નથી મઝા બહુ સસ્તા રહેવામાં
અપમાનો સહી ને હસતા રહેવામાં
સહેજ વાત માં કહી દે છે "ડફોળ"
તોય, આપણે તો ડફોળ બનતા રહેવાના
-
નથી મઝા બહુ સસ્તા રહેવામાં
અપમાનો સહી ને હસતા રહેવામાં
સહેજ વાત માં કહી દે છે "ડફોળ"
તોય, આપણે તો ડફોળ બનતા રહેવાના
-
અનય
સૂર્ય નો પ્રકાશ છે ને પુષ્પ ની સુવાસ છે તું
દેવ નો આભાસ છે ને કાવ્ય ની મીઠાશ છે તું
શબ્દ માં હું શુ કહું
મારા પ્રાસ નો ય શ્વાસ છે તું
શૂન્ય જેવો શાંત છે ને પૂર્ણિમાનો કાન્ત છે તું
સ્નેહ નો પ્રશાન્ત છે ને ભોર નું એકાંત છે તું
શબ્દ માં હું શુ કહું
મારી વાત નો વૃતાંત છે તું
સ્વપ્ન નો સ્વીકાર છે ને પૂર્ણ નો પ્રકાર છે તું
અનય નો અવતાર છે નીત નવો આકાર છે તું
શબ્દ માં હું શુ કહું
મારી કલ્પના નો સાર છે તું
કાવ્ય નો આલાપ છે ને વાક્ય નો નિપાત છે તું
સ્વર્ગ ની સોગાત છે ને કુળ નો કલાપ છે તું
શબ્દ માં હું શુ કહું
કોઈ પુણ્ય નો પ્રતાપ છે તું-
વાતો આ તારી ને મારી છે
હજી દૂર જવાની તૈયારી છે
ખુલે ભલે દૂરી તીરી ને પંજુ
તું હોય સાથે, એ બાજી ક્યાં કદી હારી છે
પરિપત્રો રોજ કરું છું શિખામણ ના
પણ આદત તો તારી સરકારી છે
એમ તો અઘરું છે કળવું એકાબીજાને
પણ સમજણ બેઉની ખરેખર સારી છે
અલક મલક ની વાતો ને નાની નાની ફરિયાદો
તારી તો દુનિયા જ ખરેખર ન્યારી છે
કુંડળીઓ ક્યાં જોઈ 'તી ત્યારે
છેલ્લે તો પસંદગી તારી ને મારી છે
શ્રેયસ-
તું નથી ....
તું ખાલી બે ચાર દિવસ જાય છે
મારી તો દિનચર્યા જ બદલાઈ જાય છે
તારી હાજરી જ ખીલવે છે ફૂલો જાણે
આજે તો જો ને , એમજ જ મુરજાઈ જાય છે
તારા વિના તો તડકો ય નથી , ખાલી ઠંડા પવનો જ ફૂંકાય છે
તું નથી તો જાણે ,આ સુરજ પણ રિસાઈ જાય છે
સુનું સુંનું લાગે છે ઘર આખું, ગલુડિયા ય દેખાતા નથી
તું નથી તો જાણે ,એ પણ ક્યાંક સંતાઈ જાય છે
જરાય નથી ફાવતું બેટા ,આદત પડી ગઈ છે તારી
તું નથી તો જો ને ,આ દિવસ પણ કેવો લંબાઈ જાય છે
'માં' રોજ કે છે , હાલ તો ઠીક છે , પછી શું કરશો ?
તું જશે , માત્ર ,એ વિચાર થી ય આંખો ભરાઈ જાય છે
શ્રેયસ
-
જીવન ના કાટમાળ માં દબાઈ જશું
કે મોહ ની માયાજાળ માં ફસાઈ જશું
ગણતરીઓ છોડી દો સાચી કે ખોટી
નહીં તો, બારમા દિવસે જ ભુલાઈ જશુ
આ સરવાળા ખોટા ને બાદબાકીઓ મોટી
નહીં તો એના ચોપડે ક્યાંક નોંધાઇ જશુ
વાંકાચુકી છે વાટ ને મંઝિલ ની ય ખબર નથી
ખોટા રસ્તે ચડ્યા તો ક્યાંય અટવાઈ જશુ
લાખો આવે છે તારા ને મારા જેવા
દોઢ ડાહ્યા થયા તો ક્યાંય ખોવાઈ જશું
જીવન ના કાટમાળ માં દબાઈ જશું ......
બારમા ના દિવસે જ ભૂલાઈ જશું .....
શ્રેયસ-