QUOTES ON #ગુજરાતી_કવિતા

#ગુજરાતી_કવિતા quotes

Trending | Latest
13 FEB 2021 AT 8:49

બનું પંખી
અને પાંખ પણ
મુજનાં કહ્યામાં હોય
તો બસ
હું અને
સ્વતંત્ર
આકાશ
સતત
ઉડાન આ મીઠાં વાયરનો કેવો મીઠો અહેસાસ
એમાંય મને જ્યારે દેખાય મારો સુંદર ઝરૂખો અને
જયાંથી હું નિહારતી હતી આ જ ઘનઘોર વાદળ અને
આ જ અવકાશ તો બસ સ્વપ્ન ફળે મારું જે પંખી સાથે
બાળપણમાં નાનકડી આંખે જોયાં હતાં , પણ આજે તો
આ પ્રિય પંખીએ ગગન સામે જ આમ આ શું કહી દીધું,
" નથી હવે આ ધરા મારી અને નથી વિચરવું
મારે મુક્ત આકાશ જ્યાં શ્વાસ લેવા નથી
શુદ્ધ હવા, નથી શાખા ચાર, બસ મને એક પર્ણ આપ જ્યાં હું કરું બે ઘડી આવાસ".

-


6 OCT 2018 AT 0:28

હું મારી આત્મા તારા શરીરમાં મૂકીને આવી છું..,
તને જોવો,તને ગળે લગાડવો તો ફક્ત એક બહાનું હતું..

-


28 JUN 2021 AT 8:25

મારી વાર્તામાં તારું સ્થાન પૂનમનાં ચાંદ જેવું,
જો તું તૂટીને બીજ બની જાય તો મને ન કહેવું.

મારી સાંજમાં તારું સ્થાન રંગીન મેઘધનુષ જેવું,
જો તું વાદળ મહીં સંતાઈ જાય તો મને ન કહેવું.

મારી દિશામાં તારું સ્થાન મુખ્ય કેન્દ્રબિંદુ જેવું,
જો તું વાયરે ચકડોળે ચડી જાય તો મને ન કહેવું.

મારી છબીમાં તારું સ્થાન વદન પર સ્મિત જેવું,
જો તું ચિત્રપટ બહાર રહી જાય તો મને ન કહેવું.

મારી કુંડળીમાં તારું સ્થાન ગમતાં સિતારા જેવું,
જો તું અવરોધી શનિ બની જાય તો મને ન કહેવું.

મારી રચનામાં તારું સ્થાન ચોટદાર સાર જેવું,
જો તું અકબંધ રહસ્ય રહી જાય તો મને ન કહેવું.

-


10 JAN 2020 AT 8:31

દૂર જવાની ઇચ્છા નહોતી, પાસે રહેવા કારણ નહોતું
આ વધતા ઘટતા અંતરનું કોઈ અકસીર મારણ નહોતું.

તું કહેતી કે, 'ઉભા રહો ને!' હું કહેતો કે, 'ચાલને સાથે!'
ચર્ચા એવી છેડી 'તી કે જેનું કંઇ પણ તારણ નહોતું.

શોધું તો શોધું હું ક્યાંથી? ક્ષણ વિતી ગઇ, જગ્યા રહી ગઇ
વફાદાર એ સ્થિર જગ્યાને ક્ષણનું કંઇ સંભારણ નહોતું.

અમુક હતી જે જવાબદારી જકડી શકતી મૂળથી મુજને,
તારા હળવા સંવેદનનું એવું મોટું ભારણ નહોતું.

મટી ગયું જે બહુ દુખ્યું 'તું, કાળે રુઝ આવી ગઇ ઘા પર
ડાઘ રહ્યાં જે વાગેલાનાં એનું કંઇ નિવારણ નહોતું.

ચહેરા પર સ્મિત ધરી શક્યો હું, ક્ષમા ધરી 'તી મનમાં તો પણ...
ભૂલીને આગળ વધવા ઝંખનનું દિલમાં ધારણ નહોતું.

- પ્રજ્ઞેશ નાથાવત 'પગુ'

-


5 JUN 2021 AT 9:03

તરુ હું તારણ
હાર જગનો,તરુ હું તા રણહાર
સાગરને પમાડું ધુમમ્સ અને વાદળ બાંધી વરસાદ
અનરાધાર તરુ હું તારણહાર.ટશળથી મૂળ સુધી હરિ
યાળી રેલાય સદાબહાર તરુ હું તારણહાર,જીવજતું અ
ને સમગ્ર પ્રાણી જગતનાં જીવનનો આઘાર,તરુ હું તારણ
હાર પાનપર્ણ તો લાગે હર્યાભર્યા પણ છાલ'ને મૂળિયાં એ દર્દનો ઈલા
જ,તરુ હું તારણહાર નાની સી કૂંપળ કેવી ચમકતી ને ડાળે ડાળે પંખીનાં
કલરવનો ચહકાર, તરુ હું તારણહાર માનવની નાની સી જણસથી લઈ
વિશાળ સાધન છે મુજ આધાર, તરુ હું તારણહાર પંખીની વાતો
સાંભળતું ,નાનકડી ખિસકોલીની સંતાકુકડીની હું છૂપી
શાખ, હવે શ્વાસ માટે મને ન શોધતાં,
હું જ હવે શો
ધું શ્વાસ બ
ની લાચાર,
તરુ તારણ
હાર મૂરજાઉં
તો સીંચજો જ
ળ અને રોપજો
એક નાનું મુજ સંગ બાળ તરુ હું તારણહાર

