તારો કિંમતી સમય મારા
શબ્દો સમજવામા વ્યર્થ ના કર
પણ ન સમજાય તો
અર્થ નો અનર્થ તો ના કર🙏 😜-
ચોમાસાનું પણ અઘરું કામકાજ છે...
સામાન્ય રીતે લોકોને તો ભારોભાર ચઢેલાં જોયાં છે,
જ્યારે ચોમાસામાં તો વરસાદ પણ...!-
શબ્દો ના સાચા અર્થ હવે અનર્થ લાગે છે,
શુ મારાં શબ્દો હવે તને હૈયે વાગે છે..?-
આપણા વિચારો કહે છે આપણે કેવા છીએ,
દેખાવ થી તો આપણે બધા માણસ જેવા છીએ!-
સુરતી જોક...😂
મારું હારું આ જબરું!
વારે-ટહેવારે પેપર માં થોડે-થોડે દિવસે આયવા જ કરે.
પીઝામાંથી ઈયળ નીકળું ને સમોસામાંથી માખી નીકળે ને કઈ બિરયાની માંથી જીવળું નીકળે.
એટલે અવે હોટલવાલા છે ને મેનુ આવું લખહે,
વેજીટેબલ પીઝા વિથ (onion, Garlic & capsicum without ઈયળ) 😜😜😂😂
ઢોસાવાલા બી લખહે.
ઢોસા વિથ (પોટેટો એન્ડ મટર without માખી) 😜😜😂😂
ટે હું એમ કેવ કે આ બધી ગંદી ગંદી વસ્તુ હારી વસ્તુ માંથી જ કેમ નીકળે હે!?
હું ટો એવું હાંભળવા આટૂર છું કે પેપર માં એવા સમાચાર આવે કે,
ફલાણી ટમાકુ માં કાજુ-બદામ નાં ટુકડા મળી આયવા ને
ફલાણી સિગરેટ માં ટમાકુ ની જગ્યાએ કેસર નો ભૂકો મળી આયવો...
😂😂😂😂😂😜😜😜😜-
અકારણ ક'દિ કોઈ શંકાનું કારણ નથી હોતું,
શંકા કર્યા પછી એનું નિરાકરણ નથી હોતું...
ભલે ચણે છે લોકો દિવાલો નફરતની સંબંધોમાં,
પ્રેમ હોય ત્યાં નફરતનનું બંધારણ નથી હોતું...
ના ડરીશ તું આ દુનિયાના ખોટાં વ્યંગ-કટાક્ષથી,
સત્યને ક'દિ પણ જુઠાણાં નું આવરણ નથી હોતું...
હાથ ઝાલીને ચાલવાં વાળાં જ પગ ખેંચી જાય છે,
છતાં, અવિશ્વાસ થકી સંબંધોનું મારણ નથી હોતું...
ગઝલના દરેક શબ્દો આપમેળે વ્યકત થતાં નથી,
ભાવ સમજાય ત્યાં શબ્દોનું ભારણ નથી હોતું...
-
અત્યારે બજારમાં કેળા પણ,
માણસ જેવા આવવા લાગ્યા છે.
'જાડી ચામડી વાળા' ...!
-
ફેરવી ને થાક્યો ઇતિહાસ ના પાના,
ના મળ્યું ગીતા કે કુરાન લડ્યાતા,
લાલ કરી નાખ્યા રસ્તાઓ થેકેદારોએ,
જ્યારે તેઓ એકબીજા ને નડ્યા તા,-
"ચાડિયો" જેનું નામ,
પશુ-પક્ષી ને બિવડાવવું..
એ જ.. એનું કામ..❗
"વચેટિયો" તેનું નામ
ભરમાવી લોકો ને,
લાભ ખાટવો બેય હાથ..!
એક ને ડારો ને
અવર ને ચારો...!!
'જેના સિવાય ના આવે
એકેય કામ નો પાર...'❗-