નયન સ્તબ્ધ રાહ પર, વીતી પાંચ શતાબ્દી,
સરયુ ભરી 'તી શવથી, રેલાશે અમી રામ,
હવે પધાર્યા, રામ.... ભલી તારી અયોધ્યા.-
માન્યું કે, અવિશ્વાસનો ગાઢ અંધકાર છે તુજ મનમાં,
પણ ધ્યાનથી જો, ક્યાંક પ્રેમ રુપી કમળ ખીલ્યું હશે.
સ્વિકાર્યું તું સત્ય કહે છે કે, “ દેહ દ્વારિકે ને છે ગોપાલ ગોકુળમાં ”;
ધ્યાનથી જો, અષ્ટપટરાણી મધ્યે ક્યાંક રાધા નામે કમળ ખીલ્યું હશે.
ક્યારેક તો ફરી ખખડાવી જુઓ 'સ્નેહ હ્રદય'નાં દ્વાર,
કૃષ્ણમુકુટ પર મોરપીંછ સમું તુંજ નામે કમળ ખીલ્યું હશે.-
કંગનનું ખનખન હજુયે કાને ગુંજે છે,
અધર હેઠે તલ હજુયે આંખો આંજે છે.
એક નજર જોવા કાજે હજુયે મન અતિ તરસે છે,
હા,તે કરેલો એ સ્પર્શ હજુયે 'સ્નેહહૃદયે' ધબકે છે.-
યાદ છે ને....તારી વાતોમાં મારું ઓગળવું,
પણ હવે આંખો ય ક્યાં મળે છે...??
હવે ક્યાં એ સાંજ પડે છે...!-
આજ ફરી થયા છે પ્રહાર હ્દયના એ રૂઝાયેલા ઘાવ પર ;
ફરી ઢોળાઈ છે લાગણીઓની સ્યાહી પુરાણા પ્રેમપત્ર પર..!
જુની યાદોની રજકણ ફરી ઉડી છે આંખોની પાંપણ પર;
સાચવી રાખેલ અશ્રુધારા ફરીવળી આંખોના બંધ પર..!-
र्सांची र्सांची कहे एक बात प्रिये...
इत्तो रूप ळावे कठा स्यूँ थू...?-