-



મેઘબુંદનાં શ્વાસ મહીં
ઘોળેલ હેત થકી ,એ તો ભીતરની
ભીંત ભીંજવતું હૃદય. સ્નેહનો સોનેરી વરખ
ઝીલી કનક સમ નજર આંજતું હૃદય. ધબકારનાં
થડકારમાં હામી પરોવી ભવોત્સવે મઘમઘાટ ખીલ
તું હૃદય. અંજલી શા દેહ મહીં દરિયો સમાવતું
છલકાતું મલકાતું ભાવભર્યું હૃદય. શ્વાસની
શાખ પર નિરાંતે ઝૂલતું, કોઈ પ્રવાહ
માં પ્રાણ ઘૂંટતું હૃદય.લસિકાગ્ર
થિત ઓઢણું ધરી,કંકુની
ઢગલીઓથી પાની
ભરતું હૂંફાળું
હૃદય.
❣️

-


14 NOV 2019 AT 16:31

પરખાય છે...

જીત સાચાની જ અંતે થાય છે,
સત્યનિ સાથે જ તો જીવાય છે.
 
હાથ જો પકડી શકો નેકી તણો,
તોજ આબરુ અંતે જળવાય છે.

દુઃખ સમદર નું જઇ કોને કે'વું,
માણસ સમો માણસેય મુંઝાય છે.

જીવન મહી ક્યારે કો અટ્કાઈ જશે,
માનવી ને જાણ ક્યાં એ થાય છે.

'પ્રીતમ' તને છે જગત વિશે જાણ કંઇ?
છે જમિન એવી જ્યાં સત્ય પરખાય છે.

-


1 MAY 2021 AT 15:55

એવા મારા ગુજરાત ની અનેરી છે વાત !

આજે દુનિયાના ખુણે ખુણે થાય છે જેની વાત,
અને વિદેશીઓ ને પણ ગમે છે લેવી જેની મુલાકાત.
એવા મારા ગુજરાત ની અનેરી છે વાત !

Full poetry in caption 👇👇👇

-


28 JUN 2021 AT 0:26

મારી વાર્તામાં તારું સ્થાન શબ્દે શબ્દે હશે
ને એ છતાં ય તું એમાં અદ્રશ્ય હશે!

અક્ષરે અક્ષરનાં વળાંકમાં તારો ઢાળ હશે
છતાં હર અક્ષરનાદ નિઃશબ્દ હશે!

હર શબ્દ વચ્ચે ખાલી જગ્યા ય તારી હશે
એ અવકાશમાં ય અનૂભૂતિ તારી હશે!

વાક્યના વિરામે પણ પરિકલ્પના તારી હશે
એ સુધ્ધાં મારી કલમ જ વાચાળ હશે!

અલ્પવિરામ થકી અધૂરાશે નામ તારું હશે
ને પૂર્ણવિરામે પણ, ઠહેરાવ તારો હશે!

આ કલમનાં ટેરવે ટેરવે ગહનસાદ તારો હશે
આ કાગળ પણ તારા રંગે રંગાયો હશે!

'જીનલ'ની લેખનભાષાએ તું અભાષિત હશે
તોય લેખનાં ઊંડાણે મર્મ કેવળ તું હશે!

-



ડહોળું જ્ઞાન થોડી કામ આવે મનુજ!એ ખાબોચિયામાં રહેવા દે.
નાવમાં બેઠેલ તું,પ્રવાસી મરજીવિયાંની ટીકા કિનારામાં રહેવા દે.

ધર્મનાં તો કર્યા વાવણાં વળી વેપારી બનવામાં કાંઈ લાભ ખરો?
ડાબરિયે એ મોંઘો શોખ રાખ ને તું મણકા ગણિતમાં રહેવા દે.

કડવાં બે વેણની ભીતિએ એ નિર્દોષ વિચારની કેમ હત્યા કરે?
અરે! ગટગટાવજે માની ઓસડિયું, પરિણામ લોકમાં રહેવા દે.

તારે તો છે આંખ કે કૂવો,જેમાંથી ઉલેચી નીર અર્પતો જાય છે.
ભાડાંનાં મકાનનાં રહેવાસી, નિકાસ તું નિજ ઘરમાં રહેવા દે.

રંક નારને ચિરની અભિલાષાએ તો શાહુકાર ન કદી છેતરીશ!
મહેરબાની ઓ સત્તાધીશ , એ વ્યવસાય તું પાણીમાં રહેવા દે.

થશે મૂંઝારો એ બાપડી વાતુંને ય ,ઉમેરે કેમ તું માણસે-માણસે?
મનવાં! કળા રૂડી કહીં રમતે રાખ ને એ મેળવણ દૂધમાં રહેવા દે.

-