ક્યારેક આપણે આપણી મહત્વકાંક્ષાને પોષવા માટે એટલા બધા અંધ બની જતા હોય છીએ કે આપણે મહત્વના ધ્યેયને જ વિસરી જઈએ અને પછી પરિણામે ન મહત્વકાંક્ષાને પોષી શકીએ કે ન કોઈ પરિણામ પ્રાપ્ત થાય. કંઈક મેળવવા માટે એની પાછળ સતત લાગવું પડે. ખંતથી કરેલી મહેનત ક્યારેય એળે ન જાય, જો એવું થાય તો સમજવું કે આપણે જ કશે ચૂકી ગયા.
-
જો ચપ્પુ બુઠ્ઠું થાય તો એની ધાર નીકળી શકે,
મેડિટેશન થી મગજની ધાર પણ નીકળી શકે,
પણ કલમ એવી વસ્તુ છે સાહેબ જેની ધાર ન નીકળે,
ન એ બદલી શકાય
એને તો સવારવાની હોય...જેમ હોય, જેવી હોય એના જ સ્વરૂપમાં ઢળી જવાનું....-
नए रिश्ते आने से पुराने रिश्ते भुलाए जा रहे है,
तकलीफ वो नहीं, पर जज़्बात तब मेरे सरे आम बिक जाते है।-
ખબર નહીં કયો નશો છે એના પ્રેમનો,
એવી રીતે ઓળઘોળ એમાં હું,
જેમ દૂધમાં ભળેલી સાકર હું ને ચા માં ડૂબેલી ચાહત તું....-
"એકલતાને જ મિત્ર હવે બનાવી લીધી છે,
જેને પોતાના સમજ્યા હતા એ તો લગભગ લાગણીવિહોણા નીકળ્યા."-
"સ્વાર્થના સબંધો પર પૂર્ણવિરામ મૂક્યું છે,
વાત હું અને તુ થી પરે હોઈ તો કહેજે."-
મારો વીરો નથી રહ્યો....
હતો જે કોહિનૂર મારા ઘરનો...
હવે એ હીરો નથી રહ્યો....
રડી રડીને આજે થઈ આંખો એટલી દૂર
એ આંખોમાં હવે પુર નથી રહ્યું....
પ્રાર્થના અભિલાષા 'ને એશણા મારી,
પણ ઈશ્વર એ સાંભળવા હવે મજબૂર નથી રહ્યો...
નૂપુરની આંખોનું જે કહેવાતું હતું નૂર....
હા ભલે નથી પાસે...પણ તો'ય વીર મારો દૂર નથી રહ્યો...
કહેવાય છે ઝીંદગીનો નશો હોઈ છે ભારી...
પણ મારો વીરો હવે એ નશામાં ચકચૂર નથી રહ્યો...
મારા વિશ્વાસની હાંકલ સાંભળી લે એ...
'ઝાંઝર' એટલો તારો હવે સુર નથી રહ્યો....
હતો જે કોહિનૂર મારા ઘરનો...
હવે એ હીરો નથી રહ્યો....
મારો વીરો નથી રહ્યો....
-
કોઈના વગર કંઈ અટકી નથી જતું,
માણસની કિંમત પાણીમાં આંગળી જેટલી જ હોઈ છે..
પાણી માંથી આંગળી કાઢી લો તો પાણીને કશો ફર્ક નથી પડતો...-