જે ગુરુ દ્વારા પ્રાપ્ત થતું નથી,
તે બીજે ક્યાંય મળતું નથી,
અલબત્ત ગુરુકૃપા થી,
(મનુષ્ય) બધું પ્રાપ્ત કરે છે.-
જે વારમાં બુધની પાછળ રહે,
ગ્રહોમાં મંગળની પાછળ રહે,
પણ જીવનમાં શિષ્યની પાછળ રહી
વારંવાર ગ્રહોથી બચતા શીખવાડતો રહે.-
ગુરુ મહિમા....✍️
"સાત સમંદર કી મસી કરો, લેખન કરો વનરાઈ
ધરતી સમ કાગજ કરો, પર ગુરુ ગુણ લીખા ન જાય."
આ પંક્તિ મુજબ ગુરુ મહિમા વર્ણવો અસંભવ છે પણ ગુરુ પર્વ વિશે થોડી કોશિશ કરી છે.
Read in caption plz-
હજારોં ખામીઓ હોવા છતાં ,
જે તમારી ખામીઓ ને ખૂબીઓ માં બદલે એ ગુરુ ..
હસ્તી છે એક ખારા સમુદ્ર જેવી ,
જે પોતાની કોશિશોં થી મીઠી નદી બનાવે એ ગુરુ .-
તારા વ્યક્તિત્વને ઉતારું કાગળ પર, એટલી હું સક્ષમ નથી,
પણ ના કહેવાતી લાગણીઓ આજ હું શાહીમાં બોળતી.
જેના આગમનથી' મયુર થનગની નૃત્ય કરે,
ઈ' મેઘરૂપી "મેઘા" ની સુગંધ ચોમર પ્રસરતી.
કેવી કામણગારી કલમ છે તારી વિચાર શૈલીની!
એક-એક પાત્ર તું' શબ્દો થકી જીવંત કરતી.
કદાચ વાદક છે' તારી આંગળીઓ મા'ની કલમ!
એટલે જ' શબ્દોની સરવાણી વગર તાલે થીરકતી.
કહે ચાંદ' તને વાદળ! નથી ઉંડા શબ્દોનો હું મરજીવો,
સાવ સરળ ભાષામાં' મારી લાગણીઓ લખતી.
🍁-
ગુરુ એટલે જ્ઞાન,આત્માનું ધ્યાન,
ગુરુનું સન્માન,પ્રભુને આપેલું માન,
નિર્મળતા નું જે છે અખૂટ ઝરણું,
ગુરુ આપી વિદ્યા બનાવે મહાન,
સારા નરસા ની ખોજ માંહે માત્ર,
ગુરુ જ્ઞાન જ આવે છેલ્લે કામ,
કરવી પ્રભુની પ્રાપ્તિ છે દોહ્યલી,
છે ગુરુ ચરણ માં સર્વે મુક્તિ ધામ....-
ડગલે પગલે સંભાળ રાખનાર,
પ્રથમ ગુરુ માત પિતા વંદન તુજને..!
અભ્યાસ ક્રમમાં આગળ વધારનાર,
દ્વિતીય ગુરુ શિક્ષક વંદન તુજને..!
સાથે રહી સમજનાર ને સમજાવનાર,
તૃતીય ગુરુ સખા વંદન તુજને..!
આત્મની ઓળખ કરાવનાર,
ચતુર્થ ગુરુ સદગુરુ વંદન તુજને..!
-
"પ્રથમ માત-પિતાને નમિએ
જેને, જગ જાણે જીવન દેનાર.
બીજે ગુરુ ને નમિએ,
છે એ જીવન આધાર.
નમન કરો એ સમયને,
આપી શિખ અપાર.
અંતે હરીને નમિએ,
છે એ નિર્ગુણ, નિરાકાર."-