ચાલને એક વાર ફરી શરૂઆત કરીએ.....
-
પોતાનેજ આખો અંદર થી વિખરી નાખું છું.
પછી ગઝલ નામ દઈ કાગરને ચીતરી નાખું છું.-
મને હરવખત ઘરે જવાની,
આતુરતા સતાવતી હતી.
પણ મંજિલ આંગળી ચીંધી,
મારી સ્થિરતા બતાવતી હતી.-
જેટલું છે.એ ઘણું છે,
બસ એમાં રહેતા શીખો.
અને જિંદગીના હરેક,
ક્ષણને માણતાં શીખો.
આજ છો કાલ નથી તો,
પછી અનુભવ લેતા શીખો.
રાખ થતા વાર નાલાગે એટલે,
લાગણીઓ જીવંત કરતા શીખો.-
પેટ ભરેલું છે.તોય તું
ક્ષણમાં ઉણો થઈ ગયો છે!
સંતોષ ન રહ્યું એટલે તું
જગમાં ખૂણો થઈ ગયો છે.-
સળગતા દીવડા નીચે અંધારું જોયું છે.
તમારા હૈયાંને અમે એકધારું જોયું છે.
****
વિખુટા થઈ ગયા તો શું થયું મેં તો
આજે પણ મારું મન સહિયારું જોયું છે.
****
મને જોઈ વળતો તમારી ગલીમાં,
ત્યારે તમારું હૈયું ઉભરાતું જોયું છે.-
પવનની લહેરખીમાં તારા,
પ્રેમને ઘોળી મેહકાઉં છું.
તારી જ સુવાસને પારખી,
ભમરો બની પહોંચી જાવ છું.-
પાંખો થોડી કતરાઈ,
તોય ઉડવા તૈયાર છું.
રસ્તાના કાંટા જોઈ,
તોય ચાલવા તૈયાર છું.
થોડાક કાંટાના ઘા વાગ્યા,
તોય ઘા સહવા તૈયાર છું.
પડી ગયો રસ્તા પર હું,
તોય શ્વાસ લેવા તૈયાર છું.
પથ પર નવ સંઘર્ષ છે,
તોય સ્વીકાર સહર્ષ છે.
આજે પથ પર સંઘર્ષને,
પોતાની સાથે કરવા તૈયાર છું.-
ઉત્સાહ જ એટલો છે કે,
હવે શબ્દોનું ટોળું માતું નથી.
મન થી શાયર છું એટલે,
હવે કમલને જોઈ ઉભાતું નથી.-