Ma. Maro. Pehlo bhenkdo
Mari baaly avsthayni pratham
Balsabhama taru mukva aavvvu
Ane maru bas masti ma kheencha chalya rehvu tuj sath na khyal ma n jane kya .....
Ane achank aek shikshikanu pragt થવું
Ne hu khenchayo Havana fenkayo
Haji kai samju
-
માતા નું માતૃત્વ અને પિતા નું પિતૃત્વ ભલે બીજું કાંઇ આપે ના આપે પણ તમારા ખભા પર જવાબદારીઓ નો બોજ નહીં આવવા દે
-
બાળકના દર્શનથી 'માતૃત્વ' ધન્ય થાય છે પણ,
પૌત્રના દર્શનથી જ 'સ્ત્રીત્વ' ધન્ય થાય છે!!!-
માં તું નેહ નીતરતું આભ આખું ..
હા હોંકારો સંભળાતાં તારો રોમે જોમ ઉભરાતું
નેહ ભરેલો હાથ માથે ફરતા મારું હૈયું પ્હોળું થાતું
માં તું નેહ નીતરતું આભ આખું ..
પળ પળ તું જાગી સુવડાવે શિશુને વેઠી કૈંક રાતું
આંગળીએ તવ ચાલતાં શીખે એ શૈશવની વાતું
માં તું નેહ નીતરતું આભ આખું ..
કાલાવેલી બોલીએ “માં” સુણી હૈયું તવ ઉભરાતું
સ્હેજે ય આંચ આવે, તવ આંખે આભ છલકાતું
માં તું નેહ નીતરતું આભ આખું ..
સંતાન સુખે તું સૌ દર્દ ભૂલે એ કેવું અજબ કે’વાતું !
ને એ ઘડપણમાં તું’ને રંઝાડે ઈશને નહીં હોય કૈં થાતું ?
માં તું નેહ નીતરતું આભ આખું ..
જગ આખું પિછાણી લેતાં તવ મમતાનું માપ ન અંકાતું
સંતાન સંતાપે તુજ આંખ રડતાં આભે ડૂસકું સંભળાતું
માં તું નેહ નીતરતું આભ આખું ..-
એક અજબ આનંદ સાથે ની મૂંઝવણ છે,
આજ સુધી મારા હૃદયમાં તારું જ ચલણ છે,
પણ હવે જે રોપ્યું છે બીજ તે મારા ગર્ભમાં,
એનો અંદાજ છે નોખો,ને સાવ જુદું એનું લઢણ છે,
આ શરીરને પડતી અગવડતાથી અકળાઉ છું,
ભીતર થાતી નાના જીવની ધમાલથી ગભરાઉ છું,
તનની તકલીફ ને મનની ખુશી વચ્ચે જોલા ખાતી મારી ભાવના,
ધીરે ધીરે વિસ્તરતા ઉદરથી થોડી થોડી શરમાઉ છું,
એ હમસફર આ સમયે તારો સથવારો છે,
હાલ હું ભોગવું પીડા,પછી તારો મીઠો વારો છે,
ભલે તન હો મારુ પીડામાં, મન તારું પણ છે,
તારું પ્રેમબીજ લઈ તને મળવા દોડતી નદી હું,ને તું મારો કિનારો છે,
એક સાથે બે જીવ ઉછરે છે મારી ભીતર,
માતૃત્વની એ લાગણી સાચી,બાકી બધી ઇત્તર,
વચન આપ કે બમણો પ્રેમ કરીશ હવે અમને,
તું ને હું ને આપણું વ્હાલપુષ્પ,કરીએ જીવન સુખથી તરબતર..-
. માં
કરે
જતન
બાળકનું
વેઠી અનેક
દુઃખ આપદાઓ
સિઁચે સુખ અપાર
બાંધી પેટે પાટા પોતે
ઠારી અમ પેટની આગ
આંકશો ના મોલ જનેતાનું
કરો કર જોડી હેતે નમન🙏
તરૂ મિસ્ત્રી ( સુરત )-
મા(મમ્મી) નો કોઈ દિવસ નથી હોતો...
દરેક દિવસ મા માટે જ હોય છે..
માતૃ દિવસ ની શુભકામનાઓ અને શુેચ્છાઓ...
એક નાનકડી વાર્તા મા (મમ્મી) ઉપર-
મને કહે છે આજે તેના માટે કવિતા કરવાનું,
તે જાણે છે ક્યાં? છે મારી તે સરિતા વહેવાનું,
છે જિંદગી નો આખો એક હિસ્સો તારા માં,
બે-ચાર શબ્દો થી ક્યાં તને કવિતામાં કહેવાનું!
ફૂટી છે એક અવિરત વહેતી વાચા તારા થી,
આખો દરિયો ભરાઈ તેવુ તને રોજ ચાહવાનું,
તું છો મારા રોમ-રોમ ઝંકૃત કરતો કલરવ મીઠો,
તારા કાજે વાત્સલ્ય ગીત સવાર-સાંજ ગાવાનું ,
થયો જનમ સાર્થક અવતરણ થયું મુજ કુખે,
મા સાંભળવા નું ભાગ્ય ઇશ થી બસ પામવાનું,
લખીશ એટલું ઓછું પડશે તુજ વ્હાલના દરિયાનું,
બસ તું જ હું ,હું જ તું,લખીશ એટલું તારું ખુટવાનું.
નિશા
(દીકરા નું કહેવું....મારી મા મારા માટે તો કવિતા લખ)-
સૂરજ પહેલાં એની સવાર પડે
અને રાત સૌની આખીરમાં.,
એનો આખો દિવસ વીતે છે બધાનું ધ્યાન રાખવામાં..
પોતાના સંતાનની ખુશીમાં જ પોતાની ખુશી જોવે છે.,
તેમની ખુશિયો માટે એ પરીસ્થિતિ સામે પણ લડે છે..
આમ તો પરિવારના દરેક સદસ્ય બાળક ને પ્રેમ કરે છે.,
પણ મા ની લાગણીઓ તો તેની સાથે નવ મહિના પહેલાં જ બંધાય છે
પ્રેમ તો અપાર હોય છે તેને, પણ ભૂલો પર ગુસ્સે પણ થાય છે.,
તેના ગુસ્સામાં પણ પ્રેમ છલકાઇ છે..
હા તેનું લડવું ગમતું નથી , પણ તેનાં લડવાની ય
એવી આદત પડી જાય છે કે, જો એ લડે ના તો કંઈક ખોટ વર્તાય છે..
કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ નથી જઈ શક્તા
તેથી તેમણે મા નું સર્જન કર્યુ.,
પણ મા તો ભગવાન કરતાં પણ વિશેષ છે.,
કારણકે ભગવાન ને પણ ધરતી પર જન્મ લેવા
મા ની કૂખ ની જરૂર પડે છે..
મા હંમેશા તેનાં સંતાનની ખુશી જ ઇચ્છે છે
બદલામા માત્ર એક સ્મિતની જ આશા રાખે છે
મા ભગવાનનું શ્રેષ્ઠ સર્જન છે.,
સાચેજ મા ના ચરણોમાં સ્વર્ગ છે...!!
-