હા, પરિચિત તો હતા અમે આ "પ્રેમ "નામના શબ્દ થી,
પણ ઓળખાણ તો તમારા થકી થઈ !!!!!-
કહેવાય છે કે તમારા નામમાં જ,
તમારી ઓળખાણ છૂપી હોય છે,
પણ જો તમારા નામ જેવા,
તમારામાં ગુણ હોય તો.
તારી ઓળખાણ તારા સ્વભાવ,
અને લોકો સાથેના વર્તન પરથી થાય છે,
તારી ઓળખાણ વિનમ્રતા અને,
તારા ભાવ ભર્યા શબ્દોથી થાય છે.
પૈસો તો છે ગૌણ વસ્તુ,
નથી ઓળખાતું કોઈ પૈસા ના જોરથી,
માણસાઈ આગળ પૈસો પણ ટૂંકો પડી જાય છે,
અને એ જ છે માણસ નું સાચું ધન.
જન્મ આપ્યો છે ભગવાને તમને,
તો કઈક તો સારું કામ કરીને જજો,
ગુમનામ ના રહેતા આ દુનિયામાં,
પણ થોડુ તો તમારું નામ બનાવીને જજો.
-Nitesh Prajapati-
તારા નામથી મળીને,મારા નામની
અલગ પહેચાન થઈ ગઈ
તને મળીને, મને મારાથી,
નવી ઓળખાણ થઈ ગઈ-
ક્યાં અને કેવો વળાંક આવશે કોને ખબર ,
હજી તો રસ્તાઓ સાથે ઓળખાણ ચાલે છે..-
અમથા અમથા લોકો મારાથી રીસાઈ જાય છે,
શું જણાવું હું મારા વિશે, બધું ભુંસાઈ જાય છે,
એકલતાને નિરાશા જ ભરી છે મારી અંદર,
આંસુ પણ જ્યાં નીકળે ત્યાં સુકાઇ જાય છે,
~"હાર્દ"-
જરૂરી છે ... વગર વાંકે પહેલાં કબુલાત કોણ કરે,
હો ઓળખાણ તારી તો બીજે મુલાકાત કોણ કરે,
જાણે બળબળતી આગ માં થોડી નરમાશ નું રહેવું,
આગ થી વિશેષ એને ઠારવાની શરૂઆત કોણ કરે,
ઊડી ને દુર દુર ચાલ્યું જશે એક પારેવું પ્રેમ નું,
જો હોય તમાં તો પણ આકાશ માં વાત કોણ કરે,
હોય જો દર્દ ઘણાં જીવતર માં તો દવા પણ હોય,
તબીબ પાસે પણ જરૂરી છે રજુઆત કોણ કરે,
ગુનો દાખલ કર્યો હોય જો ગેરસમજ ની વાત માં,
પ્રેમ વધુ હોય એ હારી જાય, એની વકાલાત કોણ કરે
-
હા માન્યું ઓળખાણ નવી છે આપણી,
પણ વિચારોમાં તું જ વહ્યા કરે છે
વાતો બવ ઓછી પણ બવ સારી થઈ છે આપણી
પણ આ તારું અચાનક ખોવાઈ જવું ખટક્યા કરે છે-
કોઈ માટે "પહેલી" છું તો કોઈ માટે "મુંઝવણ"
સદા જજુમતી ને લડતી પોતાની સાથે
એવી અનોખી જાત સાથે ની મારી "પીંજણ"
ક્યારેક કલોઝ અપ ની એડ કરી બત્રીસ દાંત દેખાડું
તો ક્યારેક જ્હોનસન બેબીના બાળક ની જેમ માસૂમ દિલથી રડું
હવે હું તમારા માટે નિખાલસ છું કે નાટકબાઝ
એ મને ખબર નથી.
હોય ભલે પડકારો કે સંઘર્ષ ની વ્યથા
હું મસ્ત રહું જબરદસ્ત એ જ મારી વર્ષોથી પ્રથા
મારી બોલકણી અદાથી થઈ જાય પ્રશ્ન સદા
પણ આવું જ્યારે અરીસા ની જેમ તમારી સમક્ષ
ત્યારે સમજાય કે અરે! આ તો છે અરીસો પારદર્શક , સ્પષ્ટ અને અભેદ!
અને એટલે જ મારા તરફથી દરેક સબંધ રહે ચળકતા સફેદ.-
કોઈ શબ્દો ની મહોતાજ નથી!
તારો સરળ, શાંત અને પ્રેમાળ સ્વભાવ જ,
અદ્ભુત સંસાર પ્રત્યે ની તારી,
"વિશિષ્ટ" દ્રષ્ટિ દર્શાવે છે.
🌻🌻🌻🌻🌻🌻💙🌻🌻🌻🌻🌻🌻-