ચારિત્ર્ય માનવનું સાચું ઘરેણું
રાખો એને સોના જેવું ચમકતું-
તમારા સિદ્ધાંતો ને તમારી વર્તણુક માં
ઉતારતા જે વ્યક્તિત્વ નિખરે,
એજ ખરું ચારિત્ર્ય.
Jns_Shah😘-
છે વ્યકિત ચારીત્ર્ય થકી ઉજળો...
અને વ્યકિત ના ચારીત્ર્ય નો અરીસો એટલે 'આચરણ '..!!-
ચારિત્ર્ય નું રક્ષણ એ ક્ષત્રાણીનાં
સત્ત્વવ નું રક્ષણ..!
અશુદ્ધ આચરણ એ સન્માન
અને ગૌરવ નું ભક્ષણ..!
-
એવું વ્યક્તિત્વ નથી જોઈતું
જેથી દરેક ની નઝર મંડરાય જાય...
એવી લાગણી નથી જોઈતી
જેથી દરેક ની આશા વહી જાય..
એવો સ્વભાવ નથી જોઈતો
જેથી દરેક આવીને સમજી જાય...
એવું ચારિત્ર્ય નથી જોઈતું કે
જેથી દરેક આવીને પુજી જાય...
એવું ખોળીયું જ નથી જોઈતું કે
જેથી સાક્ષાતકાર થાય પણ મુંઝવણ બની રહી જાય...-
ચરીત્ર
વાહ કળયુગ ની જનતાં તમારો કોઈ જવાબ નથી..
ઉઠાવ્યા હઝારો કષ્ટ ઉજળું રાખવા ચરિત્ર..
લક્ષ્ય જીવન નું એક ઉઠે નહિ આંગળી કદી ચરિત્ર પર..
ઉઠે જો આંગળી ચરીત્ર પર, જન્મારો જાય એળે સ્ત્રીનો..
પણ વાત જો હોય મૂળ વગર ની તો ચરીત્ર ને બાધ નથી, આ એ દુનિયા છે સાહેબ જ્યાં કોઈ પણ ના ચરીત્ર પર આંગળી ઊઠાવવા માં કોઇને મલાલ નથી..
કહેવા વાળા ની બુધ્ધિ નો જવાબ નથી, સાંભળવા વાળા ની બુધ્ધિ નો વિસ્તાર નથી..
Edit &shar ના જમાના માં સત્ય ને દાટી અસત્ય ને વહેતું કરવું એ કાઈ નવાઈ નથી..
આ માનવજાત છે સાહેબ એના નિમ્ન કાર્યો ને પણ કોઈ બાધ નથી
એક જરા ક્યાંય તમારું નામ શું ચર્ચાય,પાડવા વાળાની કોઈ ખોટ નથી
જાણિતા તો જાણીતા અજાણ્યા પણ કાઈ ઘટતાં નથી..
બસ આજ જગત છે સાહેબ.. અહીયાં લોક મોઢે જો વાત થાય નબળી તો તમારી પવિત્રતા ના કોઈ મોલ નથી..
હોય ગમે તેવું આચરણ કે ચરીત્ર જો લોક મોઢે વખાણાવ તો તમારાં અશુધ્ધ આચરણ ને પણ કોઈ બાધ નથી..
અંતે તો ગમે તે હોય જગત ના મોઢે રમવું.. આ કળયુગ માં ચરીત્ર નું અન્ય કોઈ પ્રમાણ નથી..
અભિમાન તો અભિમાન અહીયાં સ્વાભિમાનને પણ કોઈ સ્થાન નથી
વાહ કળયુગ ની આ જનતાં.. તમારો કોઈ જવાબ નથી..!!-
એક અજાણી સ્ત્રી પણ આપણા પર નિસ્સીમ
વિશ્વાસ મૂકી શકે બસ એટલું આપણું ચારિત્ર્ય અને પુરુષાર્થ
સ્વચ્છ અને સુંદર હોવું જોઇએ.-
પહેલાં લેતાં અગ્નિપરીક્ષા ચારિત્ર્ય ના નામ પર
આજે વિધવિધ પરીક્ષણો શંકાથી કરાવાય છે
લંકાથી સીતા પવિત્ર પાછાં ફરી શકે છે
ને અભણ ધોબીના આરોપથી ફરી રુંધાય છે
ચારિત્ર્ય કોનું ખરાબ? સત્ય કોનું સાચું??
નારીનું કે પુરુષ નું? રોજ નવાં સવાલો પૂછાય છે
અગ્નિપરીક્ષાના નામે સ્ત્રી પર આંગળી ચીંધાય છે
ને કડવા ઘૂંટ અપમાન નાં આજે પણ પીવાય છે
નારી મહાન છે, વંદનીય ને પૂજનીય છે
એવાં નારા થી રોજ રોજ તેનું સમ્માન ઘવાય છે !!
નારીએ જન્મ આપ્યો છે તુજને, ઓ ! માનવ
સીધી સાદી એ વાત કેમ અહીં વિસરાય છે
નારી થકી છે સૃષ્ટિ ની શોભા માં અભિવૃદ્ધિ
સંબંધો સઘળાં નારી થકી જ કેળવાય છે......!!!
-- ડૉ. રેખા શાહ
-
ગમે તેટલું મોંઘુ અત્તર લગાવો, પરંતુ સુગંધ તો પાસેથી પસાર થનારને જ આવે,
જ્યારે સારા ચારિત્ર્યની સુગંધ માટે ક્યાંય ઉપસ્થિત રહેવાની જરૂર નથી....-