કોઈકવાર હાલાત એવા સર્જાય,
ભૂલ ખુદની ન હોવા છતાંય મન ગભરાય!!
ના રડી શકાય કે ના કોઈને કહી શકાય,
હવે કરવું શું એનો જડે ના ઉપાય!!
પોતાના જ વાત ન સમજે ત્યારે થોડી લાગણી દુભાય,
મન પણ કેવું નાદાન વગર વાંકે મુંજાય...-
સારી પરિસ્થિતિમાં બરબાદ કરનાર અનેક મળે...
ખરાબ પરિસ્થિતિમાં મદદ કરનાર શાયદ કોઇ એક મળે...
-વૈશાલી ગોસ્વામી(પ્રેમાકૃતિ)-
તને લાગે છે કે તારી સામે રહી ને તને નડુ છુ.
પણ દીલ એટલુ ખુશ છે ને કે ભલે દુર થી પણ મળુ તો છુ.-
જે વ્યક્તિ તમારી પરિસ્થિતિનો મજાક બનાવે ,
તેને ક્યારેય તમારી હાલત જણાવશો નહીં.-
મુસાફિર છું હું મુસાફરી કરી રહ્યો છું,
આવતી અણધારી આફતો નો સામનો કરી રહ્યો છું,
તૂટેલી નાવડી અટકાઈ છે મધદરિયે,
છતાં કિનારા પર પહોંચવા તુફાન થી લડી રહ્યો છું,
મુસાફિર છું હું મુસાફરી કરી રહ્યો છું,
આવતી અણધારી આફતો નો સામનો કરી રહ્યો છું,
નથી નકશો કે નથી કોઈ ગૂગલ,
ભટક્યો છું વિરાણ રણ માં,
તરસ લાગી છે અઠળક પરંતુ છે અહીંયા ખાલી મૃગજળ,
ટકરાઈ રહ્યા છે રેતી ના બવન્ડર ,
છતાં એમને ઝીલી ને આગળ વધી રહ્યો છું,
મુસાફિર છું હું મુસાફરી કરી રહ્યો છું,
આવતી અણધારી આફતો નો સામનો કરી રહ્યો છું,-
તારા એ સૂર્યાસ્તનો સ્વીકાર કર..!
તારા અંદર રહેલા એ અંધકારનો મિત્ર બન..!
બધાં છોડી દેશે પણ આ બંને તારી સાથ ક્યારેય
છોડશે નહી.
અને સાંભળ! માણસનો જનમ લડવા માટે થાય છે,
ફકત જીતવા માટે નહી.....
(આખું મથાળામાં છે, ત્યાંપણ જોઈ આવો..!)-
સંબંધો ના પ્રવાહ માં મે લાગણીઓ વહેતી રાખી છે,
ખુશીયો ની વાટ માં મે વેદનાઓ ને વીંટાળી રાખી છે,
આમ જ કંઇક, મે જિંદગી ને જીવતી રાખી છે.....
બંધનો ના મોહ માં મે સ્નેહ ની થોડી છૂટછાટ રાખી છે,
નિયતિ ની શોધ માં મે પ્રયાસો ની પ્રજવલ્લિત વાટ રાખી છે,
આમ જ કંઇક, મે જિંદગી ને જીવતી રાખી છે.....
સંજોગો ના ઉતાર ચડાવ માં મે વિશ્વાસ ની દોરી અતૂટ રાખી છે,
પરિસ્થિતિ ના ઉપહાસ માં મે મુસ્કાન ની માત્રા અખૂટ રાખી છે,
આમ જ કંઇક, મે જિંદગી ને જીવતી રાખી છે.....
આકાંક્ષાઓ ની અધિકતા માં મે અહમ ની કીમત ઓછી રાખી છે,
જીવન ના દરેક તબ્બકા માં મે સમજણ ની મહત્તા શોધી રાખી છે,
આમ જ કંઇક, મે જિંદગી ને જીવતી રાખી છે.....
-
. . . . નું શું?
સંબંધો નું શું?.....સચવાઈ જાય.
માણસનું શું?.....અટવાઈ જાય.
વિચારો નું શું?.....વિચારે નહીં એ માણસ તો માણસથી પણ મટી જાય.
મનનાં ખેતરમાં વિચારો વાવી, વિચારોની ફળદ્રુપતા મેળવતા ખેડૂત થઈ જાય.
લગ્ન નું શું?.....થતાં થઈ જાય.
કૌભાંડો નું શું?.....ભીનું સંકેલાઈ જાય.
સરકાર નું શું?.....પડે ને પાછી આવી જાય.
યુદ્ધનું શું?.....હારજીત સાથે વસવસો રહી જાય.
વ્યક્તિ નું શું?.....તમે વ્યક્તિની, વસ્તુથી કિંમત કરો તો તમારી કિંમત થઈ જાય
પ્રકૃતિનું શું?.....એને અન્યાય કરો તો એનો ન્યાય જાતે કરે અને પછી જોવા જેવી થાય.
વાણી નું શું?.....પાણી ની જેમ સાચવીને વાપરો તો બેડો પાર થઈ જાય.
ચૂંટણી નું શું?.....મત ન આપો તો વેડફાઈ જાય.
ધર્મ નું શું?.....ધર્મો રક્ષતિ રક્ષિત:
દેશ નું શું?.....તમે દેશનાં ન થાઓ તો દેશ તમારો ક્યાંથી થાય?
અને કોરોના નું શું?.....સાવચેતી અને સ્વયંશિસ્ત પાળો, તો ચિંતા અને ચિતામાંથી મુક્તિ મળી જાય .... હાલ પૂરતી.-
જીવનમાં અનેક અનિશ્ચિત પરિસ્થિતિઓ આવે છે
જીવન કે પરિસ્થીતી પર મનુષ્યનો કોઈ કાબુ નથી
પણ દરેક પરિસ્થિતિને જવાબદાર બની સ્વીકારવી એજ ફરજ અને સમજણ..!!-
કેવું સારું રહે જો....
હૃદય પાસે આંખ....
અને મગજ પાસે કાન.....
મગજ દિલની વાત સાંભળત.....
અને હ્રદય દિમાગની નજરે હકીકત જોત.......
-