गलत थे तुम!
जो तुमने कहा था कि मेरा कोई नहीं है,
मैंने अपने सुख-दुख की धरोहर!
उस बंशीधर के हाथ में सोप रखी है।।
फिर मैं अकेली कैसे!?
🍁-
મનોમંથન ને હું કાગળ પર ઉતારું છું,
હાથ માં કાગળ હોય છે એટલે રડતી નથી,
બસ રચના બનાવી ને આંખ નીતારું છું....
જાત સાથે ખેલ છે ને ખિલાડી પોતે
રમત માં લાગણી હોય છે એટલે જીતતી નથી,
બસ મન મનાવી ને હાર સ્વીકારું છું....
હવે ચાહતી નથી કે ચાહત ઝીલાતી નથી,
પ્રેમ માં માંગણી હોય છે એટલે સ્વીકારતી નથી,
બસ દિલ બનાવી ને ભૂલ ને સુધારું છું....
સાંજ ની મુલાકાત હજી અધૂરી છે કોઈ ની,
રાત બહુ લાંબી હોય છે એટલે વીતતી નથી,
બસ ચાંદ ને તાકી ને સપના નિહાળું છું....
લાગણી, ઈચ્છા, પ્રેમ અને છેલ્લે હું,
કોઈની યાદ બહુ વસમી હોય છે એટલે ભુલાતી નથી,
હવે શ્વાસ ને પ્રયાસ બનાવી ને જિંદગી વિતાવું છું,
-
આ વમણી છે વાસ્તવિકતા કે કલ્પિત અતિતરાગ છે?
આ પ્રેમનો અસબાબ છે કે જીદનો વલોપાત છે?
આ યાદોનો અવાજ છે કે આંસુનો ઘોંઘાટ છે?
આ મનનો મેળાપ છે કે વિરહનો હિસાબ છે?
આ
આપણો ખચકાટ છે?
કે
આપણો કચવાટ છે?
-
મન એટલે પાંખો વિનાનું ઉડ્યન
મન એટલે કલ્પનાઓ નું સ્વપન
મન એટલે વિચારોનું વનરાવન
મન એટલે દુઃખ અને સાંત્વન
મન એટલે સુખ માં યે મૂંઝવણ
મન એટલે રાગ વિરાગ નું સમરાંગણ
મન એટલે કર્મબંધ નું સબળ કારણ
મન એટલે સતત ગતિશીલતા નું પ્રમાણ🙏-
#મનોમંથન
ખયાલો ના દરિયા માં થી
સમણાં ઓનાં મોતી ખેડી આપું છું,
હું મરજીવો એ દરિયા નો
વિચારો ને પણ મોતી બનાવી આપું છું....
-
#મનોમંથન
સંબંધ!
આ સંબંધ રૂ ના તાંતણા જેવા હોય છે
ચીવટતા થી સંભાળ જો સાહેબ!
ક્યારે તૂટી જાય કોને ખબર...-
उफ्फ्फ...
तेरे Quote हैं या इतवार का अख़बार...
मौका निकालकर हर दफ़ा बड़ी
फ़ुर्सत से पढ़ने को जी करता हैं...!!!-