જિદ કોની હતી, હવે શું ફરક પડે છે?
સામસામે ઉભા છીએ, નદીનાં બે કાંઠા જેવા!!!
-
બે ઘડીની ફુરસદ મળે તો પાછું વળીને જો
આંખોને ઝરૂખે હજીય તું વસે છે
પલક ઝબકાવતાંય દિલ ડરે છે...
-
સમય જો પૂછે કે શું આપું હું તને
તો
ફરી ફરીને માંગીશ હું
એ મૌનરૂપી સંવાદ
એ શ્વાસરૂપી વિશ્વાસ
અને
એ ઢળતાં સૂરજ
સાથે
તારો સાથ...-
વાત જો સમયની જ હોય
તો ચાલ એમ કરીએ...
થોડો તારો થોડો મારો
વહેંચી લઈએ...
પછી જો કંઈ બચે તો
એને આપણો કહીએ...-
જેટલું જાણું છું એટલું ભૂલું છું
જિંદગી દરરોજ તને નવા રંગરૂપમાં મળું છું
કદમ દર કદમ
ક્ષણ હર ક્ષણ
તને માણું છું
તારી બની તારામાં જીવું છું-
સમાન છતાં ભિન્ન
વિષમ છતાં અભિન્ન
શબરી અને અહલ્યા
શ્રદ્ધા ને વિશ્વાસ
રાધા અને રુક્મિણી
પ્રેમ ને પ્રતિજ્ઞા
કૃષ્ણ અને કણૅ
સખા ને મિત્ર-
દોસ્ત હોય ભલેને ઉધારીની ખુશી
તારી સાથે વ્હાલી લાગે છે
બેપરવાહ આ દુનિયાની વચ્ચે
બસ એ જ મને મારી લાગે છે...-
યાદ છે તને
પર્વતની એક ટોચ ઉપર
આપણે
રચ્યો હતો
મહલ સ્વપ્નનો
લીપ્યો તો રંગ ઉમંગનો
ભર્યો તો શ્વાસ સંગનો
ખીલ્યો તો ઉન્માદ અંગનો
દીધો તો કોલ જન્મો જનમનો
મળ્યો તો હિસાબ ક્ષણે ક્ષણનો
અને પછી
તુટ્યો તો વિશ્વાસ આપણાં દંભનો
વર્ષોનાં વહેણ વીત્યા
ને
આજની ઘડી છે
ઉભી છું એજ ટોચ પર
સ્મરું છું એ હરએક પળ
કરું છું બસ એક રંજ
સાચવી હોત જો એ એક ક્ષણ
તો
સ્વપ્ન નહી હોત એ હકીકત!!!!-
આ હું ને તુંની સંતાકુકડીમાં,
તારો મારો સમય ખોવાયો
કહેવાની નહી કરવાની વાતોમાં,
તારો મારો પ્રેમ ખોવાયો......-
આંખોને મનનો આ
આપણા
સરીખો પ્રેમ
એક છલકે
તો
બીજુ ભરાય
ને
બીજુ ભરાય
તો
પહેલું છલકે.....-