થોડીક શાંતિ હવે, શ્વાસ ને પણ જોઈએ
આમ એક ધારું દોડવાથી હાફી જવાય છે.
-
તારા શહેરમાં આવીને તને શોધું છું,
ખોવાયો હતો જે આંખોમાં, એ આખને શોધું છું.
હશે તારી મર્યાદાઓ હુંય ક્યાં અજાણ છું,
ને તારી મર્યાદાઓ ને ધ્યાન રાખીને તને શોધું છું....-
શોધ...
મારે જ મને શોધવો પડશે? હવે,
બધાને મળું છું, પણ ખુદને નહીં!-
મારી દુનિયા મારી સાથે છે,
તું નહીં તો, યાદ તારી સાથે છે,
ને, ડુબાડી ન શક્યા કોઈ દરિયા મને,
હોડી, લાગણીની તારી મારી સાથે છે...-
એક મોરપીંછ મેં મારી પાસે રાખ્યું છે,
હશે કોનું? એ નામ ક્યાં પાડી રાખ્યું છે..
-
ચાહવા ને પામવાથી થોડો દુર રહ્યો છું,
મળ્યું જે જિંદગીના રસ્તેથી ઉજવતો રહ્યો છું
એક વાર્તા છું, હતી અને રહીશ પણ ખરી,
બસ,ગોખે બધા મને,એ વાતથી દુર રહ્યો છું...-
તો કેજે મને!
"માફ કરી શકે,જો તું તો કેજે મને,
ને,રણ છોડી શકે,જો તું તો કેજે મને.
કહે છે,તું કે કૃષ્ણતો પ્રેમની છે વાસળી,
વીંધાઈ શકે જો લાગણીથી તું, તો કેજે મને"-
પ્રેમ એટલે શું એણે પુછયુ મને?
ને, મૌનનો દરિયો મેં એની સામે ધરી દીધો...-