છાંટા એ છેડી મને પહેલાં વરસાદમાં,
આપણીયે વાત ઉગી પહેલાં વરસાદમાં.
સાત સાત શાયરના મોજાઓ શાયરી,
ઘનઘોર મેઘ ગાવે મલ્હારી ગાયકી.
સુણવાંને હું ઉભી પહેલાં વરસાદમાં.
આપણીયે વાત ઉગી પહેલાં વરસાદમાં.
ફોરમ શું માટીની મહેંકી છે ગામમાં,
બઉં લાંબી રાત વાત જામી છે રાતમાં.
એમનેમ હું પલળી પહેલાં વરસાદમાં.
આપણીયે વાત ઉગી પહેલાં વરસાદમાં.
ભીંના છે વાળ અને ભીનું આકાશ છે,
વરસવાની બંનેને પ્હેલી પ્હેલી રાત છે.
આંખ્યું એ માત દીધી પહેલાં વરસાદમાં,
આપણીયે વાત ઉગી પહેલાં વરસાદમાં.-
Writer (script, story, lyricist)
DM for paid collaboration
My ... read more
એવું તે શું છે એની આંખોમાં? આ સવાલ ઘણાં બધાં કરે છે 😄
મારે કહેવું હોય છે કે, એની આંખોમાં પવિત્રતા છે પ્રેમની, સંબંધની, એની આંખોમાં ભીનાશ છે લાગણીની, યાદોની, એનો આંખોમાં એક.. એક તહેઝીબ છે- મર્યાદા છે.. એમ અદબ છે પ્રેમની,
અને..કંઈક કરી જવાની ઈચ્છા છે એની આંખોમાં.
એની આંખોમાં જાદુ છે સામે વાળાને મોહી લેવાનો,
એને એમ થઇ જાય કે આ આંખો માટે તો હું મારું સર્વસ્વ લૂંટાવી દઉં.
એની આંખોને તમે ઉઘડતી જુઓને તો એમ લાગે કે જાણે કમળની કળી માંથી ફૂલ થઈ રહ્યું હોય અને ખુલ્યા બાદ જ્યારે એ કાજળ લગાવીને જો સામે આવે તો એમ લાગે કે કોઈ વીર યોદ્ધા પોતાની ધારદાર તલવાર લઇને ઉભો હોય અને હમણાં જ મારું કત્લ કરી નાખશે.
એની આંખો ગઝલ છે તો એની આંખો કથાને પણ સાચવી જાણે છે.
એની આંખો ઝરણાં જેવી શુદ્ધ છે તો એની આંખોમાં દરિયો પણ ઉલાળા મારે છે.
એની આંખોમાં પ્રેમ, લાગણી, ઈચ્છા, પ્રશ્ન,
ઉત્તર, આકાશ, પાતાળ, જન્મ, મૃત્યુ, સમય,
ભુત, ભવિષ્ય, વર્તમાન અને..
અને.. હું
બધું જ કેદ છે.-
दुआओं पर मेरी ज़िंदगी,
थोडी सी तु भी कर बंदगी ।
यूँ पत्थर क्यों बनी बैठी?
कमी किस बात की ज़िंदगी?
ज़रा ऊपर-नीचे नज़रे
फिराले ऐ मेरी ज़िंदगी ।
नहीं यूं खास तु फिर भी,
मेरा ही ताज तु जिंदगी ।
थोडी उल्फत में है ज़िंदगी,
थोडी उलझन में है ज़िंदगी ।
हाये, मैं क्या ये लिख बैठा,
मेरी यें कौन है जिंदगी?-
हमारी ख्वाहिशे झूठी,
तुम्हारी ख्वाहिशे फीकी ।
सजालो मौत को तुम भी,
सजा ले मौत को हम भी ।
बुरा ना मान ऐ ज़िंदगी,
बुरा मानेंगे ना हम भी ।
महकती आग है ज़िंदगी,
सुरज की जात है ज़िंदगी ।
पुरानी साजिशें ज़िंदगी,
पुराने वार है तेरे ।
सयाने हो गये हम तो,
पुरानी जात है ज़िंदगी ।
खुदा से ख़ैर दे ज़िंदगी,
खुदा से बैर है ज़िंदगी ।
कसर है इश्क में फिर तो,
बडी नादान तु ज़िंदगी ।-
મારી કલ્પના..
તમારી પાસે હોવું, તમારી આસપાસ હોવું
તમારી વાતોમાં હોવું, તમારાં ગીતોમાં,
તમારાં શોખમાં, તમારી ખુશીમાં
અને તમારી ઉદાસીમાં પણ.. હું જ હોવ
એવી મારી કલ્પના
તમારાં થકી જ બધું છે,
મારું અસ્તિત્વ તમારાંથી જ છે
તમે નથી તો હું નથી વગેરે વગેરે..
એવું કંઈ નથી
પણ તમારાં હોવાં માત્રથી મારું ઘણું બધું છે.
મારી ઘણી ગઝલ તમારાં થકી અને માત્ર તમારી છે
રાત્રે સુતા પહેલા જોયેલું સ્વપ્ન એટલે તમે
સવારે જાગતાંની સાથે જ જાગતી ઈચ્છા
એટલે તમે
ઝાકળના ખરી ગયા બાદ પાંદડા પર
રહી ગયેલ ભીનાશ એટલે તમે
કોઈ ફૂલ ખીલે તે પ્હેલાંની કલ્પના એટલે તમે
મેં કલ્પેલી સૌથી સુંદર કલ્પના એટલે તમે-
अगर आपको कोई एक भी ऐसा कारन मिले कि "प्रेम क्यूँ नहीं करना चाहिए" तो वह "प्रेम क्यूँ करना चाहिए" इसका भी एक कारन हो सकता हैं ।
-
Jab gujarat mai 2018-19 mai nikli competitive exams ki date 2022 mai announce hoti hai tab gujarati students..
-
આપણી દુનિયા નથી, આપણી સરકાર નઇ,
આપણે આવી ગયા, શું થશે?- દરકાર નઇ.
હાથમાં કંગન હતાં 'ને પગે પાયલ હતી-
આંખમાં કાજળ હતું તોય એમાં સાર નઇ.
વાર છે ત્હેવાર છે, છે બધાં ઉત્સાહમાં,
કેમ તોયે આપણાંમાં કશો અણસાર નઇ.-