કહેવત છે કે ફુવડનો મેલ ફાગણે, એમ ગાડીની ધૂળ ચોમાસે....
એકેય ગાડી ઉપર ધૂળ ના મળે😄
-નવ્યાની નજરે...-
કોઈ વ્યક્તિ જેને તમારાથી કોઈ ફાયદો કે નુકસાન ન હોય કે પર્સનલ વેર ઝેર ન હોય એ વ્યક્તિ કોઈ વાતે ટોકે કે સલાહ આપે તો એ સલાહ માનો કે ના માનો એટલીસ્ટ એના ઉપર વિચાર તો કરવોજ.
*કાંઈ કહેવા જેવા જ ન હોય એને કોઈ સલાહ કે ટોકાટોકી કરાય જ નહીં ખોટી ધરમ કરતા ધાડ પડે*
- નવ્યાની નજરે...-
ન્હાયા પછી પાણી લૂછીએ સિયે કે પરસેવો.... ખબર જ ના પડે એવી સિઝન સે....
બડા હી કન્ફ્યુજન હે રે...
-નવ્યાની નોટીનેસ-
ઉતાવળ એ ભૂલની જન્મદાત્રી છે,
ભૂલ એ અનુભવની જન્મદાત્રી છે
અનુભવ સફળતાની મા છે....,
એટલે....
ઉતાવળ એ સફળતાની *પરનાની* છે.
(ઓકે સોરી)😅 (ક્યાં કરું મુજસે મોટીવેશનલ લિખા હી નહિ જાતા, આવાજ ફિયાસ્કા થઈ જાય)
-નવ્યાની નવરાશ🙃-
મેં એને હ્યુમન સાઈઝ ટેડી ગિફ્ટ કર્યું...,
ને એ વાયડી એ એના પાંચ ઓશિકા ભરી લીધા...,
(આમાં કવિ મારા પરમ મિત્ર સે)
-નવ્યાની નોટીનેસ-
અમારે તો રોટલો એકદમ પાતળો જ હોય, અમારે તો રોટલો સાવ નાનો હોય એકદમ મોટી પુરી જેવો ...
વગેરે વગેરે....
અરે યાર રોટલા ને રોટલો જ રેવા દ્યો ને, એને પુરી ભાખરી ને ફુલકા શુ કામ બનાવો છો?
😅😅😅😜😜😜
- નવ્યાની નજરે નડેલ-
લગ્નની ગયેલી સીઝનમાં નવા પરણેલાની આજે પહેલી હોળી....
ને બાકી રહી ગયેલા સિંગલીયાવની આજે *હૈયા હોળી*
બોલેતો *જલે પે નમક ભભરાવને કા મજા હી અલગ હે*
-નવ્યાની નોટીનેસ-
કલમ બે જ પ્રકારની
શ્યાહીથી ચાલી શકે...
એક અનુભવ...
અને બીજી અનુભૂતિ...
-
પ્રોમિસ ડે..
કહીં સુના થા કી વાદે હોતે હી હે તોડને કે લિયે....
તો હું કોઈ પ્રોમિસ નથી કરવાની, અને પ્રોમીસો આપવા પડે એવા સંબંધ મેં રાખ્યા નથી,
કાંઈ બોલ્યા વગર જે તમે સમજી જાવ એ જ આપણો સંબંધ છે તો પછી પ્રોમિસની કોઈ જરૂર ખરી??...
-નવ્યા-
ટેડી ડે....
કદાચ એટલા માટે હશે કે
"જો ભાઈ/બહેન તારે
રમત જ કરવી હોય
તો આની જોડે રમજે ,
મારી લાગણીઓ અને
હૃદય સાથે નહિ...
-નવ્યાની નજરે...-