QUOTES ON #નવું_વર્ષ

#નવું_વર્ષ quotes

Trending | Latest
31 DEC 2018 AT 14:32

નવા વર્ષનું મારા મા પરિવર્તન.....
એકલા રહો - એકલા જીવો,
તમારી જાત ને પ્રેમ કરો,
તમારી જાતને પંપાળો,
કોઈ તમારા માટે આ ક્યારેય કોઈ કરવાનું નથી.
તમારા પોતાના શ્રેષ્ઠ સાથી બની ને રહો.

-


30 DEC 2018 AT 13:41

જીવન નું એક વર્ષ ઓછું થાય એને લોકો તહેવાર ની જેમ મનાવે છે....
પોતાના જ જીવન ને ઓછું કરી લોકો મોમબતી ઓ જલાવે છે....!

-


12 JUL 2021 AT 11:20

આવળ બાવળ બોરડી,ફૂલ કંઢાને કખ!
હલ હોથલ કચ્છડે,જેત માડુ સવા લખ!
એવા જગરૂડાં કચ્છ પ્રદેશના નૂતનવર્ષે અષાઢીબીજ તેમજ જગનિયંતા ભગવાન શ્રીશ્રી જગન્નાથજીની જગપ્રસિદ્ધ રથયાત્રાના આજના પવિત્ર અવસરે લખ લખ વધાઈયું સાથે અત્યંત ભાવપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
અઢળક ખુશીઓ સાથે ઉન્નત જીવન,પરમ સૌભાગ્યઅને નિરામય દીર્ઘાયુ માટે ખરા અંતઃકરણથી જયમાતાજી!
🙏💫


-


1 JAN 2021 AT 9:33

એક વિનંતી,સૌ સંગ રહેજો નમ્ર બની,
હસાવજોને કોઈક વ્યક્તિને કૃપા કરી,

જરુર સફળ થશે જે રહી ગયેલું બાકી,
ગયા વર્ષની યાદ કડવી જજો સૌ ભૂલી,

આભાર માનવાનું સહુને ન જતા ભૂલી,
નવું વર્ષ શરુ કરશો શરુ નવું કંઈ કરી,

અંતે હું માનું છું આભાર સહુનો દિલથી,
મારા લખાણને વખાણવા દિલ ખોલી,

ઈચ્છા રાખું થાય તમારી ઈચ્છા સૌ પૂરી,
નવું વર્ષ સૌ માટે ખુશીઓ લાવે ઘણી.

-કેવલરામાણી ખુશી




-


15 NOV 2020 AT 8:42

નવા વર્ષના સૌ ને જાડેજા પરિવાર તરફથી જય માતાજી🙏🏼
નવું વર્ષ કંઇક નવું લઈને આવે...
એક બીજા પ્રત્યેના દુઃખ ને ભૂલીને
ફરી એક નવી શરૂઆત કરીએ...
આ નવું વર્ષ તમારા માટે નવું અજવાળું લઈને
આવે તેવી શુભકામના...
Happy New year to you and your family....

From- બળદેવસિંહ જાડેજા & family....
કેરા કોટ - કચ્છ

-


27 OCT 2019 AT 15:43

તહેવાર ના વહેવાર માં હસતાં તમો રહો વ્યસ્ત ,
વાયરસ ના વહેવાર માં ના પડતાં, તમો રહો અલમસ્ત ..

દિવાળી નાં ફટકાડાં ના ધુમ ધડાકાં માં જોતાં વાટ ફુટવાની ,
બીમારી નાં ખાંસતાં ના કરે, હરપળ જોતાં વાટ વાયરસ હુમલાની ...

નવાં વરસ ની તમો ને હરખ વધી બમણો થાય એવી શુભેચ્છાઓ ...
નવાં વારયલ નો તમો ને પણ ભેટો ના જ થાય એવી જ શુભેચ્છાઓ ...

-


16 NOV 2020 AT 7:08

આવ્યું અનોખું આજ નવલું વરસ,
વીતે બધાનું સુખ સભર ને સરસ.

સુખ ને નિરોગીતા વસે આંગણે,
આનંદનો ઝરતો રહે આમરસ.



સૌ મિત્રો અને સ્નેહીજનને
નવા વરસની ખૂબ ખૂબ શુભેચ્છા
🙏🎊💐🎉🙏

ખુશ ડી. લાડ.
ધીરજ આર. લાડ.
તરૂ ડી. લાડ.

-


1 JAN 2019 AT 14:42

એ જ છે મોસમ ને એ જ થથરાવતી ટાઢ
કહેવાય છે છતાં કે વરસ બદલ્યુ છે

એ જ અધુરા સપના ને એ જ તારા વિનાની રાત
કહેવાય છે છતાં કે વરસ બદલ્યુ છે

એ જ કોરી આંખો ને એ જ વરસવા મથતો વરસાદ
કહેવાય છે છતાં કે વરસ બદલ્યુ છે

એ જ મારા શબ્દો ને એ જ ક્યારેય ના પોકારાતો સાદ
કહેવાય છે છતાં કે વરસ બદલ્યુ છે

એ જ ખાલી રસ્તો ને એ જ તારી રોજ જોવાતી વાટ
કહેવાય છે છતાં કે વરસ બદલ્યુ છે

એ જ મારી જીદ ને એ જ એક ક્ષણનો ઝંખાતો સંગાથ
કહેવાય છે છતાં કે વરસ બદલ્યુ છે

એ જ મારો પ્રેમ ને એ જ ક્યાંય ન‍ા પહોંચતી રાહ
કહેવાય છે છતાં કે વરસ બદલ્યુ છે

-


30 DEC 2019 AT 11:16

શું હતું.? શું ન'તુ.? ક્યાં ગયું.? શું ગયું.?
તે રચ્યું, જે ઘડ્યું, તે નવું બની ગયું.

જાણ છે, અજાણ છે, અબાલ છે, વૃદ્ધ છે.
એ બધાં તાકી રહ્યાં, જો કંઈ નવું બની ગયું.

-


16 NOV 2020 AT 21:33

માત્ર તારીખિયા ના બદલાય,
થોડા સ્વભાવ પણ બદલાય,

માત્ર કોરી શુભેચ્છાઓ ના અપાય,
થોડી સમજણ પણ વધારાય,

માત્ર તેલના દિવા ના થાય,
અંદરનો અંધકાર થોડો દૂર થાય,

માત્ર નવા વસ્ત્રો ના પહેરાય,
થોડા સાદગીના ઘરેણાં સજાવાય,

માત્ર હાથના મિલાવાય,
જરૂર સમયે હાથ પણ લંબાવાય,

એ જ અભ્યર્થના સાથે,
આવનારા વર્ષના પડકારો ઝીલવાની ક્ષમતા આવે ,
એમજ વ્હાલો આપણું જીવન સુગમ બનાવે,

વોરા આનંદબાબુ.. અશાંત..અને વોરા પરિવારની નવા વર્ષની આપના માટેની ઈશ્વરવંદના...

-