Kunjal Pradip Chhaya કુંજકલરવ   (કુંજકલરવ)
131 Followers · 71 Following

Author Editor Writer Singer Fashion Designder Differently Abled freedomWheels
Joined 28 May 2018


Author Editor Writer Singer Fashion Designder Differently Abled freedomWheels
Joined 28 May 2018

જવાબદારી કોઈને માટે હક છે,
તો કોઈની ફકત ફરજ.
તમારી પાસે કયા પ્રકારની છે,
તેનું વિશ્લેષણ જાતે જ અવારનવાર કરતાં રહેવું.

#Kunjkalrav

-



જ્યારે તમે કોઈ વ્યક્તિની અપરિપકવતાને તેનું ભોળપણ કે નિખાલસતા કહી દ્યો છો, તેની બેફિકરાઇ કે બેજવાબદાર વલણને બિનઅનુભવીમાં ખપાવી દ્યો છો અને અલ્લડ કે ઉધ્ધત વર્તનને નાદાની સમજી લો છો, ત્યારે જાણેઅજાણે તેનું જ નુક્સાન કરી રહ્યા છો.

વ્યક્તિને છાવરવામાં ક્યાંક તેને પરિસ્થિતિની સાચી છબી ન બતાવીને ભૂલ કરી રહ્યા છો. પરંતુ, એ જરૂરી પણ હોય છે કેમ કે એવી વ્યક્તિ ભલે વહેલી કે મોડી જ્યાં સુધી જાતઅનુભવે નહીં સમજે ત્યાં સુધી તેની ઉપર કોઈજ સમજણ નહીં, કામ કરે.

#Kunjkalrav

-



માન્યતાઓના સજ્જડબમ પાંજરાંઓ ઝટ પહોંળાં નથી થઈ શકતાં. એ હઠાગ્રહની ભીંસમાં એવાં જકડાઈ રહે છે કે અંતે તે કાટથી સમય સાથે નબળાં પડે છે કે પછી એવુંય બને કે નષ્ટ ન થઈને જર્જરીત અવસ્થામાં પણ ધીરજથી ટકી રહે છે.

એવું જ વળી, પૂર્વાગ્રહોનું છે. તેનાં પોટલાંનો ગાંઠડો પણ બંધાયેલો, રહે છે ને પાછું તેમાં વધારો થતો જાય છે. એ ગાંઠડાઓની ગાંઠ પણ સજ્જડ અને પેચીદા હોય છે. ક્યાંયથી કશુંજ ચસકવાનું નામ જ ન લે ને!

બધુંજ જડબેસલાક! ચસોતસ... હવા ચૂસ્ત...

કશુંજ સહેજેય મચક આપવા જાણે તૈયાર ન હોય. શક્યતાઓ વિહિન પરિસ્થિતિ કાળક્રમે એની ગરિમા પણ ઓસરતી જાય અને રહી જાય છે માત્ર માન્યતાઓ, પૂર્વાગ્રહો સાથે પાંજરાં ને પોટલાં...

#Kunjkalrav

-



જ્યાં આશીર્વાદ આપવાના થાય છે, ત્યાં અવળવાણી સરી જાય છે,
કદાચ ત્યાં અભાવ, અછત, અપેક્ષા અને અહમની અસર રહી જાય છે...

#Kunjkalrav

-



ફરજોને ઉપકાર તરીકે ન બજાવવી જોઈએ
અને
હકોને અધિકાર તરીકે ન ભોગવવા જોઈએ.

#kunjkalrav

-



સાબિતીની જરૂર ક્યાં છે એ અહર્નિશ પ્રેમની?
પૂજા ક્યાં ફક્ત મંદિરના પગથિયે ચડીને કરાય છે!

#KunjKalrav

-



છેલ્લી ઘડીના કોડિયાંમાં કપૂર પૂરીને શું કરશો?
ઘીનું બળી રહેવું પૂરતું નથી દીવડો રામ થવાને?

કોણ જાણે, કપૂરે ઘીમાં એવું તે કંઈક શું રે ઉમેર્યું કે,
સળવળતા દીવડાની આવરદા થોડી વાર વધી ગઈ…

#Kunjkalrav

-



સાચા અને સારા વિચારો બધી દિશાઓથી આવે અને તેને યોગ્ય રીતે ઝીલી શકવાની ક્ષમતાઓ વધે એવી શુભેચ્છાઓ...

#Kunjkalrav

-



रूह तो है एक औरत की पर फितरत इन्सानो वाली है,
न देख सकुं न सेह सकुं पर फितरत इन्सानो वाली है।

#कुंजकलरव

-



पुरानी उन यादों का वास्ता तुम्हे,
न देखो मूड के जो बेवजह छूटा।
#कुंजकलरव

-


Fetching Kunjal Pradip Chhaya કુંજકલરવ Quotes