અરીસો કહે,
ઢંઢોળું હું તને કે,
તું જ જાગીશ.
-
બનું પંખી
અને પાંખ પણ
મુજનાં કહ્યામાં હોય
તો બસ
હું અને
સ્વતંત્ર
આકાશ
સતત
ઉડાન આ મીઠાં વાયરનો કેવો મીઠો અહેસાસ
એમાંય મને જ્યારે દેખાય મારો સુંદર ઝરૂખો અને
જયાંથી હું નિહારતી હતી આ જ ઘનઘોર વાદળ અને
આ જ અવકાશ તો બસ સ્વપ્ન ફળે મારું જે પંખી સાથે
બાળપણમાં નાનકડી આંખે જોયાં હતાં , પણ આજે તો
આ પ્રિય પંખીએ ગગન સામે જ આમ આ શું કહી દીધું,
" નથી હવે આ ધરા મારી અને નથી વિચરવું
મારે મુક્ત આકાશ જ્યાં શ્વાસ લેવા નથી
શુદ્ધ હવા, નથી શાખા ચાર, બસ મને એક પર્ણ આપ જ્યાં હું કરું બે ઘડી આવાસ".
-
हमसे तो अच्छे ये परिंदे है,
जब मन किया मंदिर पर ,
जब मन किया मस्जिद पर बैठ गए...
आशीष लिए ईश्वर के और
अल्लाह की दुआए लेते गए...
🙏🙏🙏-
હું મારી આત્મા તારા શરીરમાં મૂકીને આવ્યો છું..,
તને જોવું,તને ગળે લગાડવું તો ફક્ત એક બહાનું હતું..-
માન્યું નથી સ્થાન તારું મારી વાર્તામાં....
તું જ વસે છે મારી વાર્તાના સારાંશમાં....
માન્યું કે મારી સમક્ષ તું નથી દર્પણમાં....
પડછાયો બની ને સાથે છો ચાલવામાં....
માન્યું કે ક્યાં નામ છે હાથોની રેખા માં....
તારા સાથે સફળતા લખાઈ નસીબમાં...
માન્યું કે અંતર વધી રહ્યું મુલાકાતોમાં...
તારો જ છેલ્લો વિસામો છે હ્રદય માં....-
વસાવ્યું મહેલ સમુ ઘર,
ને ઘણું વસાવ્યું ઘરમાં
તમે ખરેખર ખુશ તો છો ને?
પહાડ બનાવ્યો પૈસાનો
ખર્ચ્યા ખૂબ બાહ્ય દેહમાં
તમે આ દેહ માત્રથી ખુશ તો છો ને?
ઘણું કમાવ્યુ નામ
કર્યા લોકે ગુણગાન
અંદરથી તમે ખુશ તો છો ને?
દર એક ઈચ્છાની ચાહમાં,
મેળવ્યું એ, ઇચ્છ્યું જે
ઈચ્છા પછી, હવેથી ખુશ તો છો ને?
ખૂબ વાપર્યા માત્ર આનંદ-પ્રમોદમાં
વગર વિચાર્યે, ગમે તેવા શોખમાં
પળવારનું સુખ પામી, હવે તો તમે ખુશ છો ને?-
દુકાનેથી ઘરે જતી વખતે ,
સામે વરસો જૂનો દોસ્ત
મળ્યો,
મને એમ કે એ પૂછશે
કેમ છે તું,
પણ એ બોલ્યો
શું થયું છે,
કેમ ખોટું હસે છે,
બોલ ચાલ.,
કાંઈક તો થયું છે તને,
"બસ તને એક ને જ
ખબર પડી કે હું તકલીફ માં છું
બીજા કોઈને કેમ નહીં,?"
અલ્યા તું ખોટું હસે, કે બોલે,
પણ તારી આંખો,!
તને આખે આખો સમજાવી દે !!!
આનું નામ દોસ્તી!.-
"Gujarati"
કોણ કહે છે કે મને કોઈ વ્યસન નથી?
તેની 'સુગંધ' જેવો તો,
મારા માટે બીજો કોઈ કસ નથી.
"English"
In the world of addiction;
I smell drags of her fragrance.-