એ કેવો પ્રેમ છે...!!
નથી ભુલાતો ને નથી મળતો,
એ કેવી લાગણી છે...!!
નથી છીપતી ને નથી છલકાતી,
એ કેવું દર્દ છે...!!
નથી સહેવાતું ને નથી કહેવાતું,
એ કેવો સાથ છે...!!
નથી છૂટતો ને નથી હોતો,
એ કેવો સબંધ છે...!!
નથી મારો કે નથી પરાયો...-
Paths are made by walking"
એની છે કિટ્ટા...
Recent Achievemen... read more
જરૂર ત્યારે જ નથી હોતી,
જ્યારે જરૂરત પુરી થઈ ગઈ હોય!!
હજુય લોકો એમ સમજે છે,
મારા વિના એક પળ ચાલશે જ નહીં!!-
મારુ સ્વમાન,અભિમાન હતી એ,
મારી જીતની જવાબદાર હતી એ,
ગર્વથી છાતી પહોળી કરી ચાલતો
એની પણ હકદાર હતી એ,
મારી સફળતાની ચાવી,
મારા નસીબની નિશાની હતી એ,
મારી ખુશીઓ ની ભરમાર હતી એ,
જીવનની રસધાર હતી એ....
અચાનક જ એક તોફાન આવ્યુ,
હલચલ મચી એવું ઘમસાણ ચાલ્યું,
પલ માં તો સઘળું વેરાન બન્યુ,
જાણે કોઈ તોફાન પછીનું નિશાન બન્યુ,
તણાઈ ગયા સૌ અરમાન,
સપના ઉજડી સ્મશાન બન્યુ,
જીવન પણ ભૂકંપ જેમ કંપી ગયું,
તુટી સઘળી ઇમારતો અરમાનની,
આજે 'જીત' ની હારનું કારણ બની..
ચાલી રહ્યોં છું નતમસ્તક હવે,
સ્વમાન પણ હણાઈ ગયું,
અભિમાન તો રહે જ શુ?
કારણ વગરનું જીવન બન્યુ,
રસહીન બન્યુ છે બધુ હવે,
બસ જીવવું નથી ફક્ત કાપવી છે ઉમર હવે...-
કહી દો મોત ને જરા માપમાં રહે,
તારાથી કઠીન જીંદગી તો જીવી રહ્યોં છું હું!!
આંખો શુ મીંચી જરા મેં!
તેં તો વિચારી લીધું આવ્યો હાથમાં,
એમ ખુલ્લી આખે પણ કૈક જોઇ લીધુ છે મે!!
જરા હસવાનું શું ભુલ્યો હું!
તેં તો વિચારી લીધુ ટૂટી જશે આ,
અલા રડતી આંખોએ પણ ઘણું હસી લીધુ છે મે!!
જરા ભરોસે શું રહ્યોં તારા!
તેં તો વિચારી લીધુ હારી જશે આ,
એમ તો હારી ને પણ ઘણી બાજી જીતી છે મે!!-
કવિ બનવું સહેલું નથી..!!
પહેલાં દિલ ઘાયલ થાય,
વેદના નું એક ડૂસકું ભરાય,
રક્ત પણ શબ્દરૂપી રચાય,
દર્દ જ્યારે કલમ માં સમાય,
ત્યારે જઇ ને કવિ બનાય..!!-
બની આવ તું મસ્ત પતંગ,
ને હું ધારદાર માંજો,
આવ સાથે મળી જોડી બનીએ,
હાલ ભેરુ ઉંચેરા આભે ઉડીએ..!
હશે પવન નો જોર,
ને તારો થોડોક ઢીલો દોર,
સરસર આકાશે ચડીએ,
હાલ ભેરુ ઉંચેરા આભે ઉડીએ..!
કાપશું ખૂબ લાંબુ અંતર,
ને લપટાશે ક્યાંક વળી લંગર,
સાથે મળી ગૂંચૉ ઉકેલીએ,
હાલ ભેરુ ઉંચેરા આભે ઉડીએ..!
હશે વિશ્વાસ જ શ્વાસ,
ને નહીં ડગે આત્મવિશ્વાસ,
બસ પ્રેમ નાં સથવારે જીવીએ,
હાલ ભેરુ ઉંચેરા આભે ઉડીએ..!-
તે અષાઢી અભરખા જે મનમાં ભરી રાખ્યાં'તા,
આજ મનભરી વરસી તેં ખાલી કરી નાખ્યા'તા..-
માફીની અપેક્ષા એ નવા દિવસ ની શરૂઆત મોકલું છું,
ઉગતા સૂરજ ની સાખે ખુશીઓ ની સોગાદ મોકલું છું.-
એક નાનકડી વાત મારે પૂછવી છે,
કોઇએ સપના નાં વાવેતર જોયા છે ?
રક્ત થી સિંચન ને પરસેવા ની પિયત,
કોઈ ને ઉંમર ની લણણી કરતા જોયા છે ?
લાગણી નું ઇંજ્ન ને સ્નેહ નું સર્જન,
કોઈને ડૂસકે ચડી ઓશિકે રડતા જોયા છે ?
સ્વજન નાં શોખ ને દિલદાર વર્તન,
કોઇને ત્યાગી ને ઇચ્છા છુપાવતા જોયા છે ?
જવાબદારી વહન ને સંતાન નું જતન,
કોઈ એ માઁ-બાપ નાં દિલ ખાલી જોયા છે ?-