મંદ મંદ પવન વહ્યો શરીર સ્પર્શી
મંદ મંદ સ્મિત વહ્યુ હદય સ્પર્શી
-
પવન ની લહેરખીઓ મંદ મંદ હળવેકથી વહેજો ,
એની ખુશ્બુ ના પમરાટ થી છલકાય છે અંતર .-
પવન તું ખેરવે રોજ સડસડાટ પાન મારા,
છતાં મે સંબંધ અકબંધ રાખ્યા તારાને મારા..-
કંઈ યુગો સુધી પવન મનમાં જ મૂંઝાતો રહ્યો,
પાંદડા એ બોલતા શીખવ્યું ને એ સુરીલો થઈ ગયો...-
પવન ની લહેર સમી તું મુજને અથડાતી,
સદા તું હસતી, હરખાતી, મલકાતી.
મારા અસ્તિત્વ ની તું એકમાત્ર પ્રસ્તુતિ,
આહલાદકતા ના આસ્વાદ ની તું અનુભૂતિ.-
આ મહેકતો મીઠો પવન,
એમાં તારી લહેરાતી લટ,
એ લટ ને સંવારતી તું,
અને તને નીરખતો હું
એ જાણી મલકાતી તું...
"વાયુ" ની ખબર નહી,
હૃદય માં વંટોળ જરૂર આવે❤😉-
એ દિલને ઠંડક પોહચાડતો મંદ મંદ પવન ,
ના રોકાય છતાં રોકવા કરતો હું પવનસુતના હવન ..-
સવારની આ મસ્ત કોમળ પવનની લેહરીખીને હું માણું છું ત્યારે તારી બહુ યાદ આવે છે.
વિચારું છું તારી સાથે એ મસ્ત પવનની લેહરખીને અનુભવું. જ્યારે એકાંત માં ચાની ચુસ્કી લગાવું ત્યારે પણ તારી ગેરહાજરી મને ખટકે છે.
વિચારી લઉં છું, તું આ ખાલીપણનો જલ્દીથી ભાગ બને. મારી એક એક પળ નો તું સાથીદાર બને.-