આપણી જ જિંદગી છે, 'ને આપણી રીતે જ જીવવાની...
(Read Full in Caption...)-
કઈ બાજુથી લખું આ જીંદગી કાંઈ સમજાતું નથી,
અધવચ્ચે લખું કે કિનારે જઈને લખું કાંઈ સમજાતું નથી
ઋતુએ ઋતુએ જીવીને ખંખેરી છે આ જીંદગી,
એને વસંત લખું કે પછી પાનખર લખું કાંઈ સમજાતું નથી
કદી કદી યાદોને સહારે જ સમેટાઈ છે જીંદગી,
એને શમણું લખું કે હકીકત લખું કાંઈ સમજાતું નથી
પગથિયે પગથિયે ઊંચેરી થતી જાય છે જીંદગી,
એને ટોચથી લખું કે પછી પાયામાં સમાઈને સમજાતું નથી
મુરઝાઈ મુરઝાઈને ધધગતી થઈ છે આ જીંદગી,
એને ઠપકારી ને લખું કે મઠારીને લખું કાંઈ સમજાતું નથી
કાગળે ઉતરીને મૌન થકી વાચાળ બની આ જીંદગી,
એને હું એકાંત લખું કે શબ્દ મૈત્રી લખું કાંઈ સમજાતું નથી-
લાખ કોશિશ કરું સમેટવાની છતાં ય
કંઈક ને કંઈક તો છૂટી જ જાય છે.
બાંધ્યા હતા મણકાને એક માળામાં,
બધાં એક એક કરતા સરી જાય છે.
ખારાશ કેટલી ઘોળી નાખી મુજમાં!
છેલ્લે મીઠું સુધ્ધાં ય ખેડી જાય છે.
મળે આ પંથે મીઠાં ને કડવાં ય ઘણાં,
અધવચ્ચે જ ગુણ છોડી જાય છે.
લખલૂટ રાખ્યાં સ્નેહ ને પ્રેમ જેના પર,
છેવટે એ પણ પગ ખેંચી જાય છે.
લાગણીનાં તાર નાજુક હોય, સાહેબ!
એક વિવાદે વાત વણસી જાય છે.
આવાગમન તો વિચારોનું છે 'જીનલ',
જીંદગી આમાં જ ખપી જાય છે.-
શરૂઆત એક પુરી થઈ ગઈ,
મનની વાત જરૂરી રહી ગઈ,
સમજ્યા નહી એ પ્રેમની લાગણી,
ને જીંદગી આજ અધૂરી થઈ ગઈ.-
હવે ડર નથી કાંઈ ખોવાનો
મેં જીંદગી જ જીંદગીમાંથી ખોઈ નાખી છે-
કબર
કેટલીય છે આ જગતમાં કબરો બંધાણી,
ક્યાંક પરાણે'તો ક્યાંક નસીબે છે ખોદાણી.
જોયું ખુલ્લી આંખે તો દેખાયું જરા પાણી,
નથી દુનીયા દારી કે દોલત આમા સમાણી.
પામવાં સુખ, ચૈન આખી જીંદગી ઘવાણી,
છેલ્લૈ તો બસ જો આ ધૂળમાં સચવાણી.
સ્વાર્થઘેલી દુનિયામાં આ'તે કેવી કમાણી,
જ્યારે કફનની ચાદર પણ માપે સીવાણી.
જીંદગી મૌતના કરૂણ રાગે આજ ગવાણી,
એક -એક શબ્દે લાગણી કોતરી ખવાણી.
છેલ્લે વ્યક્તિ ઘરથી કબરે ઊંચકી લવાણી,
તોયે મ્રૂતની વાતો એક બિજાનાં કાને કેવાણી.-
ખાસો આય.....
જેંધગીમેં મોં ચડાઇને રેં કરતાનું ધેલ ખોલીને ખેલી ગનનું ખાસો આય....
ધરધ મનમેં જ સંગરી રખે કરતાનું ખભો જલે રુઈ ગનનું
ખાસો આય....
જેંધગી ઇય જ ખાલી કઢે વેજે કરતાનું જીવીને માણી ગનનું ખાસો આય....-
રમું છું હું વચ્ચે,ઉપર આભ ને નીચે ધરા
ખેલાયા ખેલ ઘણાં ને પૂછો છો,ફાવશે ખરા..?
મુસીબતોનું તો રોજનું આવનજાવન છે અહીં,
એમ થોડી કાંઈ એને કે'વાના,ખસ તો જરા..!
લાખો ઊભાં છે અહીં લાંબી હરોળમાં,
સૌ જોશે,કોણ કેવી કરે છે ખુદની સરભરા..!
'જિગર' રાખી પૂછી જોજે એકવાર,
દર્દોને પણ છેક સુધી તારી સંગે,ફાવશે ખરા..?
જખ્મો પર કલમ કર છે શબ્દોનો શણગાર,
મૌનને પણ વાચા મળે અહીં,સાંભળ જરા..!-
હારીને પણ જીતી જવું એનું નામ જ તો જીંદગી છે!!
જીતવાની આડમાં જ જીવનની જંગ હારી જવાય છે.-