પૂતળાં બન્યાં ગાંધીનાં કરોડોમાં
મનમાં સદવિચારોનો દુકાળ છે.
ટીંગાડ્યું જ્યાં સત્ય ખૂંટીએ હવે
ત્યાં ચારેકોર હિંસાનો પોકાર છે.
ક્યાં છે સરળ ગાંધી બની જીવવું
વીંટી સાદગીનું એકમાત્ર ખમિસ,
જે લખે છે અહીં 'સત્યનાં પ્રયોગો'
તેને અંતિમ ભેટ ગોળીનો ઠાર છે.-
કારણ કે,
સત્ય બોલવાની હિંમત જોઈએ,
અને સત્ય સૌ કોઈ સ્વીકારતું નથી
એટલે લોકો તમારા દુશ્મન બનશે.
જિંદગીભર તમારે સત્યના પ્રયોગો કરવા પડે,
અને એ પ્રયોગો માટે સામી છાતીએ ગોળીઓ ખાઈને
સત્ય કાજે મરવું પડે
એટલે, ગાંધી બનવું સહેલું નથી.
રીતેશ ક્રિશ્ચિયન-
શોધુ છું હું એ ગાંધી...!
શોધુ છું હું એ ગાંધી...!
જેણે અસત્યનો અનાદર કીધો,
સત્ય કેરો સહકાર લીધો, શોધુ છું હું એ ગાંધી...!
જેણે હિંસાનો હાથ છોડ્યો,
અહિંસાનો સંગાથ પકડ્યો, શોધુ છું હું એ ગાંધી...!
જેણે અશાંતિનો અંધકાર દૂર હટાવ્યો,
શાંતિ કેરો દીપ જલાવ્યો, શોધુ છું હું એ ગાંધી...!
જેણે રંગભેદ કરનારને દૂર ભગાવ્યા,
સર્વસમાનના નારા લગાવ્યાં, શોધુ છું હું એ ગાંધી...!
જેણે અસહકાર આંદોલન, દાંડીકૂચ કર્યા,
ગોરાઓને અહિંસા ને સત્ય કેરા પાઠ ભણાવ્યા, શોધુ છું હું એ ગાંધી...!
જેણે દેશની ગુલામી કેરી ઝંઝીર તોડી,
દેશમાં આઝાદી કેરી મિસાલ છોડી, શોધુ છું હું એ ગાંધી...!
જેના સત્યના પ્રયોગો સમગ્ર દુનિયાએ વાંચેલા,
જે મોહનદાસમાંથી મહાત્મા થયેલા, શોધુ છું હું એ ગાંધી...!
ચલણી નોટોમાં, પૂતળામાં, તસવીરોમાં જ છે જે આજે,
વિચાર, વર્તન, વ્યવહારમાં તો રહ્યા જ નથી કાજે, શોધુ છું હું એ ગાંધી...!
શોધુ છું હું ગાંધી, 'વિશ્વા' શોધુ છું હું એ ગાંધી...!
કદાચ ક્યાંય નથી હવે એ ગાંધી...!!!-
જીવી જાણવું દેશ માટે ને રાખી અહિંસા નો ધર્મ
ખાઈ ન ગોળી દિલ માં ક્યાં ગાંધી થવું સેહલું છે
પરોપકાર ની ભાવના ને જીવન ની એક જ રીત
આપી સત્ય ના પ્રયોગો ક્યાં ગાંધી થવું સહેલું છે.-
ગાંધી બનવું સહેલું નથી
🌺🌼🌺🌼🌺🌼🌺
ગાંધી બનવું સહેલું નથી;
સાચું કહેવું સહેલું નથી.
નકલમાં ક્યાં અકલ હોય ભાઈ;
અકલમાં રહેવું સહેલું નથી.
બાપુ તો મહાત્મા ગાંધી હતાં;
ગાંધી જેવું સહેવું સહેલું નથી.
જ્યાં જુઓ ત્યાં ગંદકી ગંદકી;
મન સાફ રાખવું સહેલું નથી.
નાનકડી વાતે મોટી મોટી હિંસા;
એને અહિંસામાં બદલવું સહેલું નથી.
સત્યના પ્રયોગો વાંચવા ખુબ સહેલા;
પણ અમલમાં મુકવું સહેલું નથી.
ફક્ત એકવાર એક દિવસ ગાંધી બનો ;
દોસ્ત ! ગાંધી બનવું સહેલું નથી.
-Bindu✍️
********
-