Darshana Soni   (Darshana_ writer soul 🌻)
871 Followers · 257 Following

read more
Joined 11 July 2018


read more
Joined 11 July 2018
9 APR AT 22:25

એક બહુ સરસ મજાનો બિઝનેસ મળ્યો છે..!

બહુ ફાયદો છે એમાં!
સાચે !
તમને અને બીજા બધા ને પણ!
કરવા જેવો છે આ બિઝનેસ!!!
કરશો?!
કહું?!


That is.....

Mind your own business!
બીજાના કામમાં થી લઈને બીજાની લાઈફ સુધી ક્યાંય કોઈ દખલ કરવાની જરૂર નથી!
કોઈને સલાહ જોઈશે તો એ સામેથી માંગશે!


-


3 APR AT 18:34

આડેધડ ઉગેલા જંગલી ઘાસની જેમ,
ઉગી નીકળેલી ઇચ્છાઓનું શું કરવાનું?...
રાત્રે વનમાં ઊડતાં આગિયા ની જેમ ,
સળવળતી ઇચ્છાઓનું શું કરવાનું?,
ભરચક ભીડ વચ્ચે છાતીમાં ભીંસાતી,
આ એકલતા નું શું કરવાનું!?,
તારાઓ થી ભરેલી રાતમાં,
ભૂલા પડેલા ચાંદરણાં ની જેમ,
ભૂલી પડેલી,ભુલાઈ ગયેલી,
પણ સ્મરણમાં આવતી યાદોનું શું કરવાનું..?

-


2 APR AT 14:37

સાચું બોલવું સારુ છે ! જરૂરી પણ છે..પણ જ્યારે આપણે
રોજ આવા ડાયલોગ સાંભળીએ, બોલતા જોઈએ જેમ કે,
મને તો સાચું જ કહેવા જોઈએ,
હું તો મને બરાબર ના લાગે તો બોલી જ દઉં,
મારાથી તો ખોટું સહન જ ના થાય!

ચાલો આ બધું સમજયા , પણ એક વસ્તુ માર્ક કરી?
જેટલી સરસ! રીતે ને જેટલી ઇઝીલી આપણે સામેવાળાની ના ગમતી વસ્તુ,વર્તન કે situation પર બોલી દઈએ ,સંભળાવી દઈએ છીએ એટલું ઇઝિલી આપણે સારી વસ્તુ પર appreciate કરીએ છીએ ખરા?! તે આજે બહુ સારું કામ કર્યું! તે આજે ટાઇમ સાચવી લીધો thanks! Or anything જે સાચે ગમ્યું હોય! કે ફક્ત સાચું સંભળાવી દેવામાં જ આપણી આવડત છે , સારુ appreciate કરવામાં નહિ?!

-


31 MAR AT 7:13

ડૂબતો સુરજ,
દોડતો રસ્તો,
ઘર પહોંચવાની જલદી,
અને,
આવતી કાલ માટે,
જિંદગી સાથે,
ફરી લડી લેવાની તૈયારી...
બસ,
હવે આ દોડાદોડ ,
કોઠે પડી ગઈ છે,
જિંદગી હવે જીવાઈ રહી છે.......

દર્શના રાણપુરા.....

-


20 MAR AT 16:23

Stability, strength and responsibility

-


16 MAR AT 14:19

To be Happy always is not easy at all...
Sometimes happy રહેવાનાં દેખાડા કરવાનો કંટાળો આવે છે. Happy રહેતાં શીખ્યા,દરેક situation ને handdle કરતાં શીખ્યા, કંઈ કેટલાય માણસો સાથે પનારા પાડતાં પણ શીખ્યા,ઘણું શીખ્યા ,થોડું ઘણું શીખવાડ્યું પણ હશે,થાક લાગે ક્યારેક physically ક્યારેક mentally...
નાનકડો break જોઈતો હોય છે દરેકને...
રૂટિનમાંથી, day to day life માં થી,
સ્ટ્રેસ માંથી, disappoints માંથી,,
Anything જે થોડું પણ ડિસ્ટર્બ કરતું હોય!
બ્રેક જોઈએ જ ..
અને લઈ જ લેવો...
તો તમે ફરી પાછા રીફ્રેશ થઈને કામ પર લાગી શકો..
ફરી લાઈફ સાથે નવી શરૂઆત કરી દોડી શકો...
Give some time for yourself also...
જેમાં કાંઈ દેખાડો ના હોય..just તમે અને તમારો સમય!

