ક્યારેક કેટલીક વાત અધૂરી ભલે હોય,
પણ પુરી જરૂર થઈ જાય છે
ઘણું બધું હોય છે કહેવા સાંભળવા,
પણ શબ્દો અટકાઈ જાય છે
ઘણી વાર શબ્દો મૌન રહે છે,
પણ આંખો ઘણું કહી જાય છે
વરસીને ચાલી જાય છે વાદળી,
પણ છતાં ધરતી કોરી રહી જાય છે
કહેવું ઘણું હોય છે આ દિલને,
પણ મનની મનમાં જ રહી જાય છે
ઘણી વાર વિચારે છે હરદેવ જીવી લઉં,
પણ જિંદગી બસ વહી જાય છે-
ભૂતકાળને ભૂલી ભવિષ્યની ચિંતા વગર વર્તમાનને માણવો એ એમનો સ્વભાવ છ... read more
ખબર પણ ના પડે અને સુધારી લે ભૂલ ને
સમજાવે શાનમાં એ તો ગુરુની પહેચાન હોય છે
માત્ર ભગવા વેશમાં જ ગુરુ મળે એવું નથી
અહીં દરેક પડાવ પર કોઈને કોઈ શીખવી જાય છે
આમ તો ગુરુ થકી જ તો જીવન છે ઉજળું
ગુરુ પૂર્ણિમા કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો મોકો હોય છે
આભાર મારા તમામ જાણીતા અને અજાણ્યા ગુરુઓ
શબ્દો થકી વ્યક્ત ભલે થાય, પણ હમેશા સ્મરણ હોય છે
મુશ્કેલી અને પડકાર તો જીવનનો ભાગ હોય છે
જો સાચા ગુરુ મળે તો એ કિસ્મતની વાત હોય છે-
તારા શહેરમાં આવ્યો છું....
શોધી રહી છે મારી નજર
શાયદ તું ક્યાંક દેખાઈ જઈશ શાયદ
હવે જોઈએ કિસ્મત સાથે આપે કે તું-
લે ફરી એક સવાર થઈ ગઈ
ઉઠતા સાથે જ તારી ફરી યાદ આવી ગઈ
આખો ખુલતાની સાથે જોવાની ઈચ્છા
તું નથી સાથે એટલે એ ફરી અધૂરી રહી ગઈ
ભીંજાતો રહ્યો હું વિરહના આંસુઓથી
અને ભરઉનાળે આ વાદળી વરસીને ચાલી ગઈ
ભીડમાં ભળીને ખુદને સમજાવી લઉ છું
પણ એકાંતમાં તારી યાદો ફરી તાજી થઈ ગઈ
વર્ષોથી તરસ લાગી છે તારા પ્રેમની મને
સરોવરમાં રહીને પણ એ તરસ અધૂરી રહી ગઈ
શું કહે અને શું લખે હરદેવ તારી યાદમાં
તારા વગર સોનેરી સવાર પણ કાળી રાત થઈ ગઈ-
તું વ્હાલથી માથે હાથ તો ફેરવી જો
મારામાં હજુ એક બાળક જીવે છે
તું પ્રેમથી એક વાર પુકારી તો જો
દિલમાં સાથની જંખના અકબંધ છે
તું કાન રાખીને સાંભળી તો જો
મારા દિલમાં હજુ તારૂ જ નામ છે
તું એક કદમ ચાલીને તો જો
દોડીને તને વળગીને વાતો કરવી છે
તું એકવાર સાથ આપીને તો જો
મારામાં પ્રેમનો સમુંદર હિલોળા લે છે
તું પ્રેમનો અહેસાસ કરીને તો જો
મારી મહોબ્બતની દુકાન તારા નામે છે-
વ્હાલથી માથે હાથ તો ફેરવીને તો જો
મારામાં હજુ એક નાનું બાળક જીવે છે
તું પ્રેમથી એક વાર પુકારીને તો જો
દિલમાં સાથની જંખના હજુ અકબંધ છે
તું કાન રાખીને સાંભળી તો જો
મારુ દિલ હજુ તારૂ જ નામ બોલે છે
તું એક કદમ સામે ચાલીને તો જો
સાથે ચાલવા મારા પગ હજુ થનગને છે
તું એકવાર સાથ આપીને તો જો
હાથ પકડી આપણે હજુ ઘણું ચાલવાનું છે
તું ખાલી એકવાર પ્રેમ કરીને તો જો
પ્રેમના અહેસાસમાં હજુ જિંદગી લાગવાની છે-
ભારોભાર લાગણીથી ભરેલા હોય છે મારા પ્રેમપત્રો
નિચોવી જોજે, પ્રેમથી તરબતર થઇ જશે તારા હાથ
ઉતરે તો ઉતારી લે જે તારા દિલમાં એ લાગણી મારી
રોકાય જાય સમય જ્યારે હાથમાં હોય હથેળી તારી
છે આજનો દિવસ ખાસ, અને રહેશે હંમેશા સાથ
વધુ નથી માંગતો હરદેવ, આપજે જીવનભરનો સંગાથ-
યાદ
બહુ અઘરી છે આ તારી યાદ
સાથે હોય ત્યારે વિસરાય જાય છે
પણ એકાંતમાં આવી જાય છે
વાતોમાં હોય કે મનના કોઈ ખૂણામાં
વાંચવવાળા વાંચી જ જાય છે
લખું તો શબ્દો ખૂટે ને બોલું તો વાચા
આ બધી વાતે આવી જાય છે
કોની છે, ક્યારની છે એ પણ કોને ખબર
છતાં અંકુર ફૂટી વૃક્ષ બની જાય છે
શાંત પાણીમાં કોઈ કાંકરો નાંખે જાણે
એમ મનમાં કુંડાળા થઈ જાય છે
માપુ કે આપું કંઈ રીતે તને મારી જાન
આ તો તારા વગર મને આવી જ જાય છે-
શું આપે પ્રોમિસ તને હરદેવ તું જ કહે
તું કહે તો મારુ નામને ઠામ આપું તને
શું આપું પ્રોમિસ તને તું જ કહે
તું કહે તો આખી જિંદગી આપું તને
શું આપું પ્રોમિસ તને તું જ કહે
તું કહે તો મારા દરેક શ્વાસ આપું તને
શું આપું પ્રોમિસ તને તું જ કહે
તું કહે તો સપનામાં સજાવી આપું તને
શું આપું પ્રોમિસ તને તું જ કહે
તું કહે તો વૃદ્ધ થવામાં સાથ આપું તને
શું આપું પ્રોમિસ તને તું જ કહે
તું કહે તો જીવનભર સંગાથ આપું તને-
યાર આજે કેમ તારી યાદ સતાવે છે
આમ તો રોજ તારી યાદ આવે છે
પણ ખબર નહીં કેમ
આજે ઘણી વધારે આવે છે
શું ખબર ક્યારે મળીશું આપણે
મળવાની આશમાં કપાઇ રહ્યા છે દિવસ
શું કહે હરદેવ તને મારી પ્રિય ભનુ
પણ તારા વગર આજે લાગે છે ઘણુ સુનુ-