Falguni Shah ©
-
શું આપ પક્ષી પ્રેમી છો ?
શા ની માવજત કરવાનું પસંદ કરશો ?
સો નાની ચકલીની કે સોનાની ચકલીની ?
“ World sparrow day ” .... 🙏🙏🙏
-
World sparrow day _ 20 march
ફળિયા માંથી ફ્લેટ ની સવારી,
માળા માં ખરે કોન્ક્રીટ ની કાંકરી,
ચકલીઓ કઈ રીતે કરે ચિચિયારી !
જુવાર બાજરો ની ના કોઈ ઢગલી,
ઠેર ઠેર જોવે સેવ ગાંઠિયા ની રેંકડી,
ચકલીઓ કઈ રીતે કરે ચિચિયારી !-
હવે ઘરે ચકલી નથી આવતી , કાઢી નાખ્યા ગોખલા ને નળિયાં ;
માળો બાંધશે ચકલી , બાંધો ઘરે ચકલીઘર ને કૂંડાં કેસરિયાં .-
આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મારે આંગણે બેસતી ચકલીને કહેવું છે મારે કે -
"ઓ ચકી ! "
તું આમ જ બેસતી રે'ને મારે આંગણે
હું તને શીત લાવી આપું !
તું આમ જ ચહેકતી રે'ને મારે આંગણે
હું તને ગીત લાવી આપું !
તું આમ જ ખીલતી રે'ને મારે આંગણે
હું તને રીત લાવી આપું !
તું આમ જ રમતી રે'ને મારે આંગણે
હું તને જીત લાવી આપું !
તું આમ જ ઊડતી રે'ને મારે આંગણે
હું તને મીત લાવી આપું !
તું આમ જ ઝૂમતી રે'ને મારે આંગણે
હું તને પ્રીત લાવી આપું !
જિગીષા રાજ-
સાંજની તાસીર પકડાતી નથી માળા ઉપર,
એક ચોખો લાવવામાં ક્યાં ચકી રઈ ગઈ હશે.
- જલદીપ ત્રિવેદી.-
ચકલી
નાની પાંખોનું મોટું આકાશ એટલે ચકલી
મારા શૈશવનો શ્વાસ એટલે ચકલી
બાળકને મન કંઈક ખાસ એટલે ચકલી
રમકડાં કેરો અવકાશ એટલે ચકલી.
જેનz(ઝી)ની વાર્તામાં હોય ભલે રહેલી,
મારેતો એક વાસ્તવિકતા છે ચકલી.
ઘરનો ખૂણો કે ગોખલો કે છાજલી,
એ જગ્યાઓનો સાદ એટલે ચકલી.
વિલુપ્તતાને આરે જે નથી માત્ર એકલી,
અખિલ જગત નો આધાર એટલે ચકલી.-