મૃત્યુ પછી
('ટૂંક નોંધ' કેપ્શનમાં)-
શબ્દ :- સ્પર્શ
મનનું દુ:ખ,
સ્પર્શે જો કાગળને,
કલમ રડે.
હોય જો ખુશી,
સ્પર્શે જો મનને, તો..
કાગળ હસે.
ઝાકળ બિંદુ,
સ્પર્શ થાય જો ધૂપ,
મૃત્યુને વરે.
માટીનું તન,
સ્પર્શ થાય જો મૃત્યુ,
માટીમાં ભળે.
અંત સમય,
સ્પર્શ હોય માતાનો,
પરમ શાંતિ.
જાગૃતિ કૈલા
(મોરબી )
-
વગર કહે જો મોત પણ આવી વરસી પડે,
તો મારું જાવવું તારા માટે સાર્થક થઈ પડે.-
ના વિસરી શકું હું જીવનભર એવી , મને હર એક ક્ષણ દેજે ,
યથાવત રહે મૃત્યુ પછી પણ એવું એની સાથે નું મને સગપણ દેજે !-
મને એક ગૃપમાં ટાસ્ક મળ્યો કે
જો હું કાલ મૃત્યુ પામું તો આજે..🤔
ટાસ્ક મળ્યો તો લખવું તો પડેજ..
લખું તો તમારે વાંચવું તો પડે જ..
So please read in caption.....
-
જીવનના ઉત્સવ અને મૃત્યુના મહોત્સવ વચ્ચે
કર્મ ના નામે બાંધી લઉં સ્વયં સુદર્શનધારી ને.. !
માધવ, તે આપેલા એ પળેપળ ના સંઘર્ષ વચ્ચે
મુકુટ નહિ તો ચમકાવી લઉં તલવારની ધાર ને..!-
મૃત્યુ પહેલા ખુદા કરે અેક અેવી ક્ષણ આવે,
સનમ આવે કે ન આવે મને અેનું સ્મરણ આવે.
-
આવ્યા એ તો કાલે જવાના પાછા
આજીજીએ પણ નહીં આવે કદી'યે પાછા..,
કદર કરી લેજો એની ટાણે
ગયા પછી તો ક્યાં ઈ જાણે..?
કસર કાઢવામાં કચાસ કરી લેજો
કેમકે ...
માર્યા પછી "પછતાવો" ઈ નહીં ભાળે..!
-
મળ્યો છે વખત વિતાવી લેજો સાથે
સમય વિત્યે રહેશે ઘડી બંધ હાથે
લટકી રહી છે કાળની કટારી માથે
જન્મી જ છે જિંદગી મોત ની સાથે
ન લાવવું લઈ જવું કાંઇ કોઈ સાથે
મુઠ્ઠી બાંધી લાવ્યાં કર્મ એ જ હાથે
ગુજરી જવાનું સમય જેમ સમય સાથે
વીત્યા સમયની ટીંગાય તસ્વીર ભીંત માથે
- #₹पल
-