પત્ની :
અલગ અલગ સમયે અલગ અલગ કિરદાર નિભાવે,
પણ, જિદ્દ પર આવે તો જગતના કિરતારને નમાવે,
પત્ની છે , ઘરને એ જ તો મંદિર બનાવે.-
વ્હાલી પત્ની ને જન્મદિન નિમિતે શુભકામનાઓ..
મેં આટલાં સમયમાં તને,કશુંય આપ્યું ય નહીં,
તું ય સાવ એવી,જોઈતું તું એવું કશુંય માંગ્યું ય નહીં,
પછડાયો તો ઘણી વાર જીવનરસ્તે,
તું કાયમ હતી સાથે,તે કશુંય વાગ્યું ય નહીં,
સમયનો સણસણતો હથોડો ઘણીવાર ઝીંકાયો,
તારા ઓથારમાં સપનું મારુ એકેય ભાગ્યું ય નહીં,
તારા સથવારે જીવન મારુ એવું નિરાંતે સૂતું,
આપદાઓ એ જગાડ્યું, પણ એ જાગ્યું ય નહીં,
લોક કહે અજાણ્યા સાથે અઘરું છે દામ્પત્ય,
તું એમ સહવાસી બની, મને કશુંય અઘરું લાગ્યું ય નહીં,-
પતિના ફેરા ત્રણ-ચાલશે,,ભાવશે,,ફાવશે,,
ચોથા ફેરે પત્ની કહેશે-"બસ એ મને ગમશે"
@mpandya
-
એક ભાઈ નું એઠું બહેન ખાય,
એક બાપ નું એઠું દિકરી ખાય,
એક પતિ નું એઠું પત્ની ખાય,
એક દિકરા નું એઠું માં ખાય,
પણ
શું ક્યારેય એક બહેન, દિકરી,પત્ની
કે માં એ એઠું મૂકેલું કોઈ ખાય છે??
ના.......
બસ એટલે જ તો સ્ત્રી એ કોઈ પણ
રૂપ માં હોય પણ એ ત્યાગ અને સમર્પણ
ની મૂરત (મૂર્તિ) છે.
- દામિની-
વાતો આ તારી ને મારી છે
હજી દૂર જવાની તૈયારી છે
ખુલે ભલે દૂરી તીરી ને પંજુ
તું હોય સાથે, એ બાજી ક્યાં કદી હારી છે
પરિપત્રો રોજ કરું છું શિખામણ ના
પણ આદત તો તારી સરકારી છે
એમ તો અઘરું છે કળવું એકાબીજાને
પણ સમજણ બેઉની ખરેખર સારી છે
અલક મલક ની વાતો ને નાની નાની ફરિયાદો
તારી તો દુનિયા જ ખરેખર ન્યારી છે
કુંડળીઓ ક્યાં જોઈ 'તી ત્યારે
છેલ્લે તો પસંદગી તારી ને મારી છે
શ્રેયસ-
એક કવિની પત્ની એમને કહે છે :
તમે ક્યારેય પણ મને, "યુ આર સો હોટ" ... એવું કેમ નથી કહેતા ???
કવિએ જવાબ આપ્યો :
તને હોટ ના કહું, એમાં કાંઈ વાંક મારો નથી,
તું મારી પત્ની છે, કાંઈ થર્મોમીટરનો પારો નથી ...
બસ પછી શું ??? પતિ ચાર દિવસથી લોજમાં જમે છે ...
😀😀😀-
આપણને નાનાથી મોટાં કરનારી અને આપણી કાળજી લેનારી આપણી “માં” હોય છે...
આપણી સોબત ક્યારેક-ક્યારેક મજા-મસ્તી કરનારી આપણી “બહેન” હોય છે...
નાના હોઇએ ત્યારે ન ચૂકતાં આપણને દરરોજ નાની વાતો કહેનારી આપણી “દાદી” હોય છે...
લગ્ન થયાં પર આપણી પાછળ ઊભી રહેવા “તે” હોય છે...
સમયે સમયે જુદાં જુદાં રૂપમાં આપણને સંભાળનારી “સ્ત્રી” જ હોય છે...-
પત્ની એક પાંજરે પુરાયેલ પોપટ જેવી હોય છે..
જે આખો દિવસ બડબડ ભલે કરે પણ ક્યારેય પાંજરું છોડીને નહીં જાય..
જ્યારે પ્રેમિકા એક બેફિકર પતંગિયા જેવી હોય છે જેને એક ફૂલ પર હોય અને અન્ય આકર્ષક ફૂલ જોવા મળે તો લાલચમાં ત્યાં ઉડી પણ જાય છે..
એટલે પરણિત પુરુષ ને એટલું જ કહેવું પત્નીને જ પ્રેમ કરો..
પ્રેમિકાના સપના જોવા નહીં..😎
શરતો લાગુ..- કુંવારા એ આ બાબતને ધ્યાને લેવી નહીં..😜-