ઓ નારી તું નારાયણી, તારી શક્તિ છે જગમાં ન્યારી.
તારા જીવનની બલિહારી, જાઉં તને હું વારી વારી.
પહેરે સાડી બને માવલડી, એ તો સૃષ્ટિની સર્જનહારી.
સ્નેહ,સંપ ને કુશળતા તારી, પુરુષ ને સમોવડી નારી.
તું જ લક્ષ્મી, સરસ્વતી, મહાકાળી ને દૈત્યો હણનારી.
ત્રિલોક પૂજે તુજને હેતે શ્રદ્ધાથી, ઓ માં ત્રિપુરારી.
વહે તો ચંચળ, ઠહરે તો ખડગ,ફૂલથી કોમળ નિર્મળ નીરથી.
આખા વિશ્વે કર્યા સન્માન નારીના, આ વાત છે ન્યારી ન્યારી.
ક્ષમા,સેવા,સહનશીલતાની સુખડ સમ મહેકે શક્તિ તારી.
ચારે દિશાએ સદાયે ગુંજે, સ્ત્રી શક્તિની મહિમા ભારી.
-
હું તારી રાહ જોઈશ,
તારે આવવું કે ના આવવું એ તારી ઈચ્છા..!!
તને મનાવવાની બધી જ કોશિશ કરીશ,
તારે માનવું કે ના માનવું એ તારી ઈચ્છા...!!
ખબર નથી કે શું છે તારામાં કે તને મળવાની ઈચ્છા થાય વારંવાર.,
પણ તને થાય કે નહીં એ તારી ઈચ્છા..!!
તને ચાહવું એ મારું સૌભાગ્ય છે,
પણ તું મને જ ચાહે એ તારી ઈચ્છા..!!
જીવનનાં છેલ્લાં શ્વાસ સુધી તારું બનીને રહેવું છે,
પણ તું મારી જ બનીને રહે એ તારી ઈચ્છા...!!-
વેદનાની ક્યાં કથા લઈને ફરું છું ?
આશ નો એક અજવાશ લઈને ફરું છું.
ને ખુશી કારણ વગર ક્યાં મળે છે..!!
તોય અમસ્થા smile કરીને ફરું છું.
માગ્યું ના હોય તોય પ્રભુ આપી દે છે ,
કારણ, કદાચ લાખોની દુઆ લઈને ફરું છું.
ના લખી વાર્તા કદીયે, તોય કાયમ,
શબ્દો ની માળા લઈને ફરું છું.
ધાર્યું એવું બધું જ સરખું નથી બનતું,
તોય ઉપરવાળો બધું જ પાર પાડશે એ આશા લઈને ફરું છું.-
ગમતું જ્યારે કઈક વધારે ગમવા લાગે
ને એ પોતાનું થઈ ના શકે ત્યારે અઘરું લાગે
ચહેરા ના હાવભાવ, વાતો, વર્તન
સ્થિરતા પકડવા લાગે ત્યારે અઘરું લાગે
દરરોજ મજાક મસ્તી કરતો માણસ
એકદમ શાંત થઈ ને પડ્યો રહે ત્યારે અઘરું લાગે
બંધ આંખે વિશ્વાસ કરીને સાથ આપતી વ્યક્તિ
જ્યારે કઈક વાત કહેવા માટે પણ વિચારવા લાગે ત્યારે અઘરું લાગે
એક મેસેજ ની notification માટે આખો દિવસ રાહ જોતો માણસ
મેસેજની notification ને જોઈને offline થવા લાગે ત્યારે અઘરું લાગે
નાની નાની વાતમાં પણ sorry અને thankyou કહીને બધું ભુલાવી જતો માણસ
જ્યારે એક એક વાતને લઈને અડગતા બતાવે ત્યારે અઘરું લાગે
પ્રેમ, ગુસ્સો, સહન, જતન, માન સન્માન કરતો માણસ
અચાનક તમારી સામે જોવાનું પણ બંધ કરી દે ત્યારે અઘરું લાગે
જેને મળીને વાત કરી ને બધાં જ દુઃખ, દર્દ, થાય દૂર થાય
એ માણસ જ્યારે તમારાથી જ દૂર થાય ત્યારે અઘરું લાગે-
હું ધારી શકું છું, હું વિચારી શકું છું,
ઈરાદાથી ઈજ્જત વધારી શકું છું.
નથી કોઈ યોજના કાગળ પર મારી,
સીધી આચરણમાં ઉતારી શકું છું.
નહીં રાખું કાંઈ કંઠે મને ઝેર આપો
સીધું હું પેટમાં ઉતારી શકું છું.
જીવ્યો છું હું ઝેરીલા સર્પો વચ્ચે,
એટલે ફણીધર નું વિષ પણ ઉતારી શકું છું .
મને ડૂબેલો ગણી ડફણાં ન માર દોસ્ત,
મુજ શબને સહારે પણ તને તારી શકું છું.-
Choosing a good mother for your kids is more important than choosing a beautiful wife for yourself.
-
તારી અમૂલ્ય મૈત્રી માં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
કડવી જિંદગીમાં થઇ એક મિત્રતા મધુર,
આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે.
-
તમારી બનાવેલી વ્યાખ્યાથી થોડો અલગ છું,
એનો મતલબ એ નથી કે હું ખરાબ છું..!!-