જ્યારથી મળ્યા સમાચાર તારા આગમનના,
પળે પળે મારી અધીરાઈ વધતી જાય છે...
જાણે પાનખર સમ વિરાન હૃદયના આંગણે,
વસંત ની પધરામણી મલકતી જાય છે....
ચાતક નજરે મીટ માંડી તારી રાહ નિહાળું,
દલડાં ની ડેલીએ તું સંતાકૂકડી રમતી જાય છે...
જાણે શુષ્ક બેજાન અવનિ ના પ્રાંગણે,
મેહુલિયા ની આહલાદક બુંદો રેલાતી જાય છે...
આતુર તને મળવા , તું ક્યાં ક્યાં છુપાય છે,
રોકી રોકીને થકી છતાં તારી યાદો સરકતી જાય છે..
જાણે અસહ્ય વેદના સહી , શિશુના આગમનથી,
માં ની આંખે હર્ષના અશ્રુઓની ધારા વહેતી જાય છે..
વિચારોના વંટોળ વીંટળાયા છે મન માળવે,
તારી હાજરીની સુવાસ નજદીક જણાતી જાય છે..
જાણે સૂરજ પણ આથમે છે ચાંદના આગમન માટે,
ને ચાંદની ધીમે ધીમે પ્રણય પ્રકાશ પાથરતી જાય છે..
-
આગમન જીવનમાં ખુશી કેરાં પંખીનું,
રખે'ને થાય વહેલું કે મોડું..
નભ સમું આ મુક્તમન યજમાની સદા,
તૈયાર ઝીલવા આવે એ તેડું..-
વર્ષા નું આગમન થતા,
પ્રકૃતિ ખીલી ઉઠે છે..!
પ્રિયવર નું આગમન થતા,
નવોઢા હસી ઉઠે છે..!
વસંત નું આગમન થતા,
ફૂલો મહેકી ઉઠે છે..!
જાન નું આગમન થતા,
દુલ્હન શરમાઈ ઉઠે છે..!
શિશુ નું આગમન થતા,
ઘર ગુંજી ઉઠે છે..!
-
આગમન એનું અણધાર્યું થયું,
અને વર્ષો નો ઇન્તઝાર પૂરો થયો,
આંખો ને એનો દીદાર થયો,
અને દિલની ચાહત પણ પૂરી થઈ.
વિચાર્યું ન હતું ક્યારેય,
એ પણ મળી ગયું,
પહેલા હતી એ મિલો દૂર,
આજે અચાનક જ,
સામે આવીને ઊભી રહી ગઈ.
એને હરખથી જોઈ,
મારી આંખોમાંથી,
હરખ ના મોતી ઓ વહી ગયા,
અને હું નિશબ્દ બની,
ફક્ત નિહાળતો જ રહ્યો તેને.
ક્ષણ હતી એ અદ્ભુત,
પણ પકડી ન શક્યો હું એને,
માણી લીધી એને ફક્ત નજરોથી જ,
શબ્દ બોલવાનો તો મને મોકો જ મળ્યો.
-Nitesh Prajapati
-
ફોરમ પ્રસરી હવામાં તારા આગમનની જ્યારે.....
લાગ્યું ઈશ ની ચોખટે પ્રાથર્ના મંજૂર થઈ ત્યારે...-
કોલેજના શરૂઆતના દિવસો હતા,પ્રવેશવાની સાથે જ હજારો નવા ચહેરા આંખ સામે તરી રહ્યા હતા.નજર દૂર સુધી ફેલાઈ ત્યાં એક ઓળખતો ચહેરો દેખાયો,તે હતી તેની શાળાની સહપાઠી.
કોલેજના દિવસો પસાર થવા લાગ્યા,બંને વચ્ચે મિત્રતા ગાઢ બનવા લાગી હતી.કોલેજમાં પગ મૂકવાથી લઈને ઘેર પાછા જવા સુધીનો સમય બંને સાથે પસાર કરતી હતી.આ ફોરમાલીટીનો સંબંધ કયાંક હૃદયનો સંબંધ બની ચૂક્યો હતો.ભણતર ને મસ્તી સિવાયની અંગત વાતો પણ બંને વચ્ચે વહેંચાતી હતી.
ધીમે ધીમે બંને એકબીજાની સંભાળ,પસંદગીનું રાખવા લાગી હતી.ત્યાં જ એક નવા પાત્રનું આગમન થયું,બંને વચ્ચે મિત્રતાનો એક નવો જ અધ્યાય આરંભ થયો હતો.નવા પાત્રના આવવાથી બંને સખીઓ ધીરે ધીરે એકબીજાથી દૂર થવા લાગી હતી.એક સખીનો સ્વભાવ બોલકણો ને બીજીનો ઓછાબોલા પ્રકારનો હતો.તેની વાતો સાંભળનારી હવે બીજાની વાતો સાંભળવા ને કેટલાંક અંશે સખીથી બોલતી તેનાથી પણ વધારે બોલવા લાગી હતી
ધીરે ધીરે બંને સખીઓ વચ્ચે એક મોટી મૌનની ને ફોરમાલીટીની પાકી દીવાલ ચણાઈ ચુકી હતી......
કોલેજ પણ પૂર્ણતાના છોર પર હતી અને કદાચ મિત્રતા પણ...
-
કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોને મળશે રાહત
આ વર્ષે ગુજરાત મા દશ દિવસ વહેલા થશે
ચોમાસાનું આગમન
(44 ગરમી થી મગજ મા આ આવ્યું તો લખ્યું)-
તમારી હાજરી આખર અહીં પુરવાર થઈ ગઈ છે,
ગઝલની આજ તો મારી ખરી દરકાર થઈ ગઈ છે.
નજર પર આપની ઇલ્જામ લાગ્યો છે હવે એવો,
અદબ રાખી નથી સંસારમાં સરકાર થઈ ગઈ છે.
નચાવો છો તમે હર પળ બધાને એક ઈશારે,
અમારા રાજમાં આવી નજર તલવાર થઈ ગઈ છે.
મને મળશે ગુલાબી રંગ આંખોમાં ગઝલ લખવા,
તમારી આંખમાં મારી ગઝલ હદ બાર થઈ ગઈ છે.-
જીવન કેરા રણાગનમાં થયું જ્યારે તારુ આગમન
સમર્પિત કર્યું સદૈવ તારા પ્રાંગણમાં મારું અંતરમન-
થાય કદી એનું આગમન હૃદય ના દ્વારે,
જાણે શબરી...રામ નો રસ્તો નિહાળે,
કદી ખીલશે ખોબલે ખોબલે ગુલમહોર,
કોઈ ઝળહળશે રાતું...ભર ઉનાળે,
લખી છે લાંબી મેં પ્રતિક્ષા ની સઘળી યાદી,
એનું નામ લખ્યું છે એમાં બરાબ્બર વચાળે,
થાય જવાની વેળા... રોકશું નહીં કદી
નહીં તો ક્યાં જરૂરી કે કોઈ પાછા વાળે,
થાય કદી એનું આગમન હૃદય ના દ્વારે,
જાણે શબરી...રામ નો રસ્તો નિહાળે,
-