો અનોખો ઇતિહાસ....
વોરા આનંદબાબુ... લખ્યા તારીખ..16/11/2010 ..મંગળવાર..6:29 સાંજે....
-
આવી નવી દિવાળી, જૂની દિવાળીને કહેવા,
નિશાળે હતા વેકેશન ને જાતાં ગામડે રહેવા,
એકાદ જોડી કપડાં ને બુટમાં કેવા ખુશ થઈ જતા,
નહોંતી એ સમયે મોંઘી મીઠાઈઓ ને મોંઘા મેવા,
એક બે તારમંડળ,બંદૂકડી ને રોલ,મોંઘા ફટાકડા કેવા,
આપણને ઈર્ષ્યા નહોતી,આપડે જેવા હતા એવા,
કોકને કડકડતી નોટો મળતી ને આપણને બે નો સિકકો,
સિક્કો સાચવી રાખતો,સોલ્જરીમાં ક્રિકેટનું બેટ લેવા,
દિવાળીએ ચમક ચુના સાથે ભેળવતા કલર કેવા કેવા,
થોડા પૈસા હાટુ, પગે લાગતા વડીલોને,ને કરતા થોડી સેવા,
નવ વર્ષની એ ઉર્જા ને જીવંતતા ક્યાંથી પાછા લાવવા,
ઉપાય એક જ,મન ને ઘર બનાવીએ,ભીતરના નાના બાળકને રહેવા,-
આસુરી વિચારો પર વિજય કરો,
ભીતરી શુદ્ધતા નો કાયમ જય કરો,
કામ,ક્રોધ,લોભ,મોહ,ઇર્ષ્યા,આવશે બધું,
જાત ને એની સામે અજય કરો...-
માં અને માતૃભૂમિ બેયનો જન્મદિન છે આજે,
મન તમારા બેયના ઉપકારમાં તલ્લીન છે આજે,
એવી વરસાવી છે કરુણાની હેલી અમારા પર,
સુખથી ભીની,અમ જીવનની જમીન છે આજે,-
આજ ભલે આ સુંદર સફરનો અંત છે,
પ્રગતિ ને પરિવર્તન તો જીવનપર્યંત છે,
સતત ચાલ્યા કરો,તો ક્યાંક પોહચો,
જીવનની આ યાત્રા તો અનંત છે,
આ વટવૃક્ષની ડાળ બની શકયાનો આનંદ છે,
મારા હૃદયમાં અકબંધ ,એની સુગંધ છે,
આ સાથે કામ કરનારા દોસ્તાર કયારે બની ગયા,
એમાંથી કેટલાક તો મારે મન સંત છે,
ગ્રાહકોનો સંતોષ ને કર્મચારીઓની પ્રતિબદ્ધતા,
આ બે થકી જ તો આખી SGB જીવંત છે....-
જ્યાં જઈશું ત્યાં AC વાળો હોલ મળશે,
પણ SGB જેવો માહોલ ક્યાં મળશે,
મળશે થોડી બરછટ સૂચનાઓ,
દોડીને પૂરો કરવાની ઇચ્છા થાય એવો કોલ ક્યાં મળશે,
મળશે તોડી નાખે એવા ટાર્ગેટ સૌને,
મનમાં જાતે નક્કી કરેલો ગોલ ક્યાં મળશે,
કામ કર તમતમારે,ભૂલ થાય તો હું બેઠો છું,
આવા હુંફભર્યા ને ટેકા વાળા બોલ ક્યાં મળશે,
કર્મચારીનું કૌવત માપવાના ત્રાજવા લાવશો તમે,
પણ વિશ્વાસ,મદદ અને કોઠાસૂઝના ત્રણ તોલ ક્યાં મળશે,-
એ બાપ,થોડો ઓછો અને માપમાં વરસ,
છતર નથ જેના માથે,એની તો ખાજે તરસ,
કોરોનાએ કાંઈ ઓછા ધમરોળ્યા તા વ્હાલા,
કે હવે તું ય એના જેવું તાંડવ કરશ...
-