તમારી ખુશીમાં ખુશ ના થાય એ દોસ્ત, દોસ્ત ના કહેવાય.....ઘરમાં પાડેલો સાપ કહેવાય.
-
શબ્દોને જીવનમાં અનોખું સ્થાન આપ્યું છે,
માતૃભાષાને દિલથી હંમેશ સન્માન આપ્યું છે
બને છે ડૉક્ટર ને સાહિત્યનું ગહેરું જ્ઞાન છે
દવાઓમાં,શબ્દોને મલમનું એક સ્થાન આપ્યું છે
કલમ લખે છે કવિતા,ગઝલો શાનદારને છટાદાર,
અવિરત વહેતી કલમને "અચલ" જેણે નામ આપ્યું છે..!
Dr.Dhruv #અચલ ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ🎂🎉-
દોસ્તી ની એક મિસાલ આમ પણ બની..
અજનબી ભલે અજનબી રહ્યા..
જિંદગી એકબીજા ને મદદગાર તો બની 🙏🏻-
દિલ નું દર્દ આપમેળે ઓછું થૈ જાવે,
જો હૈયું હળવું કરવા દોસ્ત સમય ની દવા લૈ આવે..!
ડોક્ટર ની પણ જરૂર નૈ પડે,
જો સારવાર કરવા દોસ્ત વિટામિન ની વાતો લૈ આવે..!
-
"માન્યું કે છે મુંઝવણો ઘણી જીવન માં,
પરંતુ મારા પરમ મિત્ર સાથે વીતાવેલી
ક્ષણ ની યાદ મને હંમેશા ખુશ રાખે છે."-
કદાચ થંભી જાત સમય દોસ્ત,
રોકી લેત હું જિંદગી દોસ્ત.
જઇ રહ્યો છું દૂર તુજથી,
છે મારી આ બેબસી દોસ્ત.
છે તારી-મારી કહાની,
જે છે મારી શાયરી દોસ્ત.
આંખ થઈ ગઈ મારી નમ,
વાત તારી જ્યારે ચાલી દોસ્ત.
જિંદગી છે બસ મહોબ્બત...
અને તારી દોસ્તી દોસ્ત.-
દોસ્ત એટલે..?
ખુલ્લાં દીલે જ્યાં દરેક વાત ની રજુઆત કરી શકાય,
મન મુકી જ્યાં રડી શકાય,દિલ ખોલી જ્યાં હસી શકાય
બેધડક જ્યાં કોઈ પણ રજુઆત કરી શકાય
કોઈ પણ પડદા વગરનો પારદર્શક વ્યવહાર એટલે મિત્રતા.
👭👫👬-