QUOTES ON #ભાઈ

#ભાઈ quotes

Trending | Latest
25 SEP 2019 AT 0:54

અપાર સ્નેહ
લાગણીનું ઝરણું
એ પિતા હોય

કરુણા મૂર્તિ
મમતાની સરિતા
એ માતા હોય

પિતાને તુલ્ય
વાત્સલ્ય ધરોહર
એ ભાઈ હોય

માતાને તુલ્ય
સુખદુઃખની સાથી
એ બે'ના હોય

અતિ અમૂલ્ય
નહીં રક્ત સંબંધ
એ મિત્ર હોય 🙏🏻

Jagu kaila





-


6 JUN 2019 AT 10:41

શ્વાસ વગરના દેહને જોઈ લે જો સાહેબ...
ભાઈ વગર ની બહેન ની કિંમત સમજાઈ જશે.. 🙏🏻

-


14 JAN 2021 AT 22:27

ભાઈ એટલે
જીવનની જંગમાં
મારો આધાર...

પ્રત્યેક ડગે
મુજ ચરિતાર્થની
ચરમસીમા...

મારી આશની
ઊભરાતી લાગણી
ઓવારણાં એ...

હ્દયમાં એ
સનાતન પ્રેમની
મૂર્તિ અમર...

-


29 AUG 2020 AT 13:44

મારો ભાઈ એની વાત જ અલગ છે...ખાનગીમાં ખાનગી વાત એ મને કહે...ઘણી વખત આ ઉંમરે પણ અમે લડીયે પણ ખરા...પણ કોઈ અન્ય મને કાઈ કહે તો મને યાદ છે મારા ભાઈએ અને અમે મોટા પાઈએ ડખો કર્યો હતો...

મારો ભાઈ મને એક ias કે એવા મોટા ઓફિસર પણ બનાવવા માંગે છે..અને તે મને ખુબ support પણ કરે છે...પણ સમય તેનો પાસો પલટે તેની રાહ છે...

મારા સપના એ એના સપના હોય એવું ઘણી વખત લાગતું હોય ....અને મારા જેવો ભાઈ મળવો એ ખરેખર ભગવાનની કૃપા જ હોવી જોઈએ...હે માં આશાપુરા આવો સંબંધ અમારી વચ્ચે રહે ......

-


3 AUG 2020 AT 21:19

ભાઈ એટલે
ભા - ભાર વિનાની
ઈ - ઈશ્વર એ આપેલી અમૂલ્ય ભેટ

-


29 AUG 2020 AT 16:00

કેમ કે પિતા પછી એ જ તો હોય છે બેન નો સુખ દુઃખ નો છાંયડો...

-


7 AUG 2017 AT 12:42

ગણિત આવડતું હોય તોય,
તો પણ ભાઈના પ્રેમમાં ગણતરી ના કરે
એને બહેન કહેવાય...!

ભાઈ નો સ્વભાવ ગમે તેવો હોઈ,
પણ તેને પણ હસાવી જાણે
એને બહેન કહેવાય...!

શબ્દોને તો સૌ કોઈ પણ સમજી જાય,
પણ ભાઈના એક ઈશારા ને સમજી જાય
એને બહેન કહેવાય...!



-


21 APR 2020 AT 17:01

ભલે બદલે.. સમય કે લોકો..
ભલે આવે જીવન માં કોઈ ઉતાર ચઢાવ કે સમસ્યા..

ભાઈ નો બહેન માટે પ્રેમ...
અને બહેન નો ભાઈ માટે સ્નેહ..
નથી એ કોઈ બદલાવ નો મોહતાજ ...
નથી બદલતો એ મોસમની જેમ..

ગૂંથાઇ છે.. રાખડી ના તાંતણે.. ભાઈ બહેન ના પ્રેમ ની અમર કહાની..
પરંતુ નથી આ સબંધ રાખડી નો પણ મોહતાજ...
હૃદય થી હૃદય નો નાતો છે.. આ તો ભાઈ બહેન ના પ્રેમ અને સ્નેહ ની વાતો છે..!!

-


12 OCT 2020 AT 18:44

तक़दीर लिखने वाले एक एहसान कर दे,
मेरे भाई की तक़दीर में सिर्फ खुशियां लिख दे,
न मिले कभी दर्द उसको,
तू चाहे तो उसकी तक़दीर में मेरी जान लिख दे।

My Brothers My Superheroes ❤️

-


3 AUG 2020 AT 16:24

ભાઈ છે મારો લાડીલો
જાનથી પણ છે એ વ્હાલો
આંખો નશીલી,સ્મિત મનમોહક
ગુસ્સો તો એનો નાક પર જ બેસેલો
સ્મરણ થાય છે તારુ,
આંખ ભીની થાય મારી,
ભીની સૂકી યાદોને ઝંખના છે તારી.
દોરાને તાંતણે બાંધેલી આ રાખડી,
ભાઇ-બહેનનાં આ સંબંધને
લાગે ના કોઇની નજર ખારી.

-