કળયુગ માં અપરાધ નો આજે એટલો વધ્યો પ્રકોપ ,
કે આજે ફરી થી કંપી ઉઠી છે ધરતી માતા ની કોખ !
સમય સમય પર પ્રકૃતિ આપતી રહી ઘા અઢળક ,
લાલચ માં અંધ મનુષ્ય ને રહ્યો ના કોઈ નો ખોફ !
ક્યાંક પૂર ક્યાંક દુષ્કાળ તો કદી મહામારી નો પ્રકોપ ,
પાપ ફૂટે ને ધરતી હલતી ભૂકંપ થી આવે કોઈક ને મોત !
મંદિર મસ્જિદ ચડ્યા આજે ભેટ માત્ર રાજકારણ ને લોભ ,
વનજીવન નદીપહાડ ઝરણા ને નષ્ટ કરતો માનવી અહીં દરરોજ !
સૌ કોઈ ને ખુદ ની ચાહ ના રહ્યો પ્રકૃતિ નો કોઈ શોખ ,
ધર્મ કરે જ્યારે વાતો વિનાશ ની દુનિયા ને લાગે એ જોક !
અપરાધી કરે અપરાધ અને સજા ભોગવે આખી માનવજાત ,
રે 'ક્યાં નો આ ન્યાય કે પાપી બેસે દરબાર માં ને સજા ની મળે સૌગાત !
થઈ જો પ્રકૃતિ ની છેડછાડ તો પુરસ્કાર ના પણ હશું આપણે જ હકદાર ,
લઈ ને શીખ મુશ્કેલીઓ થી હવે થવું પડશે આપણે પણ ખબરદાર !
કરી ક્ષમાયાચના ધરતી માં ની પશ્ચાતાપ ની ઉઠાવવી પડશે લહેર ,
કદાચિત ઉતારી શકીએ ઋણ જગતજનની નું રોકી શકીએ કહેર !
રુકી જાઓ ઓ મનુષ્યજાત ધરતી પર ના કરો પ્રહાર ,
કરે ખુદા આગાહ પળ પળ પ્રકૃતિ પર ના કરો અત્યાચાર !-
આ પ્રકૃતિ છે ઈશ્વરની કોઈ મનમોહક આકૃતિ,
આ પ્રકૃતિ છે મ્હેકતી હવાઓની મસ્તીભરી પ્રવૃત્તિ,
આ પ્રકૃતિ છે અલબેલા રંગોથી રંગાયેલી કોઈ ચિત્રકારની કૃતિ,
આ પ્રકૃતિ છે મીઠડા બાળકના નિર્દોષ હાસ્યની પ્રતિકૃતિ,
આ પ્રકૃતિ છે સર્વ ચિતારૂપી ચિંતાઓમાંથી નિવૃત્તિ,
આ પ્રકૃતિ છે દૂર કરનાર માનવ મનની દરેક વિકૃતિ..!!
-
#વરસાદ
ચેતકની તરસ છિપે જ્યારે આવે વરસાદ
કૃષકના મન હરખાય જ્યારે આવે વરસાદ,
મયૂર મનભાવન નૃત્ય કરે જ્યારે આવે વરસાદ,
પણ પંખીને બંધન જણાય જ્યારે આવે વરસાદ,
પ્રકૃતિમાં હરિયાળી ખીલે જ્યારે આવે વરસાદ,
પુષ્પ પર મંદ મુસ્કાન ખીલે જ્યારે આવે વરસાદ.
ક્યારેક અતિવૃષ્ટિ રૂપે મનને રડાવે વરસાદ,
તો ક્યારેક અનાવૃષ્ટિ રૂપે દિલ દુભાવે વરસાદ.
ક્યારેક રિમઝિમ રિમઝિમ મનમોહક વરસાદ ,
તો ક્યારેક દિલ ડરાવતો રૌદ્ર રૂપ વરસાદ .
છીપમાંના કિંમતી મોતી માટે જરૂરી છ્વરસાદ,
'જાગુ'નુ મન કાગળની નાવ માટે ઝંખે છે વરસાદ🙏
-
પ્રકૃતિ આ શીખવે છે પ્રેમ, સૂરજ ચંદ્રના જો ને નેમ
અંબર ધરા હો પૂરક જેમ, હશે સૃષ્ટિ સર્જાણી કેમ..!
નદીઓમાં આ કયાંથી નીર, સમુદ્ર પણ ખરો ગંભીર
ક્ષિતિજની ક્યાં છે લકીર, હશે સૃષ્ટિ સર્જાણી કેમ..!
સજીવોમાં છે ફૂંક્યા પ્રાણ, નિર્જીવને પણ દીધાં માન
નિસ્બત ક્યાં રાખી લગાર, હશે સૃષ્ટિ સર્જાણી કેમ..!
નીતરતું વાદળથી હેત, ધરા હૃદય એ ધબકતું જેમ
છોડને કૂપણો ફુંટતી તેમ, હશે સૃષ્ટિ સર્જાણી કેમ..!
વરસતાં બાદ કોરા એમ, લીલી ચાદર પથરાતી કેમ
મેઘધનુષ આ રંગાતું કેમ, હશે સૃષ્ટિ સર્જાણી કેમ..!
