ન કોઈ ગમ, ન કોઈ ડર, ન કોઈ સ્વાર્થ, ન કોઈ આશા, ન કોઈ અપેક્ષા બસ એ જ નિસ્વાર્થ કર્મ.....
-
કૃષ્ણ તારો સથવારો દેજે આજ રીતે સદા....
ભવોભવની તારી માટેની લાગણી થઈ જશે અદા....
જ્યારે હોય છે મારી નાવડી મધદરિયે....
આવી હામ ભરી આપે છે તું તારી સખીને....
પાંચ પાંડવ છતાં દ્રોપદીને આશ હતી એક તારી....
એ જ રીતે રહેજે સદા, મને પણ બહેન દ્રોપદી માની....
આ કળિયુગનો કાળો દોર છે અહી સત્યને જ આંચ છે....
આથી તો સારો સતયુગનો વનવાસ છે .....
-
જાણે કોણે લખી હશે આ જીંદગી....?
મનુષ્ય અવતાર.... કોની હશે બંદગી....?
કર્મના સિદ્ધાંતે લખાણી હશે આ જીંદગી....
લેણાદેણી.... ની હશે કોની બંદગી.....
-
ગુજરાતની મહિમા તો ચારે દિશાએ છવાઈ....
દુનિયાભરમાં ધૂમ મચાવે એ સાચો ગુજરાતી કહેવાય....
જ્યાં છે નરશી મહેતાની જન્મ ભુમિ....
ત્યાં અનેક સંતે પોતાની મહિમા બતાવી....
દેવભૂમિ દ્વારકામાં કાન્હાએ નગરી વસાવી....
અનેક ભક્તોને ભક્તિની નવી આશ જગાવી....
સંસ્કારથી છે ભક્તિમય, મીઠી મીઠી છે વાણી....
ગુજરાતનું વ્યંજન છે મીઠાશ, ગુજરાતની કથા છે નિરાલી....
એવી રીત છે ગુજરાતની શબ્દ શબ્દનો મહિમા ગવાય....
અતિથિ સત્કાર માં ગુજરાતીને કદી પણ નહિ પોહચાય....
ગરબા રાસની મસ્તી માં એ રીતે ખોવાઈ જાય....
કોઈ પણ જાતી કે જ્ઞાતિ સૌ કોઈ એક સમાન....
જય જય ગરવી ગુજરાત....જય જય ગરવી ગુજરાત....
-
આ તો છે શ્રદ્ધાની વાત
જરૂરી ક્યાં છે કે જે ભગવાન સાથે જ હોય સંબંધિત?.....
આ તો છે શ્રદ્ધાની વાત
ખુદમાં ધરસો એવી શ્રદ્ધા જીવનની સફળતા રહેશે સંગાથ.....
આ તો છે શ્રદ્ધાની વાત
કર્મ પર કરો શ્રદ્ધા ને જાણો જેવું કરશો તેવું જ પામશો.....
આ તો છે શ્રદ્ધાની વાત
રહેશો સૌ સાથે હળીમળી તેમાં જ મળી જશે મારા મુરારી.....
આ તો છે શ્રદ્ધાની વાત
કરતા રહીશું મૂર્તિ પૂજા સવાર સાંજ મળી જશે સાક્ષાત સ્વરૂપ મારો કાન.....
-
અધૂરા સવાલની ખાસિયત છે કઈક એવી.....
જાણે વ્યાકુળતા માર્ગ પર ચાલી રહ્યા જેવી.....
નકારાત્મક કે હકારાત્મક પરિણામોને સથવારે.....
હંમેશા પોતાની નાવને અટકાવેલી જ રાખે.....
પછી અધૂરા સવાલ હંમેશા એવા નિરાકરણ પર આવે.....
જે લોકો જેવા જેવા વિચારોના અનુકરણને અપનાવે.....
-
આ આંખોમાં ફરી ફરી તારી યાદ જ રહી ગઇ.....
આ આંખોની બસ એ ફરિયાદ રહી ગઇ.....
નિત નિત છબી નિહાળવા માટે તરસી રહી ગઈ.....
આ આંખોની બસ એ ફરિયાદ રહી ગઇ.....
તવ છબી નિહાળી અશ્રુની ધાર વહી ગઈ.....
આ આંખોની બસ એ ફરિયાદ રહી ગઇ.....
તવ ચરણ કમળની દાસી બની રહી ગઇ.....
આ આંખોની બસ એ ફરિયાદ રહી ગઇ.....
મુજ હદય કમળમાં સમર્પિતની ભાવના છલકાઈ ગઈ.....
બસ હવે આ આંખોની કોઈ ફરિયાદ ના રહી ગઈ.....
-
માણસની ભલાઇ શેમાં....?
બોલીને બગાડવામાં કે સાંભળીને સમજવામાં....?
માણસની ભલાઇ શેમાં....?
ભાગીને ભમરાવામાં કે કંડારીને કરવામાં....?
માણસની ભલાઇ શેમાં....?
છૂટીને છટકવામાં કે બધાને કરી બતાવવામાં....?
માણસની ભલાઇ શેમાં....?
બેસીને બેસવામાં કે હારને હરવામાં....?
માણસની ભલાઇ શેમાં....?
આગળ આવી જતા પણ અટકવામાં કે હિંમત ના હારવામાં....?
ખરેખર માણસની ભલાઇ શેમાં....?
દુનિયાની દોયલતામાં કે શ્યામની શરણાગતામાં....?
-
શબ્દના શણગાર થકી સર્જાય છે વાક્યોના સાર....
પરંતુ મૌન થકી જે સર્જાય છે તે શબ્દોના મોહતાજ....
-