ફરી આજે જીવવું છે મારે એ જ બાળપણ.
ફરી એજ ઢીંગલા ઢીંગલી નું બાળપણ માણવું છે.
ફરી એજ રીતે ઘોડા પર બેસવાની જીદ કરવી છે.
ફરી કાલાવેલી ભાષામાં બોલતું એ જ બાળક બનવું છે.
ફરી દુનિયા ને એ નિસ્વાર્થ આંખો થી જીવવું છે.
ફરી એ જ ઘર ઘરની રમતો રમવી છે. ફરી એકવાર જીવવુ છે કંટાળી ગયો છું આ કાંટાળી સ્વાર્થી દુનિયા થી.
મારે એ જ રીતે માંના ખોળામાં દુનિયા ભૂલી ને સૂઈ જવું છે.
ફરી દાદા-દાદીના લાડમાં માંના માર થી બચવું છે.
જીવન મારે ફરી થી બાળપણ ના સથવારે જીવવું છે.
ભગવાન મારે ફરી બાળક બનવું છે.. નથી જોતી આ કારણ વગર ની સુખાકારી....
- A.D HIRPARA
-
ન જાણે ધૂળખાણિયો કાં લાગ્યું જીવનનું અમૂલ્ય અંગ,
આળોટતાં-આળોટતાં જ લાગ્યો જયારે એ ધૂળિયો રંગ..
કેટલી મોંઘી મિલકત છતાં લગીરેય ન હો' લૂંટની બીક,
જ્યાં નિર્દોષ હાસ્ય પાથરી, ખડખડાટ હસાવવાંની રીત..
કિટ્ટા-બુચા તો ક્ષણભર પણ પેપ્સીપાર્ટી ભેગાં એજ કર્મ,
પિત્ઝા સમ જાતજાતનાં ચહેરાથી નોખું એ બાળમન..
છોને હરોળમાં શિસ્ત પગલાં તોય કેવો રાજા જેવો વટ,
પણ રાજમાતાનાં હાલરડે જ પહોંચે ગાઢ નીંદરને તટ..
ધજા ફરકાવવાંનાં અરમાનને વળી નોતરાં શાનાં હોય!
જ્યાં તોફાનથી ઘર માથે લૈ', 'થપો'માં જ જગ જીત્યું હોય..
લાગે પલકારમાં જ વીત્યું, ક્લિક ન થઈ કેટલીય ક્ષણ,
ગણતાં મળે વ્યસ્તતાનું લિસ્ટ, 'બાદ' થાય અસલ જીવન..
-
ફરી હું ઈચ્છું બનવા બાળક નાનું,
તન થી ના સહી, મનથી બનવા ચાહુ બાળક નાનું.
પણ મન ક્યા રહેવા પામે છે નિશ્છલ જોને મારૂ,?
તો ક્યાથી મન બને બાળક જોને નાનું.!!🙏-
ઉંમર તો એક આંકડો જ રહ્યો મારે મન...
એક બાળક વસે છે આજ ભી મારે મન...
જતું તો હું જર - જમીન ભી કરી દવ,પણ
એક ચોકલેટ આજભી અડકે છે મારે મન....
ગાડી નો શોખ તો ક્યારેય રહ્યો નહિ,પણ
કાગળ ની હોડી આજભી તરે છે મારે મન....
વ્યસ્ત છું વાર્તા ઘડવામાં દિવસ રાત,પણ
દાદી ની વાર્તા આજભી સાંભરે છે મારે મન...
HAPPY CHILDREN DAY-
બાળક છે એક કોરો કાગળ,
લખજો ખૂબ જતન થી,
બને પસ્તી અથવા જ્ઞાન ગીતા,
આધાર માત પિતા ના લખાણ પર છે .-
અદકેરું બાળપણ :
************
જન્મી ને દાંત આવે ત્યાં ખીચડી ને બદલે પડીકાં
બે વર્ષ થતાં થતાં માં તો લાગે ટીવી ના ચસકા
ચાર વર્ષ થતાં થતાં માં મોબાઈલ ને મચડો
છ વર્ષે દસ કિલો ના દફતર નો ભાર ઊંચકો
આઠ વરસે ઈતર પ્રવૃત્તિઓ માં ભાગ લેવાની હોડ
દસ વરસે બધી હરીફાઈ માં આગળ વધવાની દોટ
' ટીન ' માં આવતાં આવતાં બસ વિજાતીય આકર્ષણ
સોળ થતાં થતાં માં બોર્ડ ના માર્ક્સ લાવવાનું ભારણ
ક્યાં ગઈ અે નિર્દોષતા ને ક્યાં ગયું અે ભોળપણ
પ્રભુ તારા કળિયુગ માં ખોવાયું કુમળું બાળપણ-
"બોલતી ચાલતી ઢીંગલી"
~~~~~~~~~~~~~~~~
વસુ રાતે કહે "ઢીંગલી ઓ ઢીંગલી સાંભળે છે?" ઢીંગલી બોલી "હા" વસુ કહે સંભળ
"એક ઝૂંપડીમાં કુમાર સુતા,
અંગે અંગે કાંટા ફૂટ્યા.
કઠિયારાની દીકરી,
માર્ગ ભૂલતા સંચરી.
ભૂખી તરસી ભૂલી પડી,
પાણી પીતાં ભરાઈ પડી.
એ ઢીંગલી હવે મને ઊંઘ આવેછે બાકી વાર્તા કાલે કહીશ." ઢીંગલી કહે "હા"
બીજા દિવસે કુમારને વાતમાં રસ જાગ્યો એટલે જાગતો રહ્યો-
आज हिचकीया बहुत आ रही थी...
और क्यों न आये जनाब, बचपन जो याद कर रहा था ।-
બાળક બની રહેવા હર કોઈ ઈચ્છે છે,
દિલ ની અંદરના બાળક ને એ યાચે છે,
દુન્યવી ઝંઝાળો એવી વળગી પડી છે,
બાળક મન માં થી ડરી ડરી ને ઝાંકે છે..-
બાળક જાણે છે હસવું શું છે .
એ સમજે છે રડવું ..
બાળક જાણે છે શાંતિ ને અહીં
એ સમજે છે કોલાહલ ..
બાળક જાણે છે શું છે આવકાર
એ સમજે છે તિરસ્કાર ..
બાળક જાણે છે મન નો આનંદ
એ સમજે છે દર્દ અપાર ..
બાળક જાણે છે પરિપૂર્ણતા
એ સમજે છે એકલતા ..
બાળક જાણે છે પરિપૂર્ણ પ્રેમ
એ સમજે છે નફરત ..
બાળક જાણે છે સઘળું જગત માં
નથી સમજતું તો બસ .. કેમ ? ..-