પામવાને એ પરબ્રહ્મને, આપ્યો છે જો ને માનવ દેહ
માનવ મન કયાં સમજે છે, હશે સૃષ્ટિ સર્જાણી કેમ..!-
સુંદરતા ઝરણાં ની અને મધુર ખળખળતા નીર,
ડુંગર ડુંગર ઉભા પહેરી જોને લિલુડા ચીર,
વૃક્ષોની શાખે બેઠા બેઠા પંખીઓ કરે કલશોર,
વનરાવન માં કળા કરિ ને રુડો ટહુકતો મોર,
પુષ્પો પુષ્પો ,કળીઓ કળીઓ ને ગુલશન નો ગુલમોર,
મોઘમ્ થી મહેકતી હવા ને પતંગિયા કરે તોર,
નીર નદિના દોડે પટમાં ,થઈ ને ગાંડા તૂર,
જાગી ઝંખના અેને સાગર મિલનની અેથી અાવ્યુ પૂર,
વેલ લતા ને કુણા છોડ ની લહેરાયે અમીરાત,
પ્રકૃતિ કાવ્ય માં કરી અમે થોડી પ્રકૃતિ ની વાત!!
-
૧) અહી વાટ રસ્તા path
તારા આગમનની વાટ છે કે જાણે અગમ નિગમ ની વાત છે
શું શું કહું દેહનું નશ્વર કોડિયું છે ને આ જીવની જ્યોત છે
પ્રકૃતિ ની છે અનુપમ કૃતિ મનુષ્ય હૈયું અને એની નજાકત
તું પાસે રહે ન રહે તારા તરફ ઢળતી રહેતી દીવાની જ્યોત છે
(2) વાટ = રાહ awaiting
તારા આગમન ની વાટ, બસ પછી મારા નિર્ગમનની વાત છે
શું સાંભળીશ તું ? આ આંસુની તારા હાથે લૂછાવાની વાત છે
છે પ્રેમ આકાશ કુસુમ ની જાત અને જીવન એની સુગંધ છે
હૈયું તો ધરાઈ ગયું બસ ખાલી આંખો છલકાવવાની વાત છે
-
હું પુરુષ અને તૂં પ્રકૃતિ
હું અચળ ને તૂં સદાયે બદલાતી
અનિશ્ચિતતા માં પણ નિશ્ચિતતા દર્શાવતી
બદલાતી ઋતુ પણ, સમયાંતરે લાવતી
રંક કે રાજા, સૌને એકદંડે માપતી
સીમા લાધંનાર ને નીતી સમજાવતી
હું શિવ અને તૂં અખૂટ શક્તિ
સકળ સૃષ્ટિ નુ સંતુલન સંભાળતી
-
પ્રકૃતિ ખોળે પાંગરતી સૃષ્ટિ ને આજ સવાલ પૂછે છે,
હું સર્જનહાર તારી તોય કેમ આજ મને બેહાલ કરે છે.
તારા શ્વાસ બની આવી તોય કેમ મને નિશ્વાસ કરે છે,
મારા અંગ કાપી પારણું બની તોય કેમ મને વેરાન કરે છે.
રગો નીચોવી તારી પ્યાસ બુઝાવી તોય કેમ ત્રાસ કરે છે,
મારા ખોળાનાં નિકંદન નો કેમ તું અવિરત પ્રયાસ કરે છે.
તને પુરતી ઋતુ લાવી આપવાનો હંમેશ પ્રયાસ કર્યો છે,
પણ તું નિજી સ્વાર્થ માં કેમ મારી હયાતિનો નાશ કરે છે.
સુકવી દીધી જાત જો આજ ખુદ નો એ હાલ કર્યો છે,
સાચવીલે જનેતાને તારા ઉછેરમાં મેં પણ હાથ ધર્યો છે..-
પ્રકૃતિ નુ સાનિધ્ય જાણે માં નો ખોળો
તેની સામે લાગે સંસાર મોળો
ઉદાસી હરી લે મુસ્કાન ભરી દે
જાદુઈ છે આ નદી નો વ્હોળો
ઉગતા આથમતા સૂર્ય નો આનંદ લે
વિખરાઈ જાશે દુખ નો ઓળો
પદ,પૈસો ને પ્રતિષ્ઠા નથી કાયમી
શું શોધે છે તુ નિરર્થક જ દોળ્યો
પર્વતો જે સ્પર્શતા સોનેરી આભ ને
સમજાવે માનવ તુ છે કોનો
પ્રકૃતિ નુ સંતાન છે તુ જાણી લે
તેના થકી તુ ઈશ ને પામી લે.
-
પ્રકૃતિ આ શીખવે છે પ્રેમ, સૂરજ ચંદ્રના જો ને નેમ
અંબર ધરા હો પૂરક જેમ, એથી આ સૃષ્ટિ હેમ ખેમ
નદીઓમાં આ કયાંથી નીર, સમુદ્ર પણ ધીર ગંભીર
ક્ષિતિજની ક્યાં છે લકીર, છે પ્રકૃતિ પણ પ્રેમાધિર
સજીવોમાં છે ફૂંક્યા પ્રાણ, નિર્જીવને પણ દીધાં માન
નિસ્બત ક્યાં રાખી લગાર, સર્જનહાર એ હશે ઉદાર
નીતરતું વાદળથી હેત, ધરા હૃદય એ ધબકતું જેમ
છોડને કૂપણો ફુંટતી તેમ, આ જ માનો પ્રકૃતિ પ્રેમ
વરસતાં બાદ કોરા એમ, લીલી ચાદર પથરાતી કેમ
મેઘધનુષ આ રંગાતું કેમ, લાગણી હો નીતરતી જેમ
આમ જ તું વરસાવજે નેહ, વહેમ કરશે માનવ દેહ
આ માનવ પ્રકૃતિ છે, તુજ પ્રકોપને કોણ જીલસે કેહ-