QUOTES ON #પ્રેમ

#પ્રેમ quotes

Trending | Latest
15 MAY 2019 AT 19:49

વાસનાથી અલગ અને લાગણીની લગોલગ સ્થાન પામેલું એક બીજ જે સારા પ્રેમી મિત્રો દ્વારા જ એક વટવૃક્ષ બની શકે છે.
( read in caption)

-


23 OCT 2019 AT 12:07

तू रेत से तपता "रेगिस्तान" कोई,
में तुझे खुदमे समा लेने की ख्वाहिश रखता "जरना" कोई।

- Hemangi Solanki

-



જાણું છું હું કે બહુ જટીલ છે, જીદ આ જમાનાની,
મૂકદમો મહોબ્બતનો,અને મારગડે બેઠી છે માનહાની

ખૈરાત નથી માંગતો, ચાવી તારી ચાહતના ખજાનાની,
હુકમ કરે તારુ હૈયું તને, પંક્તિ બનવા પ્રેમના પાનાની

-


3 OCT 2020 AT 13:42

अरे हर बार लोगों की सुन के यूं मुंह ना मोड़ना ।

अरे उनका काम है बोलना ।

फिर अपना दिल क्यों तोड़ ना ।।

-


10 JUN 2021 AT 13:19

હવે મને આદત છે તારી
તું બોલે કે ના બોલે,
મને નીરખી ના જોવે,
તું હસે કે રોવે..,
બધામાં તું લાગે છે બહું સારી
કારણ કે.. હવે મને આદત છે તારી...

આમ તો ક્ષણ ના ચાલે તારા વિના..
આમ તો સવારના પડે તારા વિના...
જો નીરખું નહીં તારા નયન ને,
તો સાંજ ના પડે મારી...
લાગે હવે અધૂરી જિંદગી તુજ વિના..
કારણ કે.. હવે મને આદત છે તારી....

તારું નિખાલસપણું મને ગમતું...
તારા ગાલના ખાડામાં સ્મિત મારું રમતું...
તારા સપનાંમાં હવે મન મારું ભમતું...
હું દેહ ને તું જીવ મારો, તું પ્રાણ થી પણ પ્યારી...
બસ આમ, તું હવે મને આદત છે તારી....

-


7 MAR 2019 AT 14:35

એ મુલાકાત પણ શબ્દો વગર થઈ
બસ એ મને જોતી રહી અને હું એને જોતો રહ્યો ....

-


25 OCT 2019 AT 13:29

જો પ્રેમ કરવો હોય તો પથ્થરને જ કરી લેજો સાહેબ,
એટલે પાછળથી પછતાવો તો ના રહે કે માણસ પથ્થર જેવો છે,
પથ્થર જ હતો ને પથ્થર જેમ જ આચરણ કરવાનો..!

If you want to love someone,
Choose one stone and love it..!
So that you don't have to face a grief later,
That someone is behaving like a stone..!

-


18 APR 2019 AT 14:09

તું તારું કરી લે
મારુ વિચારવાનું રહેવા દે
સુખથી જીવી લે
પારકી પંચાયત રહેવા દે
ગીતા કુરાન વાંચ
ધર્મની લડાઈ રહેવા દે
ભાવે એ ખાઈ લે
ઉપવાસ કરવાનું રહેવા દે
દોડાય એટલું દોડી લે
આળસ કરવાનું રહેવા દે
જામ મળે એ પી લે
શરાફતનો ઢોંગ રહેવા દે
બને તો મદદ કરી લે
સલાહ આપવાનું રહેવા દે

-


26 MAY 2021 AT 17:43

રાધા મનમોહનની હું પ્રેમ બની અવતરીશ,
બની બંસરી એના હોઠ પર જઈ સજીશ,
ચાહીશ ચરણોની રજ બની જાઉં એની,
જશે ગાયો ચારવા તો પાછળ હું ઊડીશ,
રમશે રંગતાળી ગોપીઓ સાથે રાતલડીએ,
તાલ પર એની સાથે મસ્ત થઈ ને નાચીશ,
બની મીરા ઝેર રાણાના મંજુર છે મુજને,
હોંશે હોંશે મારાં હું પ્યાલા અધરે ધરીશ,
પીળું પીતાંબર ભલે હો ઝરકસી જામાં,
હું તો કાળી કામળી બની એના પર સજીશ,
ઓ મારા કાના!મારા દીનાનાથ!મારા વ્હાલા,
છોડીશ ભલે પ્રાણ પણ તને કદી ન ત્યજીશ..

-


26 OCT 2019 AT 17:40

હમેશાંથી જ પીગળતો સ્વભાવ રાખી જે માટી બની રહી ,
દરિયાથી છેટે કિનારે હોવા છતાંયે એ એના જ પ્રેમમાં પડી !
અોટ આવ્યે લઈ જતો તો ભરતીમાં એ મુકી જતો એકલી ,
આમ દરેકવાર તૂટી-તૂટીને એ માટી મટીને પથ્થરમયી બની !
એકવાર પથ્થરની કિનારા સંગે મુલાકાત થવાની ઘટના ઘટી ,
કિનારાને એ માટીરૂપી પથ્થર માટે ઘણી લાગણીઓ જાગી !
છતાંયે માટી તો દરિયામાં જ પથ્થરસમી બની સમાઈ રહી ,
નાતો એ દરિયામાં ભળી શકી નાતો કીનારા સાથે રહી શકી !
માન્યું કે કિનારાના માટી પ્રત્યેના પ્રેમમાં ન હતી કોઈ જ ત્રુટિ,
પણ માટીરૂપી પથ્થરને તો ફક્ત દરિયાની જ રહી સ્મૃતિ !

-