QUOTES ON #મૃત્યું

#મૃત્યું quotes

Trending | Latest
7 AUG 2017 AT 9:36

આંખોમાં આંસુઓની ભીડ જામી આજ,
લાગે છે કોઈ સપનું મરી પરવારયું આજ....

-


25 JUN 2020 AT 22:47

સમય સ્થળ સંજોગો મને ક્યાં લાગૂ પડે છે
વગર આમંત્રણ અને આવકાર વગર મને આવવું પડે છે

કેટલી ઈચ્છા અધૂરી રહી જાય ને
મૃત્યુ આવીને ઉભુ રહી જાય

દરિયા સમા સપના અધુરા રહી જાય
ને જીવન વહેતું થઈ જાય

કેટલાય સબંધો નામના જ રહી જાય
ને જીવન નૈયા ડગ મગી જાય

કેટલી મહત્વાકાક્ષાઓ દિલ માં રહી જાય
ને દિલ વહેતું બંધ થઈ જાય

કેટલી તમન્નાઓ થંભી જાય
ને કુદરત ના તેડાં આવીને ઊભા રહી જાય

લોકો કહે છે એક દિવસ મરવું જ છે ને તો ડરવું શુકામ?
તો દરરોજ દરેક પળ ને સાવચેતીપૂર્વક જીવો છો શું કામ?

જીવન ની દરેક ક્ષણ ને માણી લ્યો સાહેબ
મૃત્યુ પછી પાછું નથી આવી શકાતું

દરેક દિવસ છેલ્લો છે એમ માનીને જીવી લ્યો સાહેબ
મૃત્યુ તમને પૂછીને નથી આવતું.

-Bhagyshreeba jadeja


-



જીવી લે મનભરી ને જીવડાં
ક્ષણભંગુર છે માટી ની કાયા...
જનમ થયો છે આ દુનિયામાં
મૃત્યુ પણ થશે ઓ જીવડાં
જીવી લે મનભરી ને જીવડાં....

મારૂં તારૂં કર ના જીવડાં
સઘળું અહીં રહી જવાનું જીવડાં
એકલો આવ્યો એકલો જવાનો
જીવતર એવું જીવી લે જે
સત્કર્મ નું ભાથું બાંધી લે જે
જીવી લે મનભરી ને જીવડાં...

અંતિમક્ષણ આવશે જ્યારે
જીવ ઘણો મુંઝાશે ત્યારે
હજાર નાડીઓ તુટશે ત્યારે
આત્મસાત ઈશ્ર્વર નો થાશે
મોક્ષમાર્ગ થઈ પ્રાણ નીકળશે
ભજી લે તું ઈશ્વર ને જીવડાં....!!!

-Bindu✍️...
********







-


21 JUN 2018 AT 22:07

મૃત્યુ ને પણ આજે જીવવાની તમન્ના થઇ ગઇ
તારા શબ્દો શું મળ્યા,
મારી ચાહત ફરી બેપનાહ થઇ ગઇ...!

-



મૃત્યુને પણ જીવવાની તમન્ના થઈ ગઈ,
ઝઝૂમતી ઝિંદાદિલી પર ફના થઈ ગઈ.

#KunjKalrav

-


20 SEP 2022 AT 21:23

બધું જ બદલાઈ જશે 🙂
સીવાય એક : મૃત્યુ નું સમય— % &

-


18 APR 2019 AT 0:56

"ઈશ્વર ને અરજી"

લાગણીહીન ઓ પ્રભુ!,ન પ્રકાશીસ તારું પોત,
હે ઈશ્વર!મારા સ્વજનો ને,ના આપજે કદી તું મોત,

ભરખે અસંખ્ય ને રોજ ,કોઈ દી'ના તારો જીવ મુંઝાય,
પણ મારે મન તો કાગડાની રમત, ને દેડકા નો જીવ જાય,
જીવન-મરણ નો તારે ખાતે,ચાલતો ભલે નફો-ખોટ,
હે ઈશ્વર!મારા સ્વજનો ને, ના આપજે કદી તું મોત.

જાણું છું નથી કોઈ અમર.., આવે તે અચુક જવાના,
પણ આતો બસ..મન ને મનાવવાના,માત્ર છે બહાના,
સંસાર નો છે આજ નિયમ,ભલે હોય તારી દલીલ સચોટ,
હે ઈશ્વર!મારા સ્વજનોને ,ના આપજે કદી તું મોત.

સાવિત્રી ને મળે કેમ,એનો નર પાછો?!?
એવો ઈશારો કોક દી',અમનેય કર આછો,
અમેતો માયાળુ માનવી,સાવ ભોળા ને ભોટ,
હે ઈશ્વર!મારા સ્વજનોને, ના આપજે કદી તું મોત.

કરું"નવલા નજરાણા"થકી,આ નજીવી અરજી,
બાકી જીદ્દીલો તું ક્યાં માનવાનો!,ચલાવીશ બસ તારી જ મરજી,
ચાલે જીવન માં સુખ-દુઃખ, જાણે ભરતી ને ઓટ,
હે ઈશ્વર!મારા સ્વજનોને, ના આપજે કદી તું મોત,

-


12 APR 2021 AT 13:34

જીવનમાં બે પન્નાં જન્મ અને મૃત્યુ
તો ભગવાને ચીથરીને આપેલાં જ છે,
આપણે માત્ર એક જ પન્નું
જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમય એ ચીથરવાનું છે,
પણ એ જ પન્નું અટપટું છે.

-


6 MAR 2024 AT 23:25

મૃત્યું એટ્લે જીવનનું ખરું સત્ય,
જીવંત થી અનંત સુધીની સફર.

મૃત્યું એટ્લે સબંધોનું વિસર્જન,
કર્મ બંધન થી મુક્તિ તરફ પ્રયાણ.

મૃત્યું એટ્લે સ્વધર્મનું ખરું તથ્ય,
આરંભ થી અંત તરફની યાત્રા.

મૃત્યું એટ્લે જિજીવિષાની પૂર્ણાહુતિ,
વીતેલા જીવનની સુવાસનો હિસાબ.

મૃત્યું એટ્લે સર્વસ્વ થી સ્વનું ભાન,
સ્વઘર થી સ્મશાન સુધીની આશા.

મૃત્યું એટ્લે મોહ માયા થી પર થઈ,
પંચ મહાભૂત થી પ્રકૃત્તિ તરફ ગતિ.

મૃત્યું એટ્લે શોર થી શાંતિ સુધી,
બાળોતિયા થી કફન સુધીનો પ્રયત્ન.

-


25 SEP 2021 AT 1:08

વાયદાઓ, ઇરાદાઓ ભુલાવી ને ચાલી ગઈ તું
હસતી રહેતી બધી આંખો ને રડાવી ને ચાલી ગઈ તું..

જતાં જતાં પણ કોઈ દેવું તે રાખ્યું નહી,
દર્દ ના પોટલાં અમ પર લાદી ને ચાલી ગઈ તું ...

પગલાંઓ ના નિશાન પણ ન છોડ્યા તે પીયું,
રસ્તાઓ પણ એ સફર નાં મિટાવી ને ચાલી ગઈ તું...

કૈંક એવી ગઇ કે પાછી આવી ના શકે,
એક એવા મુકામ પર આ આંખો ને રડતી મૂકી ને ચાલી ગઇ તું...😭😭😭

-