-


7 MAR AT 12:50

લોકોને ખુલ્લા બારણે શું થાય છે એના કરતાં બંધ બારણે થતી વાતો, plans વસ્તુઓ માં વધારે ઇન્ટરેસ્ટ હોય છે,
સુખનું પણ એવું જ છે નજર સામે રહેલા સુખને ,શાંતિને છોડીને આપણે બીજે બધે સુખ અને શાંતિ શોધીએ છીએ,
જે સામે છે એ નજરમાં જ નથી આવતું...
અને નજરમાં આવતું હોય તો પણ બીજે સુખ શોધવા જવાનો સ્વભાવ પડ્યો છે...
નજર અને નજરિયો બંને બદલવાની જરૂર છે...
સુખ મળશે અને સુખ આપી પણ શકશો...

-


26 FEB AT 21:19

તમને મારા વિચારો, write ups ગમતા હોય તો most welcome to my world of words!
શબ્દો માં observation થી લઈને રિયાલિટી સુધી દરેક વસ્તુ લખું છું!
મારા તમારા કે કોઈના પણ લાઈફ પર એ હોઈ શકે!
So please જજ કરવા માટે નથી લખતી પોતાના માટે લખું છું!

-


26 FEB AT 21:15

ઘણા માણસોને રોજ આપણે આપણાં daily routine માં મળતા હોઈએ છીએ,એમાંથી બહુ ઓછા એવા હોય જે સામે મળે તો ગમે તેવું ફેસ કરીને આવ્યા હોઈએ બહાર એને જોઈને સ્માઇલ આવી જ જાય ,દિવસ સુધરી જાય! વિચારો મળવા અને vibes મળવા તદ્દન અલગ બાબતો છે. વિચારો તમે કોઈની પણ પાસે share કરી શકો પણ આંખો જોઈને સમજી જનારા સાથે vibes મળે છે, મારી એક ફ્રેન્ડ છે રોજ એનો ઓફિસ જવાનો ટાઇમ અને મારો મારી જોબ થી પાછા આવવાનો ટાઇમ સેમ હોય! લીફ્ટમાં મળીએ એટલી જ વાત but ત્યારે જે સ્માઇલ હોય જે positivity હોય! દિવસ સુધરી જાય ! આવા અમુક જ માણસો સાથે વિચારો અને vibes બંને મેચ થતાં હોય!! મળીએ એટલે ગામ આખાની વાતો અને ના મળીએ ત્યારે અલપઝલપ નાનકડી સ્માઇલ! આટલું પૂરતું છે યાર! નવરાત્રિથી લઈને ઉત્તરાયણ સુધીનું twinning! એ ચાલીસી માં પણ બાળપણ જીવતું રાખે છે.. એને જોઈને થાય કે લાઇફમાં ગમવા જેવા ,જે ક્યારેય આપણને કોઈ situation માં જજ ના કરે એવા fully પોતાનાપણા ની vibes વાળા માણસો મળ્યા હોય તો તમારા જેટલું કોઈ લકી નથી!!
Thank you yaar મારું નાનપણ જીવતું રાખવા, મને always appreciate કરવા!

-


22 FEB AT 12:32

ખોવાયેલ છે,
સુખ!
શોધું છું અહીં, તહી,
આજુ બાજુ,ઉપર નીચે, બધે જ,
થાકીને આંખો બંધ કરી, અને...
અંધારામાં અજવાળું થયું...
સાચું સુખ એટલે,
આપણું જીવતા હોવું,
ખુલ્લી આંખે દેખાતું આકાશ,
જિંદગી મળવી,
એ જ સાચું સુખ છે..
બાકી બધું તો ,
પહોંચી વળાશે...!
જીંદગી મળવી એ જ ઉત્સવ છે.
જાત માટે નો..

-


Fetching Darshana Soni Quotes