લાવ ફરી એક નવી શરૂઆત કરું,
હળવા મને જીવનમાં હળવાશ ભરું.
દિશાઓ હોય છે ઘણી આસપાસ,
પરંતુ યોગ્ય વળાંક તરફ ડગલું ભરું.
નિરાશા વચ્ચે પણ મળશે એક આશા,
જો આળસ માં સર્જનાત્મકતા ભરું.
સુંદર જીવન વધુ સુંદર રીતે જીવવા,
ફરી એક વખત સુંદર રીતે પગલું ભરું.
ખુલ્લા મને હાથ ફેલાવી આભને આંબી,
સ્વપ્ન સમા આકાશ તરફ ઉડાન ભરું.
લાવ ને ફરી એક નવી શરૂઆત કરું......
-
સમય હોવા છતાં સમય નથી,
ચોમાસું હોવા છતાં વરસાદ નથી,
આમ હોય છે ઘણું બધું પરંતુ,
દેખાતું હોવા છતાં દેખાતું નથી.
-
સ્વયંને સ્ફૂરીત કરનાર સ્વયં જ ઊગી નીકળે છે અને સ્વયં જ પોતાનો રસ્તો શોધી, પોતાનો અને વિશ્વનો વિકાસ સાધે છે.
-
कुछ अच्छी आदतें खुद में भी होनी भी चाहिए हुजूर,
वरना,
हौंसला, हिम्मत, ताकत, खुद्दारी बाजार में नहीं मिलेगी।-
जो सवाल सामने आए उसे तभी सुलझाया करो क्योंकि जिंदगी हररोज सवाल बदलती ही रहती है।
-
About Life more and it will definitely help to become a good human been.
-
Every day is unpredictable and you just have to go with the flow. So, try to live happily and live Every Moment.....if you are able to give happiness then you give and see you will definitely get more happiness.
-
જીવન
મળ્યું છે તો માણીએ જીવન આપણું ઉજાળીએ,
પોતાના કામ સૌ કરે પણ બીજાનું પણ થોડું કરીએ.
વેર ઝેરનો ત્યાગ કરીને જીવન ખરા અર્થમાં જીવીએ,
સંઘર્ષ મહેનત જરૂર કરીએ પણ દયા ભાવ પણ રાખીએ.
પંચતત્વ થી બનેલાં શરીર સાથે પંચ તત્વમાં ભળીએ,
પ્રાણી પક્ષી ઝાડ પાનને માનવ મહેરામણ સાથે ફરીએ.
સમય, પાણી, હવા ,પ્રકાશ સૂર્ય ચંદ્રને ઓળખીએ,
જેનું કોઈ મૂલ્ય નથી એવી અમૂલ્ય વસ્તુઓને જાણીએ.
છે પ્રશ્ર્નો અનેક જીવનમાં જેને સમજણ થી ઉકેલીએ,
મરતા પહેલાં અમૂલ્ય જીવનને ખરા અર્થમાં જીવીએ.
દરેક જીવમાં શિવ છે એમ ઈશ્વર સમજી મળીએ,
નાતજાત ભેદભાવને દૂર કરીને માનવતામાં રમીએ .
-
लड़ेंगे नहीं तो जीतेंगे कैसे?
फिर वो अपना खुद का डर हो या दुश्मनों से मैदान ए जंग हो। हौंसले के साथ लड़ेंगे तो ही जीतेंगे।
-