જે ગયા એને સ્મરી લો, વર્ષનો છેલ્લો દિવસ છે
પાંપણોને આવરી લો, વર્ષનો છેલ્લો દિવસ છે
સૂર્ય ડૂબે છે, ઢળે છે સાંજ 'ને નભ લાલ થ્યું છે,
આ બધું આંખે ભરી લો, વર્ષનો છેલ્લો દિવસ છે
જે નથી ગમ્યું, કઠી ગ્યું છે; બધું નોખું કરોને
વિસ્મરણ નામે છરી લો, વર્ષનો છેલ્લો દિવસ છે
વાંક બીજાનો હશે કે ભૂલ થઈ હો આપણાથી,
બેઉ કિસ્સા છાવરી લો, વર્ષનો છેલ્લો દિવસ છે
એ હવાનો પણ શુકર છે કે બની કાસદ અમારી,
છે બયાની આખરી લો, વર્ષનો છેલ્લો દિવસ છે.
- જલદીપ ત્રિવેદી-
ઝૂરે છે લોક દુનિયામાં નથી કંઈ મોજ કાયમની,
ફરી ચિંતા ઉધામાઓ દુ:ખોની ફોજ કાયમની
મને આજે નથી ગમતું, મને કાલે થશે સારું ?
ફિકર બસ આ જ છે મારી અને છે રોજ કાયમની
સફરની ચાહના મોળી પડી છે વાટના લીધે,
વિસામા-થાકલા વિણની બની છે બોજ કાયમની
ખબર છે કે નથી સારી છતા તારા વિશેની છે,
તને મળવા તણી હૈયે ઉતાવળ હો જ કાયમની
નથી આસક્ત હું સાચું કહું છું કે લગીરે પણ,
મને દીવાનગી ના હો મહોબ્બત તો જ કાયમની ?
- જલદીપ ત્રિવેદી-
પ્રીતની ઘેલી હાય બિચારી, સૂરજ પાછળ રાત પડી ગઈ,
ઘોડલાવાળો ઘડીયે ન રોકે, રીસ હૈયાને હાટ ચડી ગઈ.
ઉદયાચળને ઓરડેથી એ, દુખની મારી દોડતી આવી;
ભટકાણી આથમણી ભીંતે, સિંદુ૨ ખર્યાં ને સાંજ પડી ગઈ.
હાર ગળાના હીરલા તૂટ્યા, થોકેથોક નભમાં તારલા થઈ ગ્યા;
નંદવાણી સૌભાગ્યની ચૂડી, બીજની ઝીણી ભાત પડી ગઈ.
અંતરનાં દુઃખ નેણલે ઉમટ્યાં, ઊભરાણી આકાશમાં ગંગા,
કાજળ ચારે કોર ફેલાયાં, સ્નેહની ત્યાં સોગાત પડી ગઈ.
નેપુર પગે ઠેસ જ્યાં વાગી, દેવના દેવળ આરતી વાગી;
ધૂપસળી થી સુગંધ સ્ફોરી 'ને, ચિતથી મીઠી વાત પડી ગઈ.
– દાદુદાન ગઢવી (કવિ દાદ)-
ॐ नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते ।
शङ्खचक्रगदाहस्ते महालक्ष्मि नमोऽस्तुते ।। १ ।।
नमस्ते गरुडारूढे कोलासुरभयज्र्रि ।
सर्वपापहरे देवि महालक्ष्मि नमोऽस्तुते ।। २ ।।
सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि ।
सर्वदुःखहरे देवि महालक्ष्मि नमोऽस्तुते ।। ३ ।।
सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनि ।
मन्त्रमूर्ते सदा देवि महालक्ष्मि नमोऽस्तुते ।। ४ ।।
आद्यन्तरहिते देवि आद्यशक्तिमहेश्वरि ।
योगजे योगसम्भूते महालक्ष्मि नमोऽस्तुते ।। ५ ।।
स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्तिमहोदरे ।
महापापहरे देवि महालक्ष्मि नमोऽस्तुते ।। ६ ।।
पद्मासनस्थिते देवि परब्रह्मस्वरूपिणि ।
परमेशि जगन्मातर्महालक्ष्मि नमोऽस्तुते ।। ७ ।।
श्वेताम्बरधरे देवि नानालङ्कारभूषिते ।
जगत्स्थिते जगन्मातर्महालक्ष्मि नमोऽस्तुते ।। ८ ।।
महालक्ष्म्यष्टकं स्तोत्रं यः पठेद्भक्तिमान्नरः ।
सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा ।। ९ ।।
एककाले पठेन्नित्यं महापापविनाशनम् ।
द्विकालं यः पठेन्नित्यं धनधान्यसमन्वितः ।। १० ।।
त्रिकालं यः पठेन्नित्यं महाशत्रुविनाशनम् ।
महालक्ष्मीर्भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा ।। ११ ।।
।। इति श्री इन्द्रकृतं महालक्ष्म्यष्टकस्तोत्रं सम्पूर्णम् ।।-
शिकायत रोज़ होती थी मेरे आने से जाने से,
उसे झगड़ा ही करना था किसी भी एक बहाने से
नहीं आया फरक कोई वहीं बरताव है क़ायम,
मुझे क्या फायदा पहुँचा मुहब्बत आझमाने से
वगरना मौलवी के हाल भी खस्ता ही थे लेकिन,
भरोसा उठ नहीं जाता हरम जैसे ठिकाने से
वहाँ के लम्स भी जज़्बात भी मिट्टी में मिल जाए,
बड़ा नुकसान हो जाए पुराना घर ढहाने से
मिरी शिद्दत से बढ़कर कोई नग़मा हो नहीं सकता,
तिरा ग़म छट नहीं जाता तराना गुनगुनाने से
- जलदीप त्रिवेदी-
(છંદ- શાર્દૂલવિક્રિડીત)
તારા શ્રીચરણે નમું ભગવતી, બ્રહ્માંડ ભાંડોદરી,
જનની તું જગની વડી સકળની, જગદંબિકે ઈશ્વરી
માતા શ્રી વરદા સદા સુવિમલા, લક્ષ્મી ગજારૂઢ તું,
આવીને વસજે હવે હ્રદયમાં, કરજે કૃપા મૂઢ છું
વીણા તાર વડે વિચાર મનમાં, દેજે નવા નિત્યના,
વાણીએ ફળજે મને અરજ છે, વંદન કરું શારદા
દાનવ-દૈત વિદારણી અતિ મહા, ક્રોધે ભરી કાળકા,
કરજે નાશ બધા જ દુઃખ ભયનો, દુર્દૈવ સંહારિકા
જે સઘળા વડલે નિવાસ કરતી, ગૌરી તણો અંશ છે
વટયક્ષણી કુળની સહાય કરજે, આગળ કરી વંશને
ત્રિકાળે જપતા તને જગતના, વિપ્રો ઘણા ભાવ થી
ગાયત્રી શુભનામ છંદ રટતા, થાળે પડે આપદા
એ સૌના ઘરમાં ય છે સતત જે, શક્તિ સ્વરૂપા કહી
માતા બેન વધૂ કહો અગર તો, એને કહો દીકરી.
- જલદીપ ત્રિવેદી.-
તરત રાખી શકો પાછા તમે વાંચી અને કાગળ,
પછી સાચું કહું છું કે મજા દેશે જવું પાછળ
નથી સમજી શકાયું આપણા થી એટલા માટે,
કહી દીધું કે દુનિયામાં જુઓ છો જે બધું છે છળ
તજીને એ જતી રે'શે કશે માશૂકની જેમ જ,
મળે તો ભોગવી લેવી જતન થી આ ખુશીની પળ
દિલાસો ખૂબ પીડે છે બને તો નહિ જ લેવાનો,
ફર્યા'તા હાથ કોમળ ત્યાં ઉઠ્યા છે એ પછી આ સળ
સમજદારી વધારે રાખશો તો આમ પણ બનશે,
ઘસ્યા વિણ પ્હોંચશે સીધું તમારી આંખનું કાજળ
- જલદીપ ત્રિવેદી.-
"...मगर ये सब कहानी थी, बहाने थे हमारे,
मुफत के ख़ाब से ये आस थी के दिन सँवारे
हकीकत ये है की जकड़े गए हम जाल है ये,
किसी चक्की से बंधे बैल सा ही हाल है ये
वहीँ मैं हूँ वहीँ तुम हो वहीँ तालाब भी है,
सफर करने नहीं देता अजब सा बाब भी है
जहाँ सारा क़फ़स है वक़्त की चौकी लगी है,
तुम्हारी और मेरी क़ैद का रुख़ दिल्लगी है..."
(3/3)
- जलदीप त्रिवेदी-
जवाबन उससे कह दूंगा...
"...मुझे तुँ याद है यारा, तुँ ही तो यार था मेरा,
मुझे वो याद है अब भी, सुनाऊँ वाक़या तेरा ?
तेरी हसरत थी अपने गाँव का तालाब दिलकश
तुँ उस को देखता रहता युँ जैसे मय को मयकश
तभी तो मारता था मैं छलांगे, भीगता था,
तेरे इस राज़ के बारे मुझे भी तो पता था
तुझे उस लम्स का अहसास देता था मैं युँ ही,
ख़मोशी की ज़बाँ मेरी समझ पाया था तुँ ही..."
(2/3)-
मैं अब के गाँव जाऊंगा तो बैठूंगा उसी तालाब से सट के,
मुझे आवाज़ भी देगा वो बरगद का शजर,
वो मुझ को जानता है
"...किन्हीं वजहो से तुँ बैठा था मेरी छाँव में हाँ..
...मुझे पहचानता है ?...
तुँ आता था छलांगे मारने तालाब में फिर,
निकलता था तो आ कर बैठता था गोद में मेरी
अगरचे धूप हो ज़्यादा तो सोता था यहाँ तुँ,
तुझे फिर थपकियाँ देकर सुलाता नींद मैं गहरी...
निगाहो से बयानी कर गुज़रता रोज़ ही तुँ,
मगर अफसोस जिसको देखता वो आँख थी बहरी
कहीँ से ढूंढने आ जाती तेरी माँ भी तुझ को,
बस हँसकर बोलने लगती क्यों बेटा आज भी देरी...
(1/3)-