Pragnesh Nathavat   (pagu)
586 Followers · 62 Following

read more
Joined 13 December 2018


read more
Joined 13 December 2018
17 JUN 2022 AT 8:55

અને મુક્તિ આનંદની.

બન્નેને જેમ કરવું તેમ કરે.

આપણે કેટલા ટકા!

-


19 MAR 2022 AT 8:58

રાખવું જોઇએ

-


28 APR 2020 AT 9:50

હું એથી જરા ઝળહળીને ઉભો છું
ફરીથી સ્વયંને મળીને ઉભો છું.

ઠરે રાખ તો માંગ એનાથી ભરજો,
વ્યથા ના કરો કે બળીને ઉભો છું.

ભલે લાગું અક્કડ, જુઓ દૂર જઇને
તમારી તરફ હું વળીને ઉભો છું.

જો મન હો તપેલી, બને તેલ યાદો
બધાં દ્રશ્ય જૂનાં તળીને ઊભો છું.

બધાં લોક વ્હેણે વહ્યાં જડ બનીને,
ને હું છું કે જે ઓગળીને ઉભો છું.

-


10 JAN 2020 AT 8:31

દૂર જવાની ઇચ્છા નહોતી, પાસે રહેવા કારણ નહોતું
આ વધતા ઘટતા અંતરનું કોઈ અકસીર મારણ નહોતું.

તું કહેતી કે, 'ઉભા રહો ને!' હું કહેતો કે, 'ચાલને સાથે!'
ચર્ચા એવી છેડી 'તી કે જેનું કંઇ પણ તારણ નહોતું.

શોધું તો શોધું હું ક્યાંથી? ક્ષણ વિતી ગઇ, જગ્યા રહી ગઇ
વફાદાર એ સ્થિર જગ્યાને ક્ષણનું કંઇ સંભારણ નહોતું.

અમુક હતી જે જવાબદારી જકડી શકતી મૂળથી મુજને,
તારા હળવા સંવેદનનું એવું મોટું ભારણ નહોતું.

મટી ગયું જે બહુ દુખ્યું 'તું, કાળે રુઝ આવી ગઇ ઘા પર
ડાઘ રહ્યાં જે વાગેલાનાં એનું કંઇ નિવારણ નહોતું.

ચહેરા પર સ્મિત ધરી શક્યો હું, ક્ષમા ધરી 'તી મનમાં તો પણ...
ભૂલીને આગળ વધવા ઝંખનનું દિલમાં ધારણ નહોતું.

- પ્રજ્ઞેશ નાથાવત 'પગુ'

-


24 DEC 2019 AT 13:12

અંધારું

(કેપ્શનમાં ટૂંકી વાર્તા)

-


7 SEP 2019 AT 8:04

શું પામ્યો એ ગણી જોયું તો બખાડો થઇ ગયો,
ખુશીઓ ભડકે બળી ગઇ ને ધૂમાડો થઇ ગયો.

સફળતાની આ ટેકરી ચઢી ઝંડો ફરકાવવો હતો
સામે ઉગ્યો મોટો પહાડ તો અહીં ખાડો થઇ ગયો.

બુંદ બુંદ કરી વર્ષોમાં આનંદનો ઘડો ભર્યો હતો
અસંતોષની ઠોકર લાગી અને એ આડો થઇ ગયો.

સૂતરના તાંતણા જેવો હલ્યો જે આવેગ દિલમાં
એ જોત જોતામાં દોરડા જેવો જાડો થઇ ગયો.

પતંગિયાએ સપને જોઇ મોહીત કરતી જ્વાળા,
ભર ઉંઘમાં અને અડધી રાતમાં દહાડો થઇ ગયો.

અફસોસ અને ઉમંગ આજે ટકરાયા સામસામે.
જે જામ્યું ધમસાણ, અંતરમાં અખાડો થઇ ગયો.

વસ્તીથી દૂર ક્યાંક ઝૂંપડી બનાવી હતી 'પગુ'એ.
બધાની નજર પડી અને ત્યાં પણ વાડો થઇ ગયો.

-


4 AUG 2019 AT 18:08

મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,
સુખમાં પાછળ પડી રહે ને દુ:ખમાં આગળ હોય.

મિત્ર એવો શોધવો જે ગાલ સરીખો હોય,
આંખે વહેતા આંસુડા રગડાવે સીધા ભોંય.

મિત્ર એવો શોધવો જે છાલ સરીખો હોય,
શીત ઉષ્ણે રક્ષણ કરે... પોતે કોહવાઈ તોય.

મિત્ર એવો શોધવો જે સવાલ સરીખો હોય,
સામે આવી ઉભો રહે... કરતા નીચું કામ કોઈ.

મિત્ર એવો શોધવો જે ફાલ સરીખો હોય,
મિત્રતા એમ સીવડાવી દે, જેમ દોરા સંગ સોય.

-


16 MAY 2019 AT 0:07

Half the year sun showers its heat in Ahmedabad,
still people carry on their treat in Ahmedabad.

Lunch may be full but just Khichdi makes dinner,
cause panipuri is served in every street in Ahmedabad.

When in hurry, drive your car in BRTS lanes
Rules have flexible ways to fit in Ahmedabad.

Riverfront, Kankariya, Law and other gardens...
plenty cool spots amidst concrete in Ahmedabad.

Each and every city has its own style and attitude,
but hearts have their own ways to beat in Ahmedabad.

(please care to read full poem in caption)

-


7 APR 2019 AT 10:55

નાસ્તિક બનીને કોઈનું ભલું કરું,
સ્વર્ગની લાલચને હું ના વરું.
હું તો એમ પણ કોઈનું ખરાબ ના કરું,
નરક રૂપી જૂઠાણાથી હું કેમ ડરું?
કુકર્મથી બચવા પાપનો ડર જરુરી નથી.
સત્કર્મ માટે પુણ્યનું ગાજર જરુરી નથી,
સારો છું તો સારો જ બનીને રહું,
સારપ સાગરને ધર્મ ગાગર જરુરી નથી.
જો મૂર્તિના ડરે જ આપણે નૈતિકતાથી ટેવાઈએ,
તો વ્યક્તિ તરીકે ધરતી પરનો બોજ કહેવાઈએ.

-


3 OCT 2021 AT 20:12

"यह ब्रह्मांड की रचना किसी भगवान पर नहीं,
भौतिकशास्त्र के नियमो पर भी नहीं,
किंतु पूर्ण तरह से गणित पर आधारित है"
यह सच मैं जानते हुए भी स्वीकार नहीं कर पाता।

-


Fetching Pragnesh Nathavat Quotes