" રાખ બને છે. "
અંદર છુપાવેલા ઘૃણા ના ભાવ, તમારી જ પાથરેલી ઈર્ષ્યા ની ચાદર,
છોડાયેલા તિર ની અણી જેવા શબ્દો, જાણી ને પણ અજાણ બનેલી વાતો,
નાસમજ બની રંગ બદલાયેલા ચેહરા, એ દુઃખ ની લાગણી ને વિચાર ના ટોળા,
તમારા જ ધારી ને બેસાડી દીધેલા પરિણામો,
અને પછી છવાતો મૌન અને એમાં કચડાયેલા સંબંધો.
આ બધું જ રાખ પામે છે, એક દિવસ
જ્યારે એ વ્યક્તિ આ જગ ને છોડી ને જાય છે.
બાકી રહે છે,
તો માત્ર કેટલીક સારી યાદો - સારી વાતો.
અને સત્કર્મ થી મેહકાવેલા ફૂલો.
તો ચાલો ને,
એ રાખ પામે એ પહેલાં રાખી લઈએ
એ સંબંધ ની ગરિમા ને પ્રેમ થી સાચવી લઈએ.-
સઘળું છુપાવી ચેહરે સ્મિત રાખે છે,
ઇ એમ આઈ ના નામે જીવન ને હેમખેમ રાખે છે,
અનેકો બિલ ના ટોપલા માં, પોતાના દિલ ને મોજ માં રાખે છે.
તું તારું કેહ, મારું તો ચાલશે
એમ બોલી ભાઈબંધી માં આગળ નેમ રાખે છે,
મનગમતી સ્ત્રી ને ન પડે અડચણ એની તકેદારી રાખે છે,
પિતા ના ખભા નો સહારો અને માતા ના પ્રેમ નો દરિયો બની,
જાણે કશું જ નથી થયું કહી મન ને શાંત રાખે છે,
અંદર પ્રજ્વલીત થતા જ્વાળામુખી ને વિચાર ના
વંટોળ ને આમ જ એક ભીની આંખે સુવાડી દે છે,
સઘળું કર્યા પછી પણ, જાણે આ તો એની ફરજ હતી
એમ સંતોષ માની ફરી આવતીકાલ ની ખુશ્બુ માં
પોતાની યુવાની મેહકાવા દોડી ઉઠે છે.
*એક પુરુષ....*-
#ToSuperGirl
સાંભળ ને,
સાત વર્ષ નો સાથ અનોખો,
સાથે જીવેલો શ્વાસ અનોખો,
સમજણ ને લાગતો ઉતાર-ચડાવ અનોખો,
ને પછી પાંગરી ઉછરેલો પ્રેમ અનોખો,
છે જિંદગી ના દરિયા કાંઠે આપણા બેવ ની નાવડી,
એ નાવડી ની મુસાફર તું ને નાવિક હું અનોખો,
ઈશ નું પણ જો કેટલું ઋણ છે અહીં,
રહેતો પ્રાર્થના માં પણ પહેલો વિચાર તારો અનોખો.
#Happy18-
तू मौजूद मेरे हर अक्स में
महसूस कर ज़रा,
तू शाम की ठंडी हवा जैसी
सांसो में चल ज़रा,
तेरे होने से होती शुरू ये धड़कने
पास बैठ कुछ सुन ज़रा,
मैं, मैं न रह कर तू बना
तू मुझको खुद में ढूंढ ज़रा।-
જે માંગી ને મળે એ પ્રેમ નહીં,
અને જે વિચારી ને થાય એ પણ પ્રેમ નહીં,
પ્રેમ તો અનંત, અવિરત, ને શાશ્વત છે.
તમે ફક્ત આપો, વહેંચો અને
એના ઉન્માદ માં સુખી રહો.
પણ માંગશો ક્યારેય નહીં.-
अजनबी रिश्तों की कुछ
अनकही सी बातें
समझ ने में मत उलझ तू,
वक्त तो थोड़ा वक्त दे संभलने का,
यूं समंदर की गहराइयां देख
किनारे से मुंह मत मोड़ तू।-
#HappyJanmashtami
અહમ નું ઓગળવું
ને પ્રેમ નું પાંગરવુ જો શક્ય છે
તો કૃષ્ણ નું મળવું સત્ય છે.
નટખટ બાળપણ અને
સ્ત્રી નું રક્ષણ જો શક્ય છે
તો કૃષ્ણ નું મળવું સત્ય છે.
કર્મ નું સગપણ
ને ધર્મ નું આચમન જો શક્ય છે
તો કૃષ્ણ નું મળવું સત્ય છે.
અરીસા માં "સ્વ" ને ભૂલી
સ્થિતપ્રજ્ઞ બનવું જો શકય છે
તો દોસ્ત કૃષ્ણ નું મળવું સત્ય છે.
- જેનિસ શાહ-
#Haiku
ખુલ્યા તાળા
કાજલ આંજી આવી
શમણે પાંખ.
મોકળું મન
શોધતું અવસર
મેલી આવાસ
રમે રંગીલા
સાગર સંગે ભાણે
આંધી તોફાન
ફૂટે પરોઢ
અલગારી અંબર
જીતે શ્વાસ.
Jns_Shah😘-
कौन सुनता है
वो आवाज़ जो तेरे दिल से आती है,
बिछा कर चद्दर बैचेनी की, जो तेरे भीतर आग लगाती है
आखिर कौन सुनता है
धीमी सी समंदर की लहरें, जब अपने रंग में आती है,
बेकाबू पवन की मनमानी पत्तों को बिखेर जाती है,
तब किये गये गुनाह की तरफ़दारी, आखिर कौन सुनता है
वो सुनी शाम का गहरा सन्नाटा, जब खालीपन से चिल्लाता है,
लेखक की कविताओं से परे, जो दिखे चाँद का दाग काला तुम्हें
तो तुम्हारी नज़रो का धोखा बताकर, सच का ये मुहावरा
आखिर कौन सुनता है
तुम तो यूहीं सम्भलकर चलते हो, टूटे रास्तों पे बिना बैसाखी दौड़ते हो,
लगे जो खंजर और कांटे कई, न मुस्कुराना छोड़ तुम मंज़िल की ओर भागते हो,
तो
तो समझो कि तम्हारी यही तैयारी उस खुदा को भाती है, उसकी दुआएं जीत के संग हार का जश्न भी मनाती है, तुम्हें और बेहतर और मजबूत बनाती है, वो है आशीष उस ईश का मेरे बंदे जो तेरी हर पुकार उसके पास पहुंचाती है।
इसीलिए कहते है कि
कोई सुने ना सुने, वो सब सुनता है
जो तेरे भीतर, तुझे तुझसे भी ज़्यादा जनता है।-
तू माने तो जन्न्त, ना माने तो जहन्नुम है जिंदगी,
तेरे करम से बुनती और संवरती है जिंदगी,
तू बांटे जो खुशियां, तो मोहब्बत है जिंदगी,
तेरी तकदीर से ज़्यादा, तेरी मेहनत से खिलती ज़िन्दगी,
तु मोड़ दे सुनहरा, तो खुशनुमा एहसास है जिंदगी,
तू जलाये जो आग, तो खाख करे वो जिंदगी,
तेरे ख्वाबों में महफूज़ और किताबों में लिखी है जिंदगी,
तू पढ़ले तो सिर्फ गीता या कुरान,
कुछ करले तो इंसान बनाती है जिंदगी ।
Jns_Shah